Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅલીગઢના મહોમ્મદે મસ્જીદ વેચી નાખી, પહેલા ફાળો ઉઘરાવી ગેરકાયદેસર બાંધકામ કર્યું, બાદમાં...

    અલીગઢના મહોમ્મદે મસ્જીદ વેચી નાખી, પહેલા ફાળો ઉઘરાવી ગેરકાયદેસર બાંધકામ કર્યું, બાદમાં વેચીને ફરાર થયો, ફરિયાદ દાખલ

    ઉત્તર પ્રદેશમાં ફાળાથી બનાવેલી મસ્જીદને બારોબાર વેંચી નાખવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક મસ્જિદ વેચવાનો મામલો સામે આવ્યો છે. અલીગઢના અકરાબાદના મહોમ્મદ અસલમે મસ્જીદ વેચી નાંખી છે, આરોપ છે કે 4 વર્ષ પહેલા આ મસ્જિદ દાનથી બનાવવામાં આવી હતી. આ મસ્જિદ મોહમ્મદ અસલમના ખેતરોમાં બનાવવામાં આવી હતી. મસ્જિદના બાંધકામમાં નિયમોની અવગણના અને જમીનમાં સ્ટેમ્પની ચોરીનો પણ આરોપ છે. મામલાની નોંધ લેતા વહીવટીતંત્રે તપાસ અને કાર્યવાહીના આદેશ આપ્યા છે.

    જાહેર થયેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આખો મામલો અકરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીલખાના નગર પંચાયત વિસ્તારમાં રહેતા મોહમ્મદ અસલમે પહેલા મસ્જિદ બનાવવાના નામે લોકો પાસેથી ભંડોળ એકત્ર કર્યું અને પછી રસ્તાની બાજુમાં અવાવરુ પડેલા પોતાના ખેતરમાં મસ્જિદ બનાવી દીધું હતી. આરોપ છે કે થોડા દિવસો પછી અસલમ મસ્જિદ વેચીને ફરાર થઈ ગયો છે. પીલખાના નગર પંચાયતમાં યોજાયેલી બેનામી તપાસ દરમિયાન સ્ટેમ્પ ચોરીનો મામલો પ્રકાશમાં આવતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

    અન્ય એક મીડિયા એજન્સીના રિપોર્ટ અનુસાર આ મસ્જિદની રજિસ્ટ્રાર ઓફિસમાં યોગ્ય રીતે નોંધણી કરવામાં આવી છે. તેની ખરીદી અને વેચાણમાં ભાગ લેનારા બાંયધરી આપનારાઓના નામ પણ રજિસ્ટ્રીમાં નોંધવામાં આવે છે. એવો પણ આરોપ છે કે આ મસ્જિદના નિર્માણ માટે શાસન અને પ્રશાસનની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. મામલો સામે આવતાની સાથે જ પ્રશાસને મસ્જિદ વેચનારાઓ સામે તપાસ અને ગુનો નોંધવાના આદેશ આપ્યા છે. અલીગઢના એડીએમ અમિત કુમાર ભટ્ટના જણાવ્યા અનુસાર એસડીએમને આ અત્યંત ગંભીર મામલામાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તપાસ બાદ જે પણ દોષિત જણાશે તેની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશ ભરમાં ઇસ્લામિક કટ્ટરતા ધરાવતા લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કરેલી જગ્યાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદેસર મદરેસા, મસ્જીદો તેમજ દેશ ભરમાં કરોડોની ગેરકાયદેસર જમીન ધરાવતું વક્ફ બોર્ડ હોય, આ તમામ પર સરકાર દ્વારા સર્વે કરાવીને જો ગેર રીતી જણાય તો કાયદેસરની કાર્યવાહીઓ ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને આસામની હિમંત બિસ્વા સરકાર હાલ આ કાર્યોમાં મોખરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં