Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન કાયર છે, આતંકવાદીઓ પણ કાશ્મીરમાં પ્રવેશી શકતા નથી: અલ કાયદા રોષે...

    પાકિસ્તાન કાયર છે, આતંકવાદીઓ પણ કાશ્મીરમાં પ્રવેશી શકતા નથી: અલ કાયદા રોષે ભરાયું, કહ્યું- કલમ 370 હટાવીને ભારત જીત્યું

    દેશની અંદર કોંગ્રેસ પાર્ટી જેવા રાજકીય પક્ષોના વિરોધ બાદ પણ ભારત સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી દીધી હતી. આ દરમિયાન સેનાએ પણ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ ચલાવીને તમામ ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા છે.

    - Advertisement -

    આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ કાયદાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કલમ 370 હટાવીને ભારત કાશ્મીરને પોતાનું અભિન્ન અંગ બનાવવામાં સફળ થયું છે. પાકિસ્તાનની સેનાને ડરપોક ગણાવતા આતંકવાદી જૂથે કહ્યું કે તે ભારત સામે જવાબી કાર્યવાહી કરવાથી ડરે છે. અલકાયદાએ પણ સ્વીકાર્યું છે કે ઘાટીમાં આતંકવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આતંકવાદી જૂથ અલકાયદાએ કાશ્મીરમાં આતંકવાદ વધારવા મુસ્લિમોને એક થવા કહ્યું છે. અને એક થઇ ને કાશ્મીરમાં આતંકવાદ ગતિવિધીમાં જોડવા આહ્વાન કર્યું હતું

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર , વૈશ્વિક આતંકવાદી જૂથ અલકાયદાએ કાશ્મીરમાં આતંકવાદ વધારવા મુસ્લિમોને આહ્વાન કર્યું હતું. અલકાયદાનીઆ તમામ બાબતો તેના સત્તાવાર મેગેઝિન AQISમાં પ્રકાશિત કરી છે. અલકાયદાએ આ મેગેઝીનમાં અંસાર ગજવત ઉલ હિંદના વખાણ કર્યા છે. અલકાયદાએ તેને કાશ્મીરમાં સક્રિય અને ભારત સામે લડી રહેલ સાચા આતંકવાદી જૂથ તરીકે ગણાવ્યું છે. આ જ ક્રમમાં અલકાયદાએ વર્ષ 1999માં કારગીલમાં મળેલી શરમજનક હારને લઈને પણ પાકિસ્તાની સેનાની મજાક ઉડાવી છે.

    અલકાયદાએ પોતાના મેગેઝિનમાં કહ્યું છે કે પાકિસ્તાની સેના ફક્ત તે જ આતંકવાદીઓને મારી રહી છે જેઓ કાશ્મીર માટે લડી રહ્યા હતા. પાકિસ્તાની સેનાને કાયર ગણાવતા અલકાયદાએ કહ્યું કે તે આતંકવાદીઓને કાશ્મીરમાં ઘૂસવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. અલકાયદાએ કાશ્મીરમાં ઘટતા આતંકવાદી હુમલાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મુસ્લિમોને કાશ્મીર માટે એક થઈને લડવા માટે પણ આહ્વાન કર્યું હતું.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે દેશની અંદર કોંગ્રેસ પાર્ટી જેવા રાજકીય પક્ષોના વિરોધ બાદ પણ ભારત સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવી દીધી હતી. આ દરમિયાન સેનાએ પણ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ ચલાવીને તમામ ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓમાં પણ તીવ્ર ઘટાડો થયો છે .

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં