હમણાં હમણાં ઘણા એવા વિડીયો સામે આવ્યા છે જેમાં હિંદુ યુવાનો સાથે વાત કરવા બદલ મુસ્લિમ યુવતીઓને તેમના જ સમુદાયના યુવાનો/પુરુષો દ્વારા પીછો કરીને હેરાન કરવામાં આવી હોય. હવે આવો જ એક વિડીયો અમદાવાદના મુસ્લિમબહુલ જુહાપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં હિંદુ યુવક સાથે વાત કરવા બદલ મુસ્લિમ યુવકો તેને હેરાન કરી રહ્યા છે.
વાઇરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પહેલા અમુક મુસ્લિમ યુવાનો સ્કૂટી પર એક યુવકની પાછળ બેસીને જઈ રહેલી એક યુવતીનો પીછો કરે છે. બાદમાં આગળ જઈને તેને એકલામાં રોકીને તેની સાથે અયોગ્ય વર્તન કરે છે.
यह घटना अहमदाबाद जुहापुरा 100 फीत रोड अंबर टावर देख लो अपने मुसलमानों की लड़कियों इनको समझाने पर देखो इनके कैसे इनकी गैरत भी नहीं जाती pic.twitter.com/Pv98WH7WbA
— Mohammad Firozalam Mohammad Samsher (@Mohamma06203448) April 28, 2023
જે પ્રમાણે વિડીયોમાં જોઈ શકાય છે અને સાથે જ મોહમ્મદ ફિરોઝાલમ સમશેર ( @Mohamma06203448 ) એ પણ પોતાની ટ્વીટમાં લખ્યું છે એમ આ ઘટના અમદાવાદના મુસ્લિમબહુલ જુહાપુરા ખાતેના 100 ફૂટ રિંગરોડ ખાતે આવેલ અંબર ટાવર પાસેની છે.
વિડીયોમાં સાંભળી શકાય છે તેમ મુસ્લિમ યુવકો રસ્તામાં એકલી જતી આ મુસ્લિમ યુવતીને આંતરીને ઉભી રાખે છે અને તેની સાથે ખુબ જ ઊંચા સ્વરમાં વાતો કરે છે. યુવક તેને તેનું નામ, પિતાનું નામ અને સરનામું પૂછે છે, તો યુવતી ખુબ શાંતિપૂર્વક તેને જવાબ આપે છે.
બાદમાં તે યુવક અસભય ભાષામાં તેને કહે છે કે હિંદુ યુવકની ગાડી પાછળ તે કેમ બેસી હતી અને તેને ગળે કેમ મળી હતી. ત્યારે યુવતી તેમને જવાબ આપે છે કે તે તેનો શાળાનો મિત્ર છે. મિત્રને ગળે મળી એમાં શું થઇ ગયું?
જે બાદ મુસ્લિમ યુવક ગંદી ગંદી ગાળો આપીને કહે છે કે, “કાફિર સાથે ફરે છે આટલા બધાં મુસલમાન છે તો પણ! તારા જેવાઓના લીધે બીજી મુસ્લિમ છોકરીએ બગડે છે.” જે બાદ તે મુસ્લિમ યુવક એવી પણ ધમકી આપે છે કે, “હું એ હિંદુ યુવકને ચીરી કાઢું એટલો ગુસ્સો મને આવ્યો.”
આ વિડીયો 28 એપ્રિલથી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વિડીયો સાથે પોતાના વિચારો પણ મૂકી રહ્યા છે. મોટાભાગના લોકો જે રીતે મુસ્લિમ યુવકો તે મુસ્લિમ યુવતીને છંછેડી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે તેની નિંદા કરી રહ્યા છે.
ઑપઇન્ડિયા આ વિડીયો ક્યારનો છે એ બાબતે કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું.
નેટિઝન્સ શું કહી રહ્યા છે આ વિડીયો બાબતે?
પત્રકાર વિજય ગજેરાએ આ વિડીયો સાથે RJ સાયેમા અને પત્રકાર આરફા ખાનુનને મેનશન કરીને લખ્યું છે કે, “હેલો @_sayema @khanumarfa કૃપા કરીને આ છોકરી માટે બોલો. બિન-મુસ્લિમ મિત્ર હોવાને કારણે તેને હેરાન કરવામાં આવી હતી! તમે પૃષ્ઠભૂમિમાંથી અવાજો પણ સાંભળી શકો છો જે આ છોકરી પર શારીરિક હુમલાની હિમાયત કરે છે. તમે પણ જાણી શકો છો કે આ વ્યક્તિ નકલી માહિતી ક્યાંથી મેળવે છે!”
Hello @_sayema @khanumarfa please speak up for this girl.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) April 29, 2023
She was harassed just because of having a non-Muslim friend!
You can also hear voices from the background which advocate physical attacks on this girl.
You can also learn from where this guy gets fake information! pic.twitter.com/QFk7E9AOL3
@warriorbeast73 નામના ટ્વીટર આઈડીએ અમદાવાદ પોલીસ અને ગુજરાતના DGP સહિતના લોકોને ટેગ કરીને લખ્યું કે, “હિજાબ પહેરેલી મુસ્લિમ યુવતીને હિંદુ પુરુષ સાથે દોસ્તી કરવા માટે મુસ્લિમ યુવકો દ્વારા ઉત્પીડન અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. (વિશાલા રોડ, જુહાપુરા, અમદાવાદ.)”
Hijab clad Muslim girl harassed and abused by Muslim youths for befriending Hindu man.
— warrior beast (@warriorbeast73) April 29, 2023
(Visala road,jahapura,ahamdabad.)@erbmjha @AhmedabadPolice @dgpgujarat @swati_gs #bhagwalovetrap pic.twitter.com/vhly9WWP5v
@BefittingFacts નામના ટ્વીટર એકાઉન્ટ સ્પષ્ટ જવાબ આપવા જેટલી હિંમત બતાવવા બદલ મુસ્લિમ યુવતીને શાબાશી આપતા લખ્યું કે, “એક હિજાબી છોકરીનો તેના જ સમુદાયના માણસો દ્વારા તેના શાળાના મિત્ર સાથે વાત કરવા બદલ પજવણી અને પીછો કરવામાં આવતો હોવાનો બીજો વીડિયો. છોકરી બહાદુર નીકળી”
Another video of a Hijabi girl being harassed and stalked by man of her own community for talking to his school friend. Girl turned out to be brave 💪🏻
— Facts (@BefittingFacts) April 29, 2023
cc @FeminismInIndia @_sayema pic.twitter.com/W2Uyqvk7Mz
ટ્વીટર પર @heintrepid_ એ વીડિયોના થોડા અંશ સાથે લખ્યું કે, “‘તમે હિંદુ માણસને કેમ ગળે લગાડે છે?’ ‘તે ક્લાસમેટ છે, અમે મિત્રો છીએ’ અન્ય મુસ્લિમ છોકરીને તેના જ સમુદાયના લોકો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી”
'Why you're Hugging Hindu Man?'
— THE INTREPID 🇮🇳 (@Theintrepid_) April 29, 2023
'He is classmate, We're Friends'
Another Muslim girl bullied by her own community ppl pic.twitter.com/t555AVXJms
મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવકને ચીરી કાઢવાની ધમકીને ટાંકીને @dramitmanohar એ લખ્યું, “તાત્કાલિક! ઇસ્લામવાદીઓ અમદાવાદના જુહાપુરામાં હિંદુ છોકરાની હત્યા કરવાની ધમકી આપી રહ્યા છે.”
URGENT ⚠️#Islamists are threatening to murder a #Hindu boy in #Juhapura, #Ahmedabad.
— DR. AMIT MANOHAR (@dramitmanohar) April 29, 2023
Request to retweet this max 👇🏼https://t.co/LrU0oS1NRD
@Aalap79 નામના ટ્વીટર યુઝરે પોલીસથી લઈને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના અધિકરીઓને ટાંકીને પૂછ્યું કે, “જુહાપુરા માં આ મુજબની ગુંડા સ્વીકાર્ય છે? મહિલાઓ ઉપર અત્યાચારની ગણતરી કરીને કાયદેસરને કાર્યવાહી કેમ ના કરવી જોઈએ?”
@AhmedabadPolice @dgpgujarat @sanghaviharsh @GujaratPolice જુહાપુરા માં આ મુજબની ગુંડા સ્વીકાર્ય છે? મહિલાઓ ઉપર અત્યાચાર ની ગણતરી કરીને કાયદેસરને કાર્યવાહી કેમ ના કરવી જોઈએ? @sharmarekha @NCWIndia @OpIndia_G https://t.co/e0EbvGCtGX
— આલાપ શુક્લ (@Aalap79) April 29, 2023
નોંધનીય છે કે તાજેતરમાં દેશના જુદા જુદા ભાગોમાંથી આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં મુસ્લિમ યુવાકો આવી મુસ્લિમ યુવતીઓને નિશાન બનાવતા હોય છે કે જે હિંદુ યુવકો સાથે મિત્રતા રાખે છે.
16 એપ્રિલના રોજ આવી જ રીતે મધ્યપ્રદેશના ખંડવામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના હંગામાને કારણે સાંપ્રદાયિક તણાવની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટીતંત્રે કલમ 144 લગાવવી પડી. મુસ્લિમ યુવતીએ ચાના કેફેમાં હિંદુ યુવકો સાથે જ્યુસ પીતાં હંગામો શરૂ થયો હતો. મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો કેફેમાં પહોંચ્યા અને હંગામો મચાવ્યો. યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું. હિંદુ છોકરાઓને માર મારવામાં આવ્યો હતો અને અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં યુવતીને હિંદુ છોકરાઓ સામે છેડતીનો કેસ નોંધાવવાની ફરજ પડી હતી. પોલીસ સ્ટેશન પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.