Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી વિવાદિત ઢાંચા મામલે મુસ્લિમ પક્ષને મોટો ફટકો: અલ્હાબાદ હાઈકોર્ટે વાંધા અરજી...

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચા મામલે મુસ્લિમ પક્ષને મોટો ફટકો: અલ્હાબાદ હાઈકોર્ટે વાંધા અરજી ફગાવી, શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગવાળી યાચિકા પર સુનવણીનો રસ્તો સાફ

    આ મામલે હિંદુ પક્ષ તરફથી વકીલ હરિશંકર જૈન, પ્રદીપ શર્મા, વિષ્ણુ જૈન, સૌરભ તિવારી, પ્રભાસ પાંડે, વિનીત સંકલ્પ સહીત સીનીયર વકીલ એમ સી ચતુર્વેદી અને મુખ્ય સ્થાયી વકીલ બીપીન બિહારી પાંડે દ્વારા દલીલો કરવામાં આવી હતો.

    - Advertisement -

    જ્ઞાનવાપી વિવાદિત ઢાંચા મામલે અંજુમન ઇસ્લામિયા મસ્જિદ સમિતિની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દેતા, શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગવાળી યાચિકા પર સુનવણીનો રસ્તો સાફ થઈ ગયો છે. જસ્ટીસ જેજે મુનીરની સિંગલ બેન્ચે નિર્ણય સંભળાવ્યા બાદ હિંદુ મહિલા ઉપાસકો દ્વારા શૃંગાર ગૌરી ખાતે નિયમિત પૂજાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી પર હવે હાઇકોર્ટમાં સુનવણી શરુ કરવામાં આવનાર છે.

    મળતી માહિતી અનુસાર શૃંગાર ગૌરી અને વિવાદિત ઢાંચામાં આવેલા અન્ય હિંદુ ધાર્મિક સ્થળો પર નિયમિત પૂજા-અર્ચના કરવાની પરવાનગીની માંગ સાથે રાખી સિંહ સહીત 9 મહિલા ઉપસકોએ વારાણસી ન્યાયાલયમાં અરજી દાખલ કરી હતી. જે બાદ મુસ્લિમ પક્ષ અને જ્ઞાનવાપી વિવાદિત ઢાંચાનું સંચાલન કરતી અંજુમન ઇસ્લામિયા મસ્જિદ સમિતિએ આ મામલો સુનવણી લાયક ન હોવાનું કહીને વાંધા અરજી દાખલ કરી હતી અને અરજીને રદ કરવાની માંગ કરી હતી. જોકે કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલો ફગાવતા કરતા પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે સિવિલ પ્રક્રિયા સંહિતાના આદેશ 07 ના નિયમ 11 મુજબ આ મામલો સુનવણી કરવા યોગ્ય છે.

    જે બાદ વાંધાઅરજી રદ કરવાના નિર્ણયને પડકારવા મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાવી હતી. મુસ્લિમ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે 1991ના પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ અને 1995ના સેન્ટ્રલ વક્ફ એક્ટ મુજબ સિવિલ વાદ પોષણીય નથી. જોકે સિવિલ પ્રક્રિયા સંહિતાના આદેશ 07 ના નિયમ 11 મુજબ આ મામલો સુનવણી કરવા યોગ્ય ઠેરવીને જ્ઞાનવાપી વિવાદિત ઢાંચા મામલે અંજુમન ઇસ્લામિયા મસ્જિદ સમિતિની અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

    - Advertisement -

    આ મામલે હિંદુ પક્ષ તરફથી વકીલ હરિશંકર જૈન, પ્રદીપ શર્મા, વિષ્ણુ જૈન, સૌરભ તિવારી, પ્રભાસ પાંડે, વિનીત સંકલ્પ સહીત સીનીયર વકીલ એમ સી ચતુર્વેદી અને મુખ્ય સ્થાયી વકીલ બીપીન બિહારી પાંડે દ્વારા દલીલો કરવામાં આવી હતો. જયારે મુસ્લિમ પક્ષે SFF નકવી, જહીર અસગર અને ફાતિમા અંજુમન દ્વારા દલીલો કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે 16 મે, 2022 ના રોજ જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની ASIની માંગને લઈને વારાણસીની જિલ્લા અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે તેને 14 ઓક્ટોબર 2022ના રોજ ફગાવી દીધી હતી. આ પછી આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં