Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમા અંબાના ધામમાં પ્રસ્થાપિત કરવામાં આવશે વિશ્વનું સહુથી મોટું 'શ્રીયંત્ર': અમદાવાદના યુવાનોના...

    મા અંબાના ધામમાં પ્રસ્થાપિત કરવામાં આવશે વિશ્વનું સહુથી મોટું ‘શ્રીયંત્ર’: અમદાવાદના યુવાનોના ગ્રુપનો સંકલ્પ; કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે કરશે ચાર ધામની યાત્રા

    જય ભોલે ગ્રુપની ચાર ધામની યાત્રા પણ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર વરુણ બરનવાલે શ્રીયંત્રની પૂજા કરી યાત્રાના સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું.

    - Advertisement -

    કરોડો માઈ ભક્તોના અસ્થાના કેન્દ્ર એવા આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વનું સહુથી મોટું શ્રીયંત્ર સ્થાપવામાં આવશે. અમદાવાદના અંબા ભક્તોના એક ગ્રુપ દ્વારા આ પવિત્ર સંકલ્પ લેવામાં આવ્યો છે. દીપેશ પટેલ નામના યુવાન દ્વારા સંચાલિત ‘જય ભોલે ગ્રુપ’ અગામી સમયમાં અંબાજીમાં વિશ્વનું સહુથી મોટું શ્રીયંત્ર સ્થાપીને મા અંબાના આશીર્વાદ મેળવશે. આટલું જ નહીં, તેમનો આ સંકલ્પ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે હેતુથી તેમનું ગ્રુપ શ્રીયંત્રની પ્રતિકૃતિ ‘મેરુ શ્રીયંત્ર’ સાથે ચાર ધામની યાત્રા પણ કરશે.

    અંબાજીમાં વિશ્વનું સહુથી મોટું શ્રીયંત્ર સ્થાપવાના સંકલ્પ સાથે શરૂ થનારી જય ભોલે ગ્રુપની ચાર ધામની યાત્રા પણ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર વરુણ બરનવાલે શ્રીયંત્રની પૂજા કરી યાત્રાના સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. મા અંબામાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અમદાવાદના યુવાનો આ યાત્રામાં ‘શ્રીયંત્ર’ની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજનનું મેરુ શ્રીયંત્ર પોતાની સાથે લઈ જશે. ત્યારબાદ પરત ફરીને શાસ્ત્રોકત વિધિવિધાન સાથે અંદાજીત 1 કરોડના ખર્ચે પંચધાતુમાંથી બનનાર 2200 કિલો વજન અને સાડા ચાર ફૂટ લંબાઈ-પહોળાઇ તથા ઊંચાઈ ધરાવતું ‘શ્રીયંત્ર’માં અંબાના ધામમાં અર્પણ કરાશે.

    કેવું હશે વિશ્વનું સહુથી મોટું ‘શ્રીયંત્ર’

    જય ભોલે ગ્રુપના સંચાલક દીપેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આ શ્રીયંત્ર વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેમને વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવાનો વિચાર ડોલાશ્રમ ગયા ત્યારે આવ્યો હતો. આ શ્રીયંત્ર સાડા ચાર ફૂટની લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ સાથે 2200 કિલો વજનનું હશે અને તેને તાંબું, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદી એમ પંચધાતુમાંથી બનાવવામાં આવશે. 25 જેટલા કારીગરો દ્વારા બની રહેલા આ શ્રીયંત્ર બનાવવા પાછળ લગભગ 1 કરોડ જજેટલો ખર્ચ આવશે. આ યંત્રની સ્થાપના બાદ અંબાજી ધામ વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર ધરાવતું મંદિર બનશે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિશ્વનું સૌથી મોટું ‘શ્રીયંત્ર’ ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે.

    - Advertisement -

    અંબાજીમાં સહુથી મોટું શ્રીયંત્ર સ્થાપવાની પ્રેરણા ક્યાંથી મળી?

    આ વિશે માહિતી આપતા દીપેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પરિવાર સાથે ઉત્તરાખંડના ડોલાશ્રમની મુલાકાત લીધી ત્યારે તેમણે ત્યાં વિશ્વનું સૌથી મોટું ‘શ્રીયંત્ર’ જોયું. જેના દર્શન વખતે જ તેમને આવું જ ‘શ્રીયંત્ર’ અંબાજી ખાતે મા અંબાને અર્પણ કરવાની અંત: સ્ફુરણા થઈ. આ સિવાય તેઓ જોગુલંબા મંદિર, અમરાવતી, તેલંગાણા દર્શન કરવા માટે ગયો ત્યારે ત્યાં પણ તેમણે પૌરાણિક શ્રીયંત્ર જોયા હતા. જે બાદ તેમણે પોતાનો વિચાર તેમના ગ્રુપના સભ્યોને કરી અને અને ત્યારબાદ આખા ગ્રુપ તરફથી આ ‘શ્રીયંત્ર’નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં