Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસસરા સાથે સબંધ બાંધવા પતિએ કર્યું દબાણ, ન માનવા પર આપ્યા ત્રણ...

  સસરા સાથે સબંધ બાંધવા પતિએ કર્યું દબાણ, ન માનવા પર આપ્યા ત્રણ તલાક: પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી

  ઑપઇન્ડિયાએ પીડિતા સાથે વાત કરી હતી. પીડિતાએ અમને જણાવ્યું હતું કે “મારા સસરા નસરુદ્દીન કોઈ જ પ્રકારનો ધંધો કરતા નથી. તેઓ આખો દિવસ મહિલાઓની વચ્ચે જ્યાં ત્યાં બેસી રહે છે. એટલું જ નહીં પરંતુ પોતાના જ દીકરાની પત્ની પર ગંદી નજર રાખે છે."

  - Advertisement -

  ઉત્તરપ્રદેશના અલીગઢથી ત્રણ તલાકની એક ઘટના સામે આવી છે. જેમાં પીડિતાએ ગંભીર આરોપો તેના પતિ અને સસરા પર લગાવ્યા છે. તેના કહેવા અનુસાર તેના સસરાની તેના પર ગંદી નજર હતી. આ બબાતે પોલીસમાં ફરિયાદ પણ થઇ છે. 

  એક મીડિયા રીપોર્ટ અનુસાર, આ મામલો સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુરનો છે. અહીં એક મહિલાએ તેના પતિ, સસરા સહિત સાસુ અને નણદો  વિરુદ્ધ પોલીસ કેસ કર્યો છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે તેના લગ્ન 17 ઓગસ્ટ 2020ના રોજ દાનિશ સાથે ધામ ધૂમથી થયા હતા. જયારે પીડિતા પરણીને સાસરે પહોચી, ત્યારે સસરા નસરુદ્દીન તેના પર ગંદી નિયત રાખતો હતો. આ બાબતે પીડિતાએ વારંવાર વિરોધ કર્યો તો તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. 

  આ બાબતે તેના પતિને વારંવાર જાણ કરી તો તેનો સાથ આપવાના બદલે પીડિતાને જ કહ્યું કે જે રીતે અબ્બુ કહે છે તે ચુપ ચાપ કરો. જ્યારે પીડિતાએ તેના પતિની વાતનો વિરોધ કર્યો, ત્યારે આખો પરિવાર મળીને તેને હેરાન કરવા લાગ્યો હતો. જેમાં સાસુ, સસરા અને તેની નણદો પણ સામેલ હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. અંતે પીડિતા શરણે નહિ થતા તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી, તેમજ ધમકી આપવામાં આવી હતી કે જો આ બાબતે કોઈને જણાવીશ તો તારા માતા પિતાની હત્યા કરી દઈશું. આ આખી ધટના પાંચ મહિના પહેલાની પીડિતાએ જણાવ્યું છે. ફરિયાદ પણ પાંચ મહિના પછી નોધાવી હોવાનું તેણે કહ્યું છે. 

  - Advertisement -

  ઉપરની તમામ ઘટનાઓ બાદ ગત પહેલી માર્ચના રોજ પીડિતા તેના પતિ દાનિશને મળવા પહોચી હતી. ત્યારે તેના પતિએ તેને સાથે ન રાખવા કહ્યું હતું. સાથે સાથે તેને ત્રણ તલાક આપી ચાલતી પકડી હતી. પીડિતાએ પોલીસને પોતાની આપવીતી જણાવી ને કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેમાં તેના પતિ, સાસુ સસરા અને ત્રણ નણદોનું નામ ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે આઈપીસીની કલમ 498-A, 354, 506 ઉપરાંત દહેજ પ્રતિબંધ અધિનિયમ અને ટ્રિપલ તલાક એક્ટ હેઠળ ફરિયાદ નોધી છે. 

  આ મામલે ઑપઇન્ડિયાએ પીડિતા સાથે વાત કરી હતી. પીડિતાએ અમને જણાવ્યું હતું કે “મારા સસરા નસરુદ્દીન કોઈ જ પ્રકારનો ધંધો કરતા નથી. તેઓ આખો દિવસ મહિલાઓની વચ્ચે જ્યાં ત્યાં બેસી રહે છે. એટલું જ નહીં પરંતુ પોતાના જ દીકરાની પત્ની પર ગંદી નજર રાખે છે. અમે લોકો આર્થિક રીતે નબળા છીએ. ભલે મારા ભણેલા પતિ દાનિશની મેડિકલ સ્ટોરની દુકાન છે, પરંતુ તેની વિચારસરણી સેંકડો વર્ષ જૂની છે.” પીડિતાનો દાવો છે કે તેની સાસુને તેના સસરાની તમામ હરકતોની જાણ છે એટલું જ નહીં આ હરકતોમાં તેનું સમર્થન પણ છે. પીડિતાના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

  વર્તમાન સરકારે ત્રણ તલાક પર કાયદો બનાવ્યા બાદ તીન તલાકની ઘટના સામે આવી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં