Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંતે જમાલપુરની માથાભારે ખંડણીખોર જમીલા મેનપુરવાલા ગેંગની ધરપકડ: એક મહિનાથી હતી ફરાર,...

    અંતે જમાલપુરની માથાભારે ખંડણીખોર જમીલા મેનપુરવાલા ગેંગની ધરપકડ: એક મહિનાથી હતી ફરાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચથી ઝડપી પાડી

    અત્યાર સુધીમાં 20 લોકો સામે આવ્યા છે, જેમની પાસેથી જમીલાએ ધાકધમકી અને ડર બતાવીને લાખો રૂપિયા પડાવી લીધા છે. અહેવાલમાં તેમ પણ જણાવાયું છે કે જમીલા મેનપુરવાલા ગેંગે આ રીતે જ એક કરોડથી પણ વધુની રકમ ભેગી કરી લીધી છે.

    - Advertisement -

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જમાલપુરની ખંડણીખોર જમીલા મેનપુરવાલા ગેંગને ભરૂચથી ઝડપી પાડી છે. મહિલા સંચાલિત આ ગેંગે છેલ્લા કેટલાક સમયથી જમાલપુર અને આસપાસના વિસ્તારોમાં ખંડણીઓ ઉઘરાવીને તરખાટ મચાવ્યો હતો. માથાભારે છાપ ધરાવતી જમીલા મેનપુરવાલા નામની મહિલા આ ગેંગની સરદાર છે. આ ગેંગના સભ્યો બીજું કોઈ નહીં પણ જમીલાના 2 છોકરા અને 1 છોકરી છે.

    મળતી માહિતી અનુસાર, ખંડણીખોર જમીલા મેનપુરવાલા ગેંગ જમાલપુરમાં બિલ્ડરો, વેપારીઓ અને નવા મકાનના બાંધકામ કરનારા લોકો પાસેથી ધાકધમકીઓ આપીને લાખો રૂપિયા ઉઘરાવી ચૂકી છે. આ ગેંગનો ખોફ એવો હતો કે પીડિત લોકો ફરિયાદ કરતા પણ ડરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખંડણીથી ત્રાસેલા કેટલાક લોકોએ ફરિયાદ દાખલ કરાવતા આ ગેંગ અમદાવાદ છોડીને ભાગી ગઈ હતી. તાજેતરમાં જ જમીલાએ તેના પરિવાર સાથે મળીને પોતાના ઘરનું રિનોવેશન કરનાર એક યુવક પાસેથી 2 લાખની ખંડણી માંગી હતી.

    ધ પાવર ઓફ ટ્રુથે આપેલા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 20 લોકો સામે આવ્યા છે, જેમની પાસેથી જમીલાએ ધાકધમકી અને ડર બતાવીને લાખો રૂપિયા પડાવી લીધા છે. અહેવાલમાં તેમ પણ જણાવાયું છે કે જમીલા મેનપુરવાલા ગેંગે આ રીતે જ એક કરોડથી પણ વધુની રકમ ભેગી કરી લીધી છે. તાજેતરમાં જ જમાલપુરમાં રહેતા એક યુવકે પોતાના જુના મકાનને રિનોવેટ કરવાનું કામ શરુ કર્યું હતું. આ દરમિયાન જમીલા મેનપુરવાલા અને તેના દીકરા સોહેલે ‘કિસકી પરમીશન લે કે તુને એ કામ ચાલુ કિયા, હમારે ઇલાકે મેં કામ કરના હૈ તો હપ્તા દેના પડેગા. વરના તુમ્હારા કામ નહીં હોને દેંગે’ કહીને 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ યુવકે તે સમયે ગેંગને 25 હજાર રૂપિયા આપી દીધા હતા. પણ ત્યારપછી પણ જમીલાએ તેની દીકરી મિસ્બાહ અને દીકરા વસીમ સાથે મળીને ટુકડે-ટુકડે 1 લાખ 38 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

    - Advertisement -

    આ દરમિયાન ખંડણીખોર ગેંગે મકાન બનાવનાર યુવકને ધમકી પણ આપી હતી કે, જો તે પૈસા નહીં આપે તો કૉર્પોરેશનમાં ફરિયાદ આપીને તેનું કામ અટકાવડાવી દેશે. યુવકે ટુકડે ટુકડે 1 લાખ 38 હજાર રૂપિયા આપવા છતાં ત્રાસ યથાવત રહેતા તેણે જમાલપુરમાં કુખ્યાત જમીલા મેનપુરવાલા ગેંગ વિરુદ્ધ ખંડણી લેવા બદલ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવડાવી હતી.

    કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ સેશન્સ કોર્ટે આ માથાભારે મહિલા અને તેના પરિવારના લોકોની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. તો બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જમાલપુરની ખંડણીખોર જમીલા મેનપુરવાલા ગેંગને ભરૂચથી ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં