Tuesday, November 12, 2024
More
    હોમપેજક્રાઈમરોમિયોગીરી પડી ભારે!: અમદાવાદના ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં વિદ્યાર્થીનીઓએ રોમિયોને પકડીને ફટકાર્યો, ઘણા...

    રોમિયોગીરી પડી ભારે!: અમદાવાદના ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં વિદ્યાર્થીનીઓએ રોમિયોને પકડીને ફટકાર્યો, ઘણા દિવસોથી પીછો કરીને કરતો હતો છેડતી; કાગડાપીઠ પોલીસને સોંપાયો

    વિડીયોમાં સાંભળી શકાય છે એમ છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ લોકોને આપવીતી જણાવતા લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો.

    - Advertisement -

    ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ મોટાભાગે મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. તેમ છતાંય કયાંક ક્યાંક એવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે જે આપણને વિચારવા મજબુર કરી દે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચારરસ્તે બન્યો હતો, જ્યાં એક રોમિયોને વિદ્યાર્થીનીઓએ મેથીપાક ચખાડ્યો હતો.

    ગુરુવાર બપોરથી જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો હતો જેમાં એક યુવાન રોડ પર પોતાનું મોઢું ઢાંકીને સુઈ રહ્યો છે અને 2 વિદ્યાર્થીનીઓ તેને પટ્ટા વડે મારી રહી છે. આજુ બાજુમાં ઉભેલા લોકો પણ ગુસ્સામાં જણાઈ રહ્યા છે.

    અહેવાલો અનુસાર અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી. ત્યારે એક યુવકે વિદ્યાર્થીની પાછળ જઈને છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરીને બુમાબુમ કરતા રસ્તા પર જતાં સ્થાનિક લોકોએ પણ છેડતીનો બનાવ જોતા તરત જ યુવકને રોકીને માર્યો હતો.

    - Advertisement -

    વિડીયોમાં સાંભળી શકાય છે એમ છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ લોકોને આપવીતી જણાવતા લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. સ્થાનિક મહિલાઓ અને પુરૂષોએ ભેગા મળીને યુવકને માર મારીને કગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરુ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઈ પાર્ક પાસે જ રહેતો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. યુવક અવારનવાર રોડ પર આવતા જતા યુવતી કે મહિલાની છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.

    આ આખા ઘટનાક્રમમાં જે રીતે આ વિદ્યાર્થિનીએ હિંમત દર્શાવીને છેડતીનો પ્રતિકાર કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. જો દેશની તમામ યુવતીઓમાં આટલી હિંમત આવી જાય તો કાલ ઉઠીને કોઈ રોમિયો કોઈ પણ બહેન-દીકરી સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત નહિ કરી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં