Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામ નામ જપઃ અમદાવાદની દિકરી અમેરિકામાં બની જજ 

    રામ નામ જપઃ અમદાવાદની દિકરી અમેરિકામાં બની જજ 

    મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જાનકી શ્રી રામ દરબાર પરિવાર માંથી આવે છે તેઓનુ બાળપણ મુઝફ્ફરનગરમાં જ વિત્યુ હતું પંરતુ ઈ.સ.૧૯૯૫માં તેમનો પરિવાર અમદાવાદ, ગુજરાત આવી ગયો હતો માટે જાનકીનું ધોરણ ૦૮ બાદનુ ભણતર અમદાવાદમાં થયું હતું. 

    - Advertisement -

    ભારતીયોનુ નામ વિશ્વમાં આદરથી લેવાય છે કારણ કે ભારતીયો જે પણ દેશમાં જાય છે ત્યા તેઓ જે તે દેશની પ્રગતિના વાહક બને છે. ત્યાની સંસ્કૃતિમાં ભળી જતા હોય છે પરંતુ સાથે સાથે ભારતીય સંસ્કૃતિનું પણ વહન કરતા હોય છે. તેવી જ એક સફળતા ભારતની એક દિકરીએ મેળવી છે. અમદાવાદની એક દીકરી અમેરિકામાં જજ બની છે. 

    મૂળ ઉત્તર પ્રદેશની જાનકી વિશ્વનોહન શર્મા જેણે અમેરિકામાં સાતમાં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ તરીકે સપથ લીધા છે. દેશથી દુર હોવા છતા દેશની સંસ્કૃતિને પોતાના દિલમાં રાખવા વાળા જાનકીએ સપથ લેતી વખતે હાથમાં રામ ચરિત માનસ રાખી હતી. 

    મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જાનકી શ્રી રામ દરબાર પરિવાર માંથી આવે છે તેઓનુ બાળપણ મુઝફ્ફરનગરમાં જ વિત્યુ હતું પંરતુ ઈ.સ.૧૯૯૫માં તેમનો પરિવાર અમદાવાદ, ગુજરાત આવી ગયો હતો માટે જાનકીનું ધોરણ ૦૮ બાદનુ ભણતર અમદાવાદમાં થયું હતું. 

    - Advertisement -

    એક મિડીયા રિપોર્ટ અનુસાર જાનકીના ભાઈએ જણાવ્યું હતું કે “શ્રી રામ દરબાર પરિવારમાં અમારો જન્મ થયો છે. મારા દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી ઈ.સ. ૧૯૯૩થી જ રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે એક વિશેષ લગાવ હોવાથી જ રામાયણ પર હાથ રાખી સપથ લીધા.”

    વધુમાં તેમના ભાઈએ કહ્યું હતું કે “જ્યારે મારી બહેન જજ તરીકે સપશ લેતી હતી ત્યારે અમારા ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. આ ગૌરવની ક્ષણ ફક્ત અમારા પરિવારની નહી પરંતુ સમગ્ર ગુજરાતની અને ભારત દેશને સમર્પિત છે. જાનકી હવે ફક્ત અમારા પરિવારની જ દિકરી નહી પરંતુ હવે તે આખા ભારતની દિકરી છે.”

    ભારતીયો હંમેશા પોતાના બળ પર અને મહેનત કરી વિદેશોમાં ઉચ્ચ આસનો પર બેઠા છે તે પછી અવકાશયાત્રી કલ્પના ચાવલા હોય, સુનિતા વિલિયમ્સ હોય કે ગૂગલના સીઇઑ સત્ય નડેલા હોય આવા અસંખ્ય ઉદાહરણો છે. અમદાવાદની દીકરી જાનકીએ અમેરિકામાં જજ બનીને ભારતના મુકટમાં એક વધુ છોગું ઉમેર્યું છે. ભારતના ગૌરવ સાથે સાથે સ્ત્રી સશક્તિકરણનું પણ ઉદાહરણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં