Monday, September 16, 2024
More
    હોમપેજગુજરાત10 હજાર નવા મકાનો, 5 આઇકોનિક રોડ, સિટી સ્કેવર...: AMCએ રજુ કર્યું...

    10 હજાર નવા મકાનો, 5 આઇકોનિક રોડ, સિટી સ્કેવર…: AMCએ રજુ કર્યું કુલ ₹10,801 કરોડ રૂપિયાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ

    AMCએ રજુ કરેલા બજેટમાં ₹135 કરોડના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ₹790 કરોડના ખર્ચે 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ સાથે કુલ 400 કિમીનો રોડ તૈયાર કરવામાં આવશે.

    - Advertisement -

    અમદાવાદ શહેરનું વર્ષ 2024-25નું કુલ ₹10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસને ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. ગયા વર્ષે આ બજેટ ₹8400 કરોડ હતું જેમાં આ વર્ષે ₹2401 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. AMCએ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ માટે પાંચ મહત્વની બાબતોને કેન્દ્રમાં રાખી છે. જેમાં વિકસિત અમદાવાદ 2047, નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમી, લીવેબલ અને હેપ્પી સિટી આ પાંચ બાબતોનો સમાવેશ થાય છે.

    AMCએ આ રજુ કરેલા બજેટમાં વિવિધ યોજનાઓ અને નવા વિકાસ કાર્યોની જાહેરાત કરી છે. AMCએ રજુ કરેલા બજેટમાં ₹135 કરોડના ખર્ચે 5 આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ₹790 કરોડના ખર્ચે 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ સાથે કુલ 400 કિમીનો રોડ તૈયાર કરવામાં આવશે. AMC સિંધુભવન રોડ પર કુલ ₹125 કરોડના ખર્ચે સિટી સ્કેવર પણ બનાવશે. જેમાં ફૂડ કોર્ટ, સેન્ટ્રલ કોર્ટ, થીયેટર, ફાઉન્ટેન, પ્લાન્ટેશન અને સ્કાઈ લાઈટ્સ હશે. ₹15 કરોડના ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાજુના રોડ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે.

    બજેટમાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે મહિલાઓને 300 ઈ-રીક્ષાઓ આપવા આવશે, દરેક ઝોનમા વુમન જીમ્નેશીયમ બનાવવા,વર્કીંગ વિમેન માટે હોસ્ટેલ બનાવવા સહિત વિવિધ આયોજનની જોગવાઇ કરાઇ છે. તેમજ ઓલિમ્પિક-2036ને ધ્યાને લઈ ₹5 કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન બનાવાશે. 

    - Advertisement -

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રજુ કરેલા બજેટ અનુસાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કુલ ₹5 કરોડના ખર્ચે 40 જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. સ્માર્ટ પાર્કિંગને એપ સાથે કનેક્ટ કરી મેપ અને ડિજીટલ પેમેન્ટની સુવિધા પણ ઉપલભ્ધ કરવામાં આવશે. આ સાથે કુલ ₹1000 હજાર કરોડના ખર્ચે રીવરફ્રંટ ફેઝ-3નું કાર્ય શરૂ કરવામાં આવશે, તેમજ ₹1230 કરોડના ખર્ચે 15.65 કિમી લાંબી ખારીકટ કેનાલ ફેઝ-2 નું કામ કરાશે. 

    AMC દ્વારા ₹70 કરોડના ખર્ચે ઇન્ડોર-આઉટડોર ગેમ્સ માટે 7 મીની સ્પોર્ટ્સ ક્લબ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત લો ગાર્ડનનો વિકાસ કરવામાં આવશે, સ્ટ્રીટ લાઈટ અને ગાર્ડનની લાઈટને સોલાર એનર્જીથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક ચાર્જીંગ માટે 50 નવા ચાર્જીંગ પોઈન્ટ મુકવામાં આવશે.

    AMC આ વખતે કુલ 200 આંગણવાડીઓ, 10 કોમ્યુનીટી હોલ, 15 પાર્ટી પ્લોટ, 10 નવા સ્નાનાંગાર બનાવશે. આ સાથે 18 પ્રાથમિક શાળાઓનું નવીનીકરણ પણ કરશે. આ ઉપરાંત ₹45 કરોડના ખર્ચે ઓઢવ ખાતે ફાયર બ્રિગેડ સ્ટેશન, સ્ટાફ ક્વોટર, અને વોર્ડ ઓફીસ બનાવવામાં આવશે.આ ઉપરાંત AMC શહેરમાં કુલ ₹250 કરોડના ખર્ચે ઝુપડપટ્ટીના પુન:વસન અંતર્ગત કુલ 10000 નવા આવાસ મકાનોનું નિર્માણ કરશે.

    આ ઉપરાંત AMCએ આ વર્ષના બજેટમાં AIને પણ સામેલ કર્યું છે. AMC AI સેલની સ્થાપના કરશે, જેમાં મોબાઈલ ફોન, ડેસ કેમેરા, ડ્રોન, જેવા વિવિધ ઉપકરણોથી શહેરનું મોનીટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ, HRMS જેવા મોડ્યુલમાં પણ AIનો ઉપયોગ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં