Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી પહેલાં જ અખિલેશ યાદવને લાગી શકે ઝટકો, સપાના 10 ધારાસભ્યો...

    લોકસભા ચૂંટણી પહેલાં જ અખિલેશ યાદવને લાગી શકે ઝટકો, સપાના 10 ધારાસભ્યો ભાજપમાં થઈ શકે સામેલ, અહેવાલોમાં દાવો: ત્રણ MLA જોડાઈ શકે કોંગ્રેસમાં

    અહેવાલોમાં સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સપા ધારાસભ્ય ઇન્દ્રજીત સરોજ સહિતના અનેક વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જો ભાજપને રાજ્યસભા ચૂંટણીમાં તેમની જરૂર પડે તો આ તમામ ધારાસભ્યો સપા વિરુદ્ધ ક્રોસ વોટિંગ કરી શકે છે.

    - Advertisement -

    દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બધી રાજકીય પાર્ટીઓ વધુમાં વધુ સીટો મેળવવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. તેવામાં હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, લોકસભા ચૂંટણી પહેલાં સપા નેતા અખિલેશ યાદવને ઝટકો લાગી શકે છે. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, સમાજવાદી પાર્ટીના (SP) 10 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, સપાના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં પણ જોડાશે. સમાજવાદી પાર્ટીના કુલ 13 ધારાસભ્યો પાર્ટી છોડી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર, લોકસભાની ચૂંટણીને પહેલાં સમાજવાદી પાર્ટીમાં મોટું ભંગાણ થવાની સંભાવના દેખાઈ રહી છે. અહેવાલોમાં કહેવાય રહ્યું છે કે, સપાના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાશે અને 3 ધારાસભ્યો કોંગ્રેસ જોઈન કરી શકે છે. રાજ્યસભા ચૂંટણીના મતદાનના દ્રષ્ટિકોણથી પણ આ ભંગાણને અખિલેશ યાદવ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સપા ધારાસભ્ય ઇન્દ્રજીત સરોજ સહિતના અનેક વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જો ભાજપને રાજ્યસભા ચૂંટણીમાં તેમની જરૂર પડે તો આ તમામ ધારાસભ્યો સપા વિરુદ્ધ ક્રોસ વોટિંગ કરી શકે છે.

    આ સિવાય અહેવાલોમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે, સપા નેતા અમિતાભ વાજપેયી સહિતના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે અને જરૂર પડે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ તમામ ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેથી જ તેઓ અન્ય પક્ષોની રાહ જોઈ રહ્યા છે. જો તેઓને અનુકૂળ વાતાવરણ મળી જશે તો તેઓ સમાજવાદી પાર્ટીનો હાથ છોડી ભાજપમાં સામેલ થઈ જશે તેવા અહેવાલ છે.

    - Advertisement -

    રાજ્યસભાના ઉમેદવારોને લઈને વધી નારાજગી

    નોંધવું જોઈએ કે, છેલ્લા કેટલાક સમય દરમિયાન અખિલેશ યાદવની નજીકના ઘણા નેતાઓએ જ તેમને ચોંકાવી દીધા છે. સપાના ધારાસભ્ય અને અપના દળ કમેરાવાદીના નેતા પલ્લવી પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારને વોટ આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે, પાર્ટી PDAના ફોર્મ્યુલા પર ચાલી રહી છે. તેમણે સપાના ઉમેદવારો જયા બચ્ચન અને આલોક રંજન પર સવાલો ઉઠાવ્યા છે.

    રાજ્યસભાના નામાંકન બાદથી જ સપામાં બળવો શરૂ થઈ ગયો છે. આ પહેલાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ઉમેદવારોના નામાંકન બાદ પાર્ટીના મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે, યુપીમાં રાજ્યસભાની 10 સીટો માટે ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં સપાએ ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સપાએ જયા બચ્ચન અને આલોક રંજન સિવાય રામજી સુમનને પણ ઉમેદવાર ઘોષિત કર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં