90ના દશકમાં રાજસ્થાનના અજમેરમાં 100થી વધુ હિંદુ યુવતી પર બળાત્કાર થયો હતો અને આ કાંડમાં મોઈનુદ્દીન ચિશ્તી દરગાહના ખાદીમો સામેલ હતા. તે જ ઘટના પર ‘અજમેર 92’ નામની એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મને લઈને ઇસ્લામી સંગઠનો દરગાહનો હવાલો આપીને ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. જેની વચ્ચે અજમેર દરગાહના ખાદીમે 100થી વધુ યુવતીઓ પર થયેલા બળાત્કારને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરતાં એક અત્યંત આપત્તિજનક નિવેદન આપી દીધું હતું.
જે મુજબ મંદિરમાં પૂજારીઓ હોય છે તે રીતે દરગાહોમાં ખાદીમ હોય છે. અજમેર શરીફ દરગાહના ખાદીમોની સંસ્થા અંજુમન સૈયદ જાદગાનના સચિવ સરવર ચિશ્તીએ પોતાના વિવાદિત નિવેદનમાં અજમેરના બળાત્કાર કાંડને યોગ્ય ઠેરવવાનો અને તેના દોષનો ટોપલો પીડિત યુવતીઓ પર ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો.
ચિશ્તીએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, “છોકરીઓ ચીજ જ એવી હોય છે… મોટા મોટા લપસી પડે છે.” આ મામલાને હિંદુ ધર્મ સાથે જોડતા ચિશ્તીએ જણાવ્યું કે, “પુરુષ પૈસાથી કરપ્ટ ન થઈ શકે, મૂલ્યોથી કરપ્ટ ન થઈ શકે. પણ છોકરીઓ ચીજ જ એવી છે કે ભલભલા લપસી પડે છે. પેલી હતી ને…..શું નામ હતું.. જે ઝાડ નીચે બેઠા હતા, વિશ્વામિત્ર જેવા ભટકી શકે છે.”
Sarwar Chisti of the Ajmer Dargah justifying Ajmer 1992 sex scandal, where hundreds of Hindu girls were victims. He says "larki aisi cheez hai". pic.twitter.com/sOXpxZm87K
— Pagan 🚩 (@paganhindu) June 10, 2023
ચીશ્તીએ આગળ જણાવ્યું કે, “અચ્છા… જેટલા પણ બાબા લોકો જેલમાં છે, તે માત્ર તે જ છે કે છોકરીઓના મામલે ફસાયા છે. આ એવો સબ્જેક્ટ છે કે મોટામાં મોટા લોકો લપસી પડે છે.” ચીશ્તીએ આમાં મુસ્લિમ મૌલવીઓના નામ ન લઈને નરેટિવ ઘડવાનો પ્રયત્ન કર્યો હતો.
નોંધનીય છે કે આ રેપ કાંડમાં લગભગ તમામ પીડીતાઓ હિંદુ હતી અને તેમને બ્લેકમેલ અને બળાત્કાર કરનારા મોટાભાગના સમુદાય વિશેષના લોકો હતા. આ ઘટનાના મુખ્ય આરોપીઓ હતા- ફારુક ચિશ્તી, નફીસ ચિશ્તી અને અનવર ચિશ્તી. આ ત્રણેય યુવકો કોંગ્રેસમાં મહત્વપૂર્ણ પદો પર હતા અને અજમેર દરગાહના ખાદીમ પરિવારમાંથી આવતા હતા.
ફિલ્મ ‘અજમેર 92’ના વિરોધમાં અજમેર દરગાહ કમિટીએ કહ્યું હતું કે, ફિલ્મ દ્વારા એક વિશેષ સમુદાયને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ફિલ્મથી અજમેર દરગાહ અને મોઇનુદ્દિન ચિશ્તીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે. તેમણે રિલીઝ પહેલાં આ ફિલ્મ દરગાહ કમિટીને બતાવવાની પણ માંગ કરી હતી.
કોણ છે સરવર ચિશ્તી?
ઉલ્લેખનીય છે કે આ એજ સરવર ચિશ્તી છે જેમણે નુપુર શર્મા વિવાદ વખતે લોકોને ભડકાવવાનું કાર્ય કર્યું હતું. તે સમયે તેણે કહ્યું હતું કે, “આ સમયે મુલ્કમાં જે હાલત છે, નામુસ એ રસુલ સલલલ્લાહું અલેહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી થઈ રહી છે. તે અમે ક્યારેય કબૂલ નહીં કરીએ. એવું આંદોલન કરીશું કે આખું ભારત હચમચી જશે. આ સિવાય સરવર ચિશ્તી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન PFI સાથે પણ જોડાયેલા હોવાના આરોપો છે. ભૂતકાળમાં તેઓ અનેક વાર પ્રતિબંધિત સંગઠનના લોકો સાથે જોવા મળ્યા છે.એટલું જ નહીં સરવર ચિશ્તીનો પુત્ર આદિલ ચિશ્તી પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યો છે. ગત વર્ષે તેણે હિંદુ દેવી દેવતાઓની મજાક ઉડાવી હતી.