Saturday, May 4, 2024
More
    હોમપેજદેશરામલીલા મેદાનમાં નહીં થાય મુસ્લિમ મહાપંચાયત, પરવાનગી આપવાની હાઈકોર્ટની ના: કહ્યું- પોસ્ટર...

    રામલીલા મેદાનમાં નહીં થાય મુસ્લિમ મહાપંચાયત, પરવાનગી આપવાની હાઈકોર્ટની ના: કહ્યું- પોસ્ટર ‘સંપ્રદાયિક’, જૂની દિલ્હીમાં વધારી શકે છે તણાવ

    હાઈકોર્ટે કહ્યું કે આ મામલે દિલ્હી પોલીસના વાંધાઓને નજરઅંદાજ કરીને કોઈ આદેશ આપી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, શ્રાદ્ધના અંતથી લઈને દિવાળી સુધીનો સમય હિન્દુઓ માટે મહત્વપૂર્ણ છે અને આ પોસ્ટરો ધાર્મિક તણાવ પેદા કરી શકે તેવા જણાઈ રહ્યા છે.

    - Advertisement -

    29 ઓક્ટોબર, 2023 ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહાપંચાયત’ નહીં યોજાય. દિલ્હી હાઈકોર્ટે આ કાર્યક્રમ માટે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ન્યાયાલયે માન્યું છે કે આ આયોજનના જે પોસ્ટરો છે તે ‘સાંપ્રદાયિક’ લાગી રહ્યા છે. સાથે જ જૂની દિલ્હીમાં તણાવ વધવાની પણ શક્યતાઓ પણ ન્યાયાલયે વ્યક્ત કરી છે.

    આ પહેલા દિલ્હી પોલીસ અને દિલ્હી નગર નિગમે પણ આ માટે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. તેની સામે ‘મિશન સેવ કોન્સ્ટિટ્યુશન’ નામની સંસ્થાએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સંસ્થાના રાષ્ટ્રીય સંયોજક વકીલ મહેમૂદ પ્રાચા છે. આ સંસ્થાનો દાવો છે કે તેઓ જનતા અને એમાં પણ ખાસ કરીને દલિતોમાં સંવિધાનિક અધિકારો મામલે જાગૃતિ ઉત્પન કરવાનું કાર્ય કરે છે.

    બીજી તરફ આ જ પ્રાચા પોતાના હિંદુવિરોધી નિવેદનોના કારણે વધુ ઓળખાય છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુત્વવાદી સંગઠનો સામે ઝેર ઓકતો રહે છે. થોડા મહિના પહેલા જ તેણે વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળનારા લોકોને ગદ્દાર ગણાવ્યા હતા.

    - Advertisement -

    હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી પોલીસે ‘મનસ્વી રીતે કાર્યક્રમને સાંપ્રદાયિક’ ગણાવીને પરવાનગી રદ કરી દીધી છે. પરંતુ 25 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે દિલ્હી પોલીસના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહાપંચાયત કાર્યક્રમના પોસ્ટરો જોઈને દિલ્હી પોલીસના નિર્ણયને મનસ્વી ગણી શકાય નહીં.

    હાઈકોર્ટે કહ્યું કે આ મામલે દિલ્હી પોલીસના વાંધાઓને નજરઅંદાજ કરીને કોઈ આદેશ આપી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, શ્રાદ્ધના અંતથી લઈને દિવાળી સુધીનો સમય હિંદુઓ માટે મહત્વપૂર્ણ છે અને આ પોસ્ટરો ધાર્મિક તણાવ પેદા કરી શકે તેવા જણાઈ રહ્યા છે.

    જો કે હાઇકોર્ટે કહ્યું છે કે, તહેવારો બાદ તે નવી અરજી પર ફરી સુનાવણી કરી શકે છે. આ માટે આયોજકોએ કાર્યક્રમમાં ભાષણ આપનારા લોકો વિશે કોર્ટને જણાવવું પડશે. ત્યારબાદ જ પરવાનગી પર વિચાર કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં