Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'દ્રશ્યમ 2' 100 કરોડના ક્લબમાં શામેલ થવાની તૈયારીમાં; તો બીજી તરફ અજય...

    ‘દ્રશ્યમ 2’ 100 કરોડના ક્લબમાં શામેલ થવાની તૈયારીમાં; તો બીજી તરફ અજય દેવગણે આપી નવી ‘સરપ્રાઈઝ’: ફિલ્મ ‘ભોલા’નું ટીઝર થયું રીલીઝ

    ફિલ્મની કમાણીની ઝડપને જોતા આશા છે કે દ્રશ્યમ 2 ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

    - Advertisement -

    બોલિવૂડ એક્ટર અજય દેવગણની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે ત્રીજા દિવસે 64.14 કરોડનો બિઝનેસ કર્યો છે. ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, અજય દેવગણની ફિલ્મે શુક્રવારે કુલ 64.14 કરોડ, શનિવારે 21.59 કરોડ અને રવિવારે 27.17 કરોડની નેટ કમાણી સાથે 64.14 કરોડની કુલ કમાણી કરી છે. ફિલ્મની કમાણીની ઝડપને જોતા આશા છે કે દ્રશ્યમ 2 ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. આ ઉપરાંત અજય દેવગણની અગામી ફિલ્મ ભોલાનું ટીઝર રીલીઝ થઈ ચુક્યું છે.

    “દ્રશ્યમ 2” 100 કરોડના ક્લબમાં સામેલ થાય તેવા આસાર એટલા માટે છે કારણકે તેનું વીકએન્ડ કલેક્શન ‘ભૂલ ભુલૈયા 2’ કરતા ઘણું આગળ છે. કાર્તિક આર્યનની ફિલ્મે પહેલા 3 દિવસમાં 55.96 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. પરંતુ ‘દૃશ્યમ 2’ એ ‘ભૂલ ભુલૈયા 2’ને પાછળ છોડીને ઓપનિંગ વીકએન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. દરમિયાન ફિલ્મ ભોલાનું ટીઝર રીલીઝ થયા બાદ અજયના અગામી પ્રોજેક્ટનો લુક પણ રીવીલ થયો છે. જેમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળશે.

    તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘દ્રશ્યમ 2’ 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શ્રિયા સરન અજય દેવગનની પત્ની બની છે. જ્યારે ઈશિતા દત્તાએ તેમની દીકરીનો રોલ કર્યો છે. તે એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે, જે મોહનલાલની મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે. ‘દ્રશ્યમ 2’ માત્ર 19 ફેબ્રુઆરી 2021ના રોજ મલયાલમ ભાષામાં રિલીઝ થઈ હતી. મલયાલમની ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ 2’ પણ બોક્સ ઓફિસ પર જોરદાર હિટ સાબિત થઈ હતી.

    - Advertisement -

    બોલિવૂડ માટે આ એક મોટી વાત છે કે આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ જો આ ફિલ્મ પુષ્પા, KGF ચેપ્ટર 2, RRR અને અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મોની જેમ એકસાથે અનેક ભાષાઓમાં પણ રિલીઝ થઈ હોત તો આજે અજય દેવગનને બદલે મોહનલાલને હિન્દી બેલ્ટના દર્શકોનો પ્રેમ મળી રહ્યો હોત. સાઉથની ફિલ્મોની રિમેકમાંથી મોટી કમાણી કરવી એ બોલિવૂડનો જૂનો બિઝનેસ રહ્યો છે. આ વર્ષે રિલીઝ થયેલી અજય દેવગનની આ ત્રીજી ફિલ્મ છે. તેની અગાઉની બંને ફિલ્મો ‘રનવે 34’ અને ‘થેંક ગોડ’ થિયેટરોમાં ફ્લોપ સાબિત થઈ હતી.

    દરમિયાન, અજય દેવગણે હવે ‘ભોલા’નું ટીઝર રિલીઝ કર્યું છે, જે કાર્તિ સ્ટારર તમિલ ફિલ્મ ‘કૈથી’ની રિમેક છે. આ ફિલ્મના ટીઝરમાં હાથમાં ત્રિશુલ અને માથે ભસ્મ લગાવીને અજય દેવગણ “ભોલા” બન્યો છે. આ ઉપરાંત ફિલ્મના લોગોમાં પણ ત્રિશુલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં