Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન હવે અલ્લાહ ભરોસે, નાણાંમંત્રીએ કહ્યું- અલ્લાહ જ દેશના વિકાસ માટે જવાબદાર,...

    પાકિસ્તાન હવે અલ્લાહ ભરોસે, નાણાંમંત્રીએ કહ્યું- અલ્લાહ જ દેશના વિકાસ માટે જવાબદાર, દોષનો ટોપલો અગાઉની સરકાર પર ઢોળી મૂક્યો

    ઇશાક ડારે અગાઉની નવાઝ શરીફ સરકારને લઈને કહ્યું કે, ત્યારે દેશ વિકાસ તરફ આગળ વધતો હતો પરંતુ પછીથી પાછળ પડી ગયો.

    - Advertisement -

    પાકિસ્તાન દિવસેને દિવસે વધુને વધુ કંગાળ થતું જાય છે. દેશ આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યો છે તો બીજી તરફ વૈશ્વિક સ્તરે પણ ખાસ સમર્થન મળી રહ્યું નથી. આવી હાલત વચ્ચે પાકિસ્તાનના મંત્રી ઇશાક ડારે એક નિવેદન આપ્યું છે, જે ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, દેશની પ્રગતિ અને વિકાસ માટે અલ્લાહ જ જવાબદાર છે. 

    પાકિસ્તાનના નાણાં મંત્રી ઇશાક ડાર પાકિસ્તાનના એક વિસ્તારમાં ગ્રીન લાઈન એક્સપ્રેસ ટ્રેન સર્વિસનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, દેશના વિકાસ માટે અલ્લાહ જવાબદાર છે અને તેમને પૂર્ણ વિશ્વાસ છે કે પાકિસ્તાન પ્રગતિ કરશે કારણ કે તે ઇસ્લામના નામે બન્યું છે. 

    પાકિસ્તાની નાણાં પ્રધાન ઇશાક ડારે કહ્યું, “પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જે ઇસ્લામના નામે સ્થપાયો છે અને અલ્લાહ જ તેના વિકાસ અને પ્રગતિ માટે જવાબદાર છે. જો અલ્લાહ પાકિસ્તાન સર્જી શકે તો તેઓ જ તેની રક્ષા અને વિકાસ કરી શકે છે.” તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનની સ્થિતિ સુધારવા માટે શાહબાઝ શરીફ સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. 

    - Advertisement -

    પાકિસ્તાની મંત્રીએ દેશની ખરાબ હાલત માટે દોષનો ટોપલો આગલી સરકાર પર ઢોળી દીધો હતો. તેમણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં જે નાટક શરૂ થયું હતું તેનાં પરિણામો દેશ આજે પણ ભોગવી રહ્યો છે. એમ પણ ઉમેર્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં દેશની જે બરબાદી થઇ હતી એ દેશે જોયું છે અને તે કોણે કર્યું તે પણ તેઓ જાણે છે. 

    ઇશાક ડારે અગાઉની નવાઝ શરીફ સરકારને લઈને કહ્યું કે, ત્યારે દેશ વિકાસ તરફ આગળ વધતો હતો પરંતુ પછીથી પાછળ પડી ગયો. આમ કહીને તેમણે ત્યારપછીની ઇમરાન ખાન સરકાર પર આરોપો લગાવ્યા હતા. 

    અહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર ઉથલાવી દેવામાં આવી હતી અને શાહબાઝ શરીફ નવી સરકારના વડાપ્રધાન બન્યા હતા. જોકે, પાકિસ્તાનમાં આ પ્રકારે કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ સરકાર સત્તામાંથી બહાર થઇ જાય તેમાં નવું કશું નથી પરંતુ ઇમરાન ખાન સરકાર પર દેશને આર્થિક રીતે પાછળ ધકેલી દેવાનો આરોપ લગાવીને આવેલી નવી સરકાર પણ ખાસ કંઈ કરી શકી નથી. 

    પાકિસ્તાનની નવી સરકારના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાન્યુઆરી 2023માં આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ માંગીને કહ્યું હતું કે, પાકિસ્તાનને પૂર બાદ ફરી તંત્ર વ્યવસ્થિત કરવા માટે 30 બિલિયન યુએસ ડોલરની જરૂર છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં પાકિસ્તાનમાં વિનાશક પૂર આવ્યું હતું અને મોટાભાગના વિસ્તારોને મોટી અસર થઇ હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં