Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમઅમદાવાદ: દાણીલીમડામાં રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપસર પોલીસને સોંપાયેલા મુસ્લિમ સગીરો સામે FIR- ઑપઇન્ડિયા...

    અમદાવાદ: દાણીલીમડામાં રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપસર પોલીસને સોંપાયેલા મુસ્લિમ સગીરો સામે FIR- ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ

    દાણીલીમડા પોલીસે ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કાર્યવાહીની પુષ્ટિ કરી. હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -

    અમદાવાદના (Ahmedabad) દાણીલીમડામાં શુક્રવારે (4 ઑક્ટોબર) બે મુસ્લિમ સમુદાયના સગીરોને રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપસર પોલીસને સોંપવામાં આવ્યા હતા. સ્થાનિકોએ બંનેને એક પોટલામાં પતંગ લઈ જતા પકડ્યા હતા અને આ માટે જે કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે રાષ્ટ્રધ્વજ (National Flag) હતો. પોલીસે હવે બંને સામે FIR દાખલ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

    દાણીલીમડા પોલીસે ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન કાર્યવાહીની પુષ્ટિ કરી હતી. PI GJ રાવતે જણાવ્યું કે, બંને સગીરો સામે FIR દાખલ કરવામાં આવી છે અને હાલ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, બંને વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટૂ નેશનલ ઑનર એક્ટ 1971’ની કલમ 2 (ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 54 (ગુનો બન્યા સમયે દુષ્પ્રેરક તરીકે હાજરી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સગીર વયના છે.

    - Advertisement -

    ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાત્રે દાણીલીમડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક સફેદ કલરની એક્ટિવા પર બે વ્યક્તિઓને જતા જોયા હતા, જેમણે રાષ્ટ્રધ્વજ જેવા કલરનો દુપટ્ટો બનાવીને તેમાં પતંગનો જથ્થો બાંધી રાખ્યો હતો. તેમણે પૂછપરછ કરતાં બંને ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ તેમણે પીછો કરતાં થોડે આગળ જઈને મંગળ વિકાસ ચાર રસ્તા પાસે જઈને બંનેનું પોટલું મોપેડ પરથી પડી ગયું હતું. 

    ત્યારબાદ રોકીને જોતાં તેમાં લગભગ આઠેક જેટલા રાષ્ટ્રધ્વજને સિલાઈ કરીને જોડીને પોટલું બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ આ રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક કઢાવી લીધા હતા અને બંને આરોપીઓને લઈ જઈને પોલીસને સોંપી દીધા હતા. 

    સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા હતા

    આ મામલો શુક્રવારે (4 ઑક્ટોબર) રાત્રે સામે આવ્યો હતો. અહીં સ્થાનિકોએ 2 સગીરોને રાષ્ટ્રધ્વજને પતંગ ફરતે વીંટાળીને ફરતા ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંનેને પોલીસને સોંપી દેવામાં આવ્યા. ઘટનાના અમુક ફોટો-વિડીયો પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    વિડિયોમાં બંને એક બાઇક પર જતા જોવા મળે છે. જેમાં પાછળ બેઠેલા વ્યક્તિએ હાથમાં એક પોટલું પકડ્યું છે, જેમાં પતંગ દેખાય છે. આ પોટલું બાંધવા માટે જે કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રાષ્ટ્રધ્વજ હોવાનું સ્પષ્ટ જણાય છે. કેસરી, સફેદ અને લીલા રંગો અને વચ્ચે અશોકચક્ર પણ સ્પષ્ટ જોવા મળે છે. 

    બંનેને દાણીલીમડાના મંગળવિકાસ પોલીસલાઇન ચાર રસ્તા પાસે જાગૃત નાગરિકોએ પકડી લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કેમ કર્યો તેમ પૂછવા પર બંનેએ કહ્યું હતું કે, તેમને બીજું કોઈ કપડું ન મળ્યું. ત્યાં સુધીમાં સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેઓ પછીથી બંનેને પોલીસ મથકે લઈ ગયા હતા. 

    AIMIM અને કોંગ્રેસના નેતાઓ દોડી આવ્યા પોલીસ મથકે

    સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, રાષ્ટ્રધ્વજના અપમાનના આરોપસર બે મુસ્લિમ સગીરોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા બાદ સ્થાનિક AIMIM અને કોંગ્રેસના નેતાઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ટોળું એકઠું થઈ ગયું હતું. જોકે, પોલીસે સમયસૂચકતા વાપરી હોવાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો. ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કરવાની કાયદેસર કાર્યવાહી પણ આરંભી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં