Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમઅલીગઢની કોલેજમાં અજાણ્યા યુવકને લઈને આવી મુસ્લિમ વિદ્યાર્થીની, હિંદુ યુવતી સાથે મિત્રતા...

    અલીગઢની કોલેજમાં અજાણ્યા યુવકને લઈને આવી મુસ્લિમ વિદ્યાર્થીની, હિંદુ યુવતી સાથે મિત્રતા કરાવવાની કોશિશ: લવ જેહાદનો આરોપ

    હિંદુ વિદ્યાર્થીનીએ આરોપ લગાવતાં કહ્યું કે, તે વર્ગખંડની બહાર મંદિર પાસે બેઠી હતી ત્યારે એ જ કોલેજની એક મુસ્લિમ યુવતી ત્યાં એક મુસ્લિમ છોકરા સાથે આવી પહોંચી અને તેની સાથે વાત કરવા માંડી હતી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક કોલેજમાં ભણતી એક યુવતીએ લવ જેહાદનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ એક મુસ્લિમ યુવતી ઉપર જ આરોપ લગાવ્યો છે. આરોપ છે કે કોલેજમાં બહારના મુસ્લિમ યુવકોને બોલાવીને હિંદુ યુવતીઓ સાથે મિત્રતા કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે, બીજી તરફ પોલીસ લવ જેહાદના એન્ગલને નકારી રહી છે. 

    ઘટના શુક્રવાર (21 ઓક્ટોબર 2022)ની છે. અલીગઢની ધર્મ સમાજ મહાવિદ્યાલયમાં BSC ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હિંદુ વિદ્યાર્થીનીએ આરોપ લગાવતાં કહ્યું કે, તે વર્ગખંડની બહાર મંદિર પાસે બેઠી હતી ત્યારે એ જ કોલેજની એક મુસ્લિમ યુવતી ત્યાં એક મુસ્લિમ છોકરા સાથે આવી પહોંચી અને તેની સાથે વાત કરવા માંડી હતી. આ યુવક અલીગઢનો જ રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે.

    આ દરમિયાન કોલેજમાં ભણતા અન્ય હિંદુ વિદ્યાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે બહારથી આવેલા યુવકનો પરિચય પૂછતાં તે બરાબર જવાબ આપી શક્યો ન હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ બહારથી આવેલા આરોપી મુસ્લિમ વિદ્યાર્થીને માર મારીને કોલેજ પ્રશાસનને સોંપી દીધો હતો. જ્યાંથી તેને પોલીસને હવાલે કરાયો હતો. આ જ કોલેજના વિદ્યાર્થી નેતા અમિત ગોસ્વામીના જણાવ્યા મુજબ, અલીગઢમાં આવેલ ડીએસ કોલેજમાં આ પહેલાં પણ લવ જેહાદનો આરોપ લાગ્યો છે જેમાં પોલીસ માત્ર 151 શાંતિ ભંગની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. 

    - Advertisement -

    પીડિત વિદ્યાર્થિનીનો આરોપ છે કે તેની મુસ્લિમ છોકરા સાથે મિત્રતા કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેણે જણાવ્યા અનુસાર, મુસ્લિમ વિદ્યાર્થીનીએ પીડિતાને એમ પણ કહ્યું હતું કે જો કોઈ પૂછે તો તે છોકરો તેનો ભાઈ હોવાનું કહી દે. પીડિટાણું કહેવું છે કે કદાચ મુસ્લિમ યુવતી તેની સાથે લવ જેહાદ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી. વિદ્યાર્થી નેતાએ કોલેજ પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું કે બહારના લોકો કોલેજ પરિસરમાં કઈ રીતે ઘૂસી જાય છે? 

    જાણવા મળ્યા અનુસાર, બહારના છોકરાને કૉલેજ બોલાવનારી મુસ્લિમ છોકરીને કૉલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બીજી તરફ, પોલીસે આ ઘટનામાં લવ જેહાદના એંગલને નકારી કાઢ્યો છે. ડીએસપી શિવ કુમારના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન છોકરો અને છોકરી એક જ સમુદાયના હોવાનું બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે આરોપી વિદ્યાર્થીને કલમ 151 હેઠળ શાંતિ ભંગ કરવા બદલ ચલણ કરવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં