Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: સાન્ટાક્લોઝના વેશમાં મિશનરીનો પ્રચાર? લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ ‘સાન્ટાએ’ પણ ‘જય...

    અમદાવાદ: સાન્ટાક્લોઝના વેશમાં મિશનરીનો પ્રચાર? લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ ‘સાન્ટાએ’ પણ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા

    મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘટનાના અમુક વિડીયો વાયરલ થયા છે, જેમાં લોકો ‘સાન્ટાક્લોઝ’ બનીને ફરતા લોકોને મેથીપાક આપતા જોઈ શકાય છે.

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં ચાલતા ‘કાંકરિયા કાર્નિવલ’માં ‘સાન્ટાક્લોઝ’ બનીને ફરતા કેટલાક લોકો હિંદુ સંગઠનોના હાથે ચડી ગયા હતા. લોકોએ આ ‘સાન્ટાક્લોઝ’ના વેશમાં ફરનારાઓને મેથીપાક પણ ચખાડ્યો હતો અને તેમની પ્રવૃતિઓ બંધ કરવા માટે કહ્યું હતું. જોકે, પછીથી ‘સાન્ટા’ના વેશમાં ફરતો વ્યક્તિ પણ ‘જય શ્રીરામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવવા માંડ્યો હતો. 

    ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર 2022) સાંજે અમદાવાદ કાંકરિયા કાર્નિવલના સ્થળે બની હતી. હિંદુ સંગઠનોએ સાન્ટાક્લોઝ બનીને ફરતા આ લોકો ઉપર ધર્માંતરણ પ્રવૃત્તિઓ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા દિવસોથી આ લોકો આવા પોશાક પહેરીને ધર્મના પ્રચાર માટે મિશનરીના પુસ્તકો વહેંચી રહ્યા હતા. સંગઠનોને જાણ થતાં જ તેઓ સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ બોલાચાલી થઇ હતી અને તે મારઝૂડમાં પરિણમી હતી. દરમ્યાન, કેટલાક લોકોએ ‘સાન્ટાક્લોઝ’ના વેશમાં ફરનારાઓ સાથે ધોલધપાટ પણ કરી હતી. 

    મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘટનાના અમુક વિડીયો વાયરલ થયા છે, જેમાં લોકો ‘સાન્ટાક્લોઝ’ બનીને ફરતા લોકોને મેથીપાક આપતા જોઈ શકાય છે. વિડીયોમાં લોકો કહી રહ્યા છે કે, તમે લોકોના માઈન્ડવૉશ કરી રહ્યા છો અને ચર્ચમાં જઈને તમારા ધર્મનો ફેલાવો કરો. વિડીયોમાં એવું પણ સંભળાય છે કે કાર્નિવલ શરૂ થયો ત્યારથી મિશનરીઓ અહીં આવીને ક્રિશ્ચ્યનિટીનો પ્રચાર કરી રહી છે. 

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તાએ આ મામલે અખબાર દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ચાર દિવસથી કાંકરિયા કાર્નિવલના ગેટ પાસે કેટલાક લોકો ‘સાન્ટાક્લોઝ’ના વેશમાં ફરીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતાં પુસ્તકો વહેંચીને ખ્રિસ્તી ધર્મ વિશે સમજાવીને ધર્માંતરણની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા. આ બાબતની જાણ થતાં જ વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પહોંચ્યા હતા અને સરકારી કાર્યક્રમ દરમિયાન ચાલતી ધર્મપરિવર્તનની પ્રવૃતિઓને બંધ કરાવી હતી. 

    લોકોએ ગુસ્સે થઈને મેથીપાક આપ્યા બાદ સાન્ટાક્લોઝ બનેલા એક વ્યક્તિએ હિંદુ સંગઠનોના અન્ય લોકો સાથે ‘જય શ્રીરામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. એક વિડીયોમાં જોવા મળે છે કે કઈ રીતે અન્ય લોકો સાથે ‘સાન્ટાક્લોઝ’ બનીને ફરતો વ્યક્તિ પણ ‘જય શ્રીરામ’ના નારા લગાવી રહ્યો છે. 

    કાંકરિયા કાર્નિવલ અમદાવાદના પ્રસિદ્ધ કાંકરિયા લેક ખાતે દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં યોજવામાં આવે છે. જેનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા કરે છે. આ વર્ષે ગત 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં