એક તરફ ભારતમાં ખાલિસ્તાની વિરોધમાં કાર્યવાહી ચાલુ છે, ત્યારે જ કેટલાક લોકોએ સોશિયલ મડિયામાં ભય, અરાજકતા અને ઉશ્કેરાટ પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આવા ટ્વીટર હેન્ડલરો પર પણ કાર્યવાહી થઇ રહી છે. તેમાં જ સાંસદ સિમરનજીત સિંહ માનનું (Simranjit Singh Mann) ટ્વીટર હેન્ડલ પર કાર્યવાહી કરી બંધ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, હાલમાં ભારતમાં ખાલિસ્તાની અમૃતપાલ સિંઘ પર કાર્યવાહી ચાલુ છે. તેના 100થી વધુ સમર્થકોની પોલીસે ધરપકડ કરી છે. જયારે પાંચ દિવસથી અમૃતપાલ સિંઘ ફરાર છે. આ ઘટના ક્રમ દરમિયાન ઘણા લોકો ઈરાદાપૂર્વક લોકોની લાગણીને ઉશ્કેરવાનું કાર્ય કરી રહ્યા હતા. જેમાં સંગરુરથી લોકસભા સાંસદ સિમરનજીત સિંહ માન પણ સામેલ છે. તેઓએ લોકોને ભડકાવવા માટે ટ્વીટ કરી હતી. આ બાબતે સરકારે પગલા લઈને તેનું ટ્વીટર હેન્ડલ બંધ કરાવ્યું છે. એમનું જ નહીં પરંતુ સાથે સાથે કેનેડાના સાંસદ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહનું એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ બન્નેના ટ્વીટર હેન્ડલ પરથી અમૃતપાલ સિંઘ પર થઇ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સિમરનજીત સિંહ માને અમૃતપાલ સિંઘના એનકાઉનટરની આશંકા વ્યક્ત કરી હતી.
તમને જણાવી દઈએ કે અમૃતપાલ સિંઘ છેલ્લા પાંચ દિવસથી ફરાર છે. તેના સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસ હાલમાં અમૃતપાલ સિંઘને શોધો રહી છે. પરંતુ, તેની કોઈ જ ભાળ મળી રહી નથી. આ મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત મને નિવેદન આપ્યું છે કે “અમે રાજ્યની સુરક્ષા મામલે કોઈ જ સમજોતો કરીશું નહીં. હાલમાં પણ કાર્યવાહી ચાલુ જ છે. જે લોકો પંજાબની શાંતિને ભંગ કરી રહ્યા છે, તેમના વિરોધમાં સખત પગલા લેવામાં આવશે.”
#WATCH | …Action has been taken against them and they have been arrested, strict punishment will be given to them…Those who will try to disturb Punjab’s peace will be severely dealt with: Punjab CM Bhagwant Mann on action taken against Amritpal Singh & his associates pic.twitter.com/cP1fCBchUu
— ANI (@ANI) March 21, 2023
સાથે જ આ મામલે હરિયાણા-પંજાબ હાઈકોર્ટની પણ ટીપ્પણી સામે આવી છે. કોર્ટે અમૃતપાલ સિંઘ ફરાર થયો છે તે મામલે સખત ઝાટકણી કાઢતા કહ્યું છે કે “આ તંત્રની નિષ્ફળતા છે. રાજ્યની 80,000 પોલીસ શું કરી રહી છે?”
અમૃતપાલ સિંઘ પંજાબ દે વારીસનો મુખિયા છે. થોડા દિવસ પૂર્વે સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકીઓ આપી હતી.