Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ!: ગૃહમાતાએ છાત્રાલયમાંથી કાઢી નાખવાની આપી...

    ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ!: ગૃહમાતાએ છાત્રાલયમાંથી કાઢી નાખવાની આપી ધમકી, કુલપતિએ હાથ કર્યા અધ્ધર

    શરૂઆતમાં તો નવા સત્તાધીશોએ ગરબાના આયોજન પર જ રોક લગાવી દીધી હતી. જોકે, આ મુદ્દે વિવાદ વધુ વકરે તે પહેલાં જ ગરબા માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓને ગરબા રમવા જેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -

    મા આદ્યશક્તિના પવિત્ર પર્વ એવા નવરાત્રિની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. રાજ્યની ઘણી શાળાઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની આસ્થા અને ઉત્સાહને ધ્યાને લઈને ગરબા કાર્યક્રમો યોજાતા હોય છે. તેવામાં અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં (Gujarat Vidyapith) વિદ્યાર્થીનીઓને ગરબા રમવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીનીમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. સાથે જ વિદ્યાર્થિનીઓને ગૃહમાતા દ્વારા છાત્રાલયમાંથી કાઢી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે.

    અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠ અવારનવાર વિવાદોમાં સપડાતી રહે છે. જ્યારે હિંદુઓના પવિત્ર તહેવાર ગણાતા નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવાને લઈને પણ વિદ્યાપીઠે નવો વિવાદ ઊભો કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રિ મહોત્સવને લઈને નવા સત્તાધીશોએ વિવાદ સર્જ્યો છે. વિદ્યાપીઠ પરિસરમાં 50 વર્ષથી યોજાનાર ગરબા મહોત્સવમાં આ વખતે વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થિનીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે.

    શરૂઆતમાં તો નવા સત્તાધીશોએ ગરબાના આયોજન પર જ રોક લગાવી દીધી હતી. જોકે, આ મુદ્દે વિવાદ વધુ વકરે તે પહેલાં જ ગરબા માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓને ગરબા રમવા જેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ગૃહમાતાએ છાત્રાલયમાંથી કાઢી નાખવાની આપી ધમકી

    ગરબા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ મૂકાતા વિરોધ થયો હતો. ત્યારબાદ ગૃહમાતાએ એવી ધમકી આપી હતી કે ગુજરાત વિદ્યાપીઠ વહીવટી તંત્રના નિર્ણયનો જો કોઈ વિદ્યાર્થીની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવશે. જે બાદ આ અંગે વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ રજૂઆત કરાઈ હતી. પણ અધ્યક્ષોએ પણ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નહીં અને મૌન સેવ્યું હતું. એક અધ્યાપિકા વિદ્યાર્થીનીઓની પડખે ઊભા રહ્યા હતા જ્યારે તે સિવાયની તમામ ફેકલ્ટી મૌન રહી હતી.

    આ મુદ્દે મને કોઈ જાણ નથી: કુલપતિ

    અનેક વિવાદોમાં સપડાયેલી ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકે પણ આ મામલે હાથ અધ્ધર કરી દીધા છે. વિદ્યાર્થિનીઓએ જ્યારે કુલપતિને આ અંગે ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે, આ મુદ્દે મને કોઈ જાણ નથી. સત્તાધીશોએ કહ્યું કે આ અંગેનું આયોજન કમિટી દ્વારા થતું હોવાથી તેમને કોઈ જાણકારી નથી. જ્યારે વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ કુલનાયક દ્વારા સૌપ્રથમ ગરબાનું આયોજન જ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. કન્યા છાત્રાલયના ગૃહમાતા રીટાબેન પટેલને આ વિશે પૂછતાં તેમણે પણ ‘મને આ વિશે કોઈ જાણ નથી, વાઈસ ચાન્સલરને પૂછો’ તેવું કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં