Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: મુખ્તાર અન્સારીના ભાઈ અને બસપા સાંસદ અફઝલ અન્સારીની સાડા બાર કરોડની...

    યુપી: મુખ્તાર અન્સારીના ભાઈ અને બસપા સાંસદ અફઝલ અન્સારીની સાડા બાર કરોડની સંપત્તિ જપ્ત, યુપી પોલીસની કાર્યવાહી

    સાંસદ અફઝલ અન્સારીએ પત્ની ફરહત અન્સારીના નામે કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માફિયાઓ અને ગેંગસ્ટરો પર સંકજો કસવાનો શરૂ કર્યો છે. આ જ ક્રમમાં શુક્રવારે લખનૌ પોલીસે બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ અને મુખ્તાર અન્સારીના ભાઈ અફઝલ અન્સારીની 12 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી લીધી છે. 

    શુક્રવારે (28 ઓક્ટોબર 2022) ગાઝીપુર પોલીસે લખનૌ પહોંચી હતી, જ્યાં તેમણે અફઝલ અન્સારીની બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી હતી. જેની કુલ કિંમત 12 કરોડ 50 લાખ હોવાનું કહેવાય છે. 

    અફઝલ અન્સારીએ પત્ની ફરહત અન્સારીના નામે કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો હતો. જેનું નિર્માણ 6700 વર્ગફુટમાં કરવામાં આવ્યું હતું. ગાઝીપુર પોલીસે વર્ષ 2007માં દાખલ કરેલ એક ગેંગસ્ટર એક્ટ મામલે યુસુફપુર, મહમૂદાબાદ અને ગાઝીપુરમાં અઝફલ અન્સારીની સંપત્તિ જપ્ત કરી લીધી છે. 

    - Advertisement -

    આ મામલે ગાઝીપુરની કોર્ટે ગત 23 ઓક્ટોબરના રોજ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગાઝીપુર પોલીસ સાથે હઝરતગંજ પોલીસ પણ હાજર રહી હતી. 

    રિપોર્ટ અનુસાર, પોલીસે ઘરની બહાર પહોંચીને અંદર હાજર નોકરોને સમાન બહાર કાઢવાનો નિર્દેશ આપી કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ આરોપીના પરિજનો પણ ત્યાં પહોંચ્યા હતા. તેઓ કાર, બાઈક સહિતનાં વાહનો, વધારાનો સામાન અને ઘરના પાલતૂ શ્વાનને લઈને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પોલીસે મુખ્ય દરવાજા પર જપ્ત કરવાની કાર્યવાહીની નોટીસ ચોંટાડી દીધી હતી. 

    અફઝલ અન્સારી ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીના ભાઈ થાય છે. આ પહેલાં પણ મુખ્તાર અને તેમના નજીકના માણસોની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે. 

    મુખ્તાર અન્સારીની જેમ અફઝલ અન્સારી વિરુદ્ધ પણ અનેક પોલીસ મથકોમાં વિવિધ કલમો હેઠળ કેસ દાખલ થઇ ચૂક્યા છે. જેમાંથી મુહમ્મદાબાદ, નોનહર, ભાંવરકોલ, ચંદૌલી અને ચક્કરઘંટા પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં મુખ્તાર અન્સારીના પુત્ર અબ્બાસ અન્સારીના નામે નોંધાયેલ લગભગ 8 કરોડની સંપત્તિ પોલીસે જપ્ત કરી લીધી હતી. આ કાર્યવાહી યુપીના મઉ જિલ્લા જિલ્લામાં કરવામાં આવી હતી. માફિયા ડોન મુખ્તાર અન્સારી આ જ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, જોકે હાલ તે બાંદા જેલમાં બંધ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં