Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાંકાનેરનો અકબર હજારોની હત્યા કરવા માંગતો હતો, યુપીમાં થયેલી બુલડોઝર કાર્યવાહીનો બદલો...

    વાંકાનેરનો અકબર હજારોની હત્યા કરવા માંગતો હતો, યુપીમાં થયેલી બુલડોઝર કાર્યવાહીનો બદલો લેવા ટ્રેન ઉથલાવી દેવાનું કાવતરું રચ્યું

    જો કે આ કેસની વધુ તપાસ NIA અથવા તો ATSને સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે, જેમાં આરોપીને કોઈના દ્વારા કામ સોપવામાં આવ્યું હતું કે કેમ, આરોપી કોઈ સંગઠન સાથે સંકળાયેલો છે કે નઈ તે તરફ પણ તપાસનો દોર જશે.

    - Advertisement -

    વાંકાનેરનો અકબર હજારોની હત્યા કરવા 12 જુનના રોજ મોડી રાત્રે મોરબી-વાંકાનેર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાના કાવતરૂ ઘડ્યું હતું. જેમાં પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી છે.જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ 12 જૂનના રોજ રાત્રીના 3.45 કલાકે મોરબી વાંકાનેર મેમુ ટ્રેન ઉથલાવવા અને પેસેન્જરને મોટી જાનહાનિ પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં રેલવેના ટ્રેક ઉપર પાકી ઇંટો ગોઠવી ટ્રેનને ઉથલાવી દેવા કાવતરું ઘડાયું હતું. જો કે આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તેમજ આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પૂછપરછ દરમ્યાન ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝરો ચલાવ્યા હતા તેના બદલા રૂપે વાંકાનેરનો અકબર હજારોની હત્યા કરવા કાવતરું ઘડ્યું હોવાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર અકબર ઉર્ફે દાઉદ મિયાણા અને લક્ષ્મણ કોળીની ધરપકડ કરી છે.

    યુપીમાં ચાલેલા બુલડોઝરનો બદલો લેવા કાવતરું રચ્યું

    વાંકાનેરમાં રહેતા અકબર (ઉંમર-35) નામના મુખ્ય આરોપી અને તેના સાથી લક્ષ્મણ ઈસોરા કે જેણે 12મી જૂનના રોજ મકનસર ગામમાં રેલવે ટ્રેક પર ઈંટો મૂકીને મોરબી-વાંકાનેર મેમુ ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનના લોકો પાયલટે ઈંટો જોઈને અકસ્માતને રોકવા માટે ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. આ ઘટના રાત્રે 3.30 કલાકે બની હતી. રેલ્વે પોલીસે તુરંત જ ટેકનિકલ અને માનવ સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.

    - Advertisement -

    કેસની વધુ તપાસ NIA અથવા ATS કરશે

    સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેસની વધુ તપાસ NIA અથવા તો ATS દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ છે, આ સમગ્ર ઘટનાને અંજામ આપવા સૂત્રધાર અકબર મિયાણાએ વાંકાનેરમાં જ રહેતાં મગન લક્ષ્મણ નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રૂપિયા આપી લક્ષ્મણને ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં સામેલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અકબરે લક્ષ્મણને રેલવે ટ્રેક પર ઈંટો ગોઠવવા માટે રૂપિયા આપ્યા હતા. રેલવે ટ્રેક પર ઈંટો ગોઠવી આરોપી ફરાર થઈ ગયા હતા. 12 જૂને જ્યારે મોડી રાત્રે જ્યારે ટ્રેન મોરબીથી વાંકાનેર તરફ જઈ રહી હતી ત્યારે લોકો પાયલટે ટ્રેક પર ઇંટો જોઈ હતી. ટ્રેક પર અડચણ જોતા જ તેમણે ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી.

    જો કે આ કેસની વધુ તપાસ NIA અથવા તો ATSને સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે, જેમાં આરોપીને કોઈના દ્વારા કામ સોપવામાં આવ્યું હતું કે કેમ, આરોપી કોઈ સંગઠન સાથે સંકળાયેલો છે કે નઈ તે તરફ પણ તપાસનો દોર જશે, જ્યારે હાલ પોલીસે આ સમગ્ર કાવતરાનો ભેદ ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે ઉકેલ્યો છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં