Saturday, April 27, 2024
More
    હોમપેજક્રાઈમબિહારના સિવાનમાં AIMIM જિલ્લા અધ્યક્ષ આરિફ જમાલની હત્યા, અજાણ્યા શખ્સોએ સરજાહેર ગોળી...

    બિહારના સિવાનમાં AIMIM જિલ્લા અધ્યક્ષ આરિફ જમાલની હત્યા, અજાણ્યા શખ્સોએ સરજાહેર ગોળી મારી: પોલીસ કરી રહી છે તપાસ

    આ મામલે સિવાન SP શૈલેષ કુમાર સિન્હાનું કહેવું છે કે, "આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ટીમનું ગઠન પણ થઈ ગયું છે. ગોળી કોણે મારી છે? શા માટે મારી છે? તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે."

    - Advertisement -

    બિહારના સિવાનમાં AIMIM જિલ્લા અધ્યક્ષ આરિફ જમાલની સરજાહેર હત્યા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, કોઈ અજાણ્યા શખ્સોએ ગોળી મારીને તેમની હત્યા કરી છે. ઘટના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુતુબ છપરા રોડની છે. આરિફ જમાલ તેમની દુકાન પર બેઠા હતા તે દરમિયાન બાઈક લઈને આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીઓ વરસાવીને હત્યા કરી દીધી છે. બિહાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    શનિવારે (23 ડિસેમ્બર) સાંજે બિહારના સિવાનમાં AIMIM જિલ્લા અધ્યક્ષ આરિફ જમાલની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો છે. આરિફ જમાલ ફાસ્ટ ફૂડની દુકાન ધરાવતા હતા. આ ઘટના 8:30થી 9 વાગ્યા વચ્ચે બની હોવાનું જાણવા મળ્યું છે. AIMIM નેતાને ગોળી ધરબી દીધા બાદ અજાણ્યા હુમલાવરો બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના દરમિયાન ત્યાં હાજર લોકો આરિફ જમાલને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ ગયા હતા. જે બાદ તેમને પ્રાઈવેટ હોસ્પિટલ પટના રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તપાસ કર્યા બાદ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

    બિહાર પોલીસ કરી છે તપાસ

    સરજાહેરમાં હત્યાનો બનાવ બન્યા બાદ બિહાર પોલીસ વિભાગ પણ સક્રિય થયો હતો. હુસૈનગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વિજય યાદવે જણાવ્યું હતું કે, આરિફ જમાલની અજાણ્યા આરોપીઓએ ગોળી મારીને હત્યા કરી છે. સૂચના મળી છે કે તેઓ દુકાન પર બેઠા હતા તે દરમિયાન જ બાઈક લઈને આવેલા અજાણ્યા આરોપીઓએ તેમના પર ગોળીઓ વરસાવી હતી. ગોળી તેમના પેટમાં વાગી હતી. સ્થાનિક લોકો અને પરિવારજનો તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    આ મામલે સિવાન SP શૈલેષ કુમાર સિન્હાનું કહેવું છે કે, “આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ટીમનું ગઠન પણ થઈ ગયું છે. ગોળી કોણે મારી છે? શા માટે મારી છે? તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં સંડોવાયેલા આરોપીઓનેની જલ્દીથી ધરપકડ કરવામાં આવશે.”

    નોંધનીય છે કે આરિફ જમાલ ચૂંટણી પણ લડી ચૂક્યા છે. 2015મા નેશનલ જનતા પાર્ટી તરફથી તેમણે રઘુનાથપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. જોકે, તેઓ હારી ગયા હતા. જે બાદ 2022મા તેમણે જિલ્લા પરિષદની ચૂંટણી પણ લડી હતી. તે ચૂંટણીમાં પણ તેઓ હાર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં