Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે સુરક્ષા તંત્ર સજ્જ, 15000 જવાનોએ કર્યું...

    અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે સુરક્ષા તંત્ર સજ્જ, 15000 જવાનોએ કર્યું માસ રિહર્સલ, પ્રથમ વખત થશે એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ

    જો રથયાત્રા રૂટ પર પોલીસ સિવાયના કોઇપણ ડ્રોન ઉડશે તો તેને આ ગનની મદદથી નીચે પાડી કબજે કરવામાં આવશે.

    - Advertisement -

    આવતા મંગળવારે (20 જૂન, 2023) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે ત્યારે શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થાય એ હેતુથી પોલીસતંત્રની સજ્જતાની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં પહેલી વખત 3ડી મેપિંગ અને એન્ટી-ડ્રોન ગન સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત રાજ્યભરમાં નીકળનાર 198 જેટલી રથયાત્રાઓ સૌહાર્દભર્યા માહોલમાં નીકળે એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા હતા. તો સોશિયલ મીડિયા દ્વારા રથયાત્રાને લગતી કોઈ અફવા ન ફેલાય એ માટે પણ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંચને સતર્ક રહેવાની તાકીદ કરી હતી. અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈને દરેક રૂટ પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રા પૂર્વે શહેર પોલીસ કમિશ્નરે સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, 15000 જવાનોનું માસ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

    250 ધાબા પોઈન્ટ અને 25 વૉચ ટાવર ઊભા કરવામાં આવ્યા

    અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 101 જેટલા ટ્રક જોડાશે અને આ ટ્રકોમાં GPS લગાવવામાં આવશે તેમજ દરેક ટ્રકમાં પોલીસના 4 જવાન તહેનાત રહેશે. રથયાત્રામાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ, પેરા મિલિટરી ફોર્સ સહિત કુલ 26,091 કર્મીઓ તહેનાત રહેવાના છે. અહેવાલ મુજબ, રથયાત્રા દરમિયાન 45 જેટલા સંવેદનશીલ લોકેશન પરથી સીસીટીવી કેમેરા દ્વારા વૉચ રાખવામાં આવશે. 250 ધાબા પોઈન્ટ અને 25 વૉચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 2322 બોડીવોર્ન કેમેરા સાથે જવાનો તૈયાર રહેશે અને યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV, GPS સિસ્ટમ લગાવવામાં આવશે. પહેલીવાર રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર એલ્યુમિનિયમ પ્લેટ પણ લગાવવામાં આવી છે.

    - Advertisement -

    રથયાત્રામાં પ્રથમ વખત થશે એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ

    આ વર્ષે રથયાત્રામાં કડક નિગરાની રાખવા માટે પહેલી વાર 3ડી મેપિંગ અને એન્ટી ડ્રોન ગન જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઈ અનધિકૃત ડ્રોનનો ઉપયોગ ન કરે એ માટે એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. જો રથયાત્રા રૂટ પર પોલીસ સિવાયના કોઇપણ ડ્રોન ઉડશે તો તેને આ ગનની મદદથી નીચે પાડી કબજે કરવામાં આવશે. રથયાત્રાના રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજિક પોઈન્ટ સહિતના સ્થળો પર 3ડી મેપિંગથી નજર રાખવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં