Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે સ્પામ અને ફેક કોલ્સ પર લાગશે લગામ : TRAIના નિર્દેશો બાદ...

    હવે સ્પામ અને ફેક કોલ્સ પર લાગશે લગામ : TRAIના નિર્દેશો બાદ હવે ખોટા મેસેજ અને છેતરપિંડીથી બચાવશે આ ફિલ્ટર

    ટેલિકોમ કંપની Airtelએ પહેલાથી જ પોતાના યુઝરોને AI ફિલ્ટર આપવાની જાહેરાત કરી ચૂકી છે. તો બીજી તરફ Jio ફેક કોલ્સ અને મેસેજને રોકવા માટે ફિલ્ટર લગાવવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે.

    - Advertisement -

    ફોન પર આવતા ફેક કોલ્સ, ખોટા મેસેજીસ અને સ્પામ કોલ્સથી મોટાભાગના વપરાશકર્તાઓ કંટાળો અનુભતા હશે. અનેક લોકો આ પ્રકારના ફોન કોલ્સથી છેતરપિંડીનો પણ ભોગ બની ચૂક્યા છે. તેવામાં હવે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે TRAIએ આપેલા નિર્દેશ બાદ હવે આ પ્રકારના સ્પામ અને ફેક કોલ્સથી છૂટકારો મળશે. AI ફિલ્ટરના ઉપયોગ થકી ફેક કોલ્સ અને સ્પામની ઓળખ કરવામાં આવશે.

    TRAIએ આપેલા નિર્દેશમાં યુઝરોને સ્પામ અને ફેક કોલ્સથી છૂટકારો અપાવવા ટેલિકોમ કંપનીઓને AI ફિલ્ટર લગાવવાના નિર્દેશ આપ્યા છે. જેમાં Vodafone, Airtel, Jio અને BSNL જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ નવું ફિલ્ટર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના આધારે આ પ્રકારના કોલ્સ અને મેસેજીસની ઓળખ કરીને તેને બ્લોક કરવાનું કામ કરશે.

    આ બધા વચ્ચે ટેલિકોમ કંપની Airtelએ પહેલાથી જ પોતાના યુઝરોને AI ફિલ્ટર આપવાની જાહેરાત કરી ચૂકી છે. તો બીજી તરફ Jio ફેક કોલ્સ અને મેસેજને રોકવા માટે ફિલ્ટર લગાવવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે.

    - Advertisement -

    TRAIના નવા નિયમ બાદ વપરાશકર્તાઓને શું થશે ફાયદો

    અહેવાલો અનુસાર, હવે ટેલીફોન વપરાશકર્તાઓને કોઈ પણ જાતના સ્પામ કે ફેક કોલ્સ અને SMS હેરાન નહીં કરી શકે. એટલે કે હવે ફોનમાં બેંક ઓફર્સ, કાર લોન, ક્રેડીટકાર્ડ કે પછી અન્ય છેતરપીંડીના ફોનકોલ્સ આવતા બંધ થઈ જશે. આ પહેલાં યુઝરો દ્વારા DND એક્ટિવેટ કરાવ્યા બાદ પણ આ પ્રકારના કોલ્સ કે મેસેજ બંધ નહોતા થતા. પરંતુ હવે આ AI ફિલ્ટર આવ્યા બાદ કોઈ પણ યુઝરને અણગમતા કોલ્સ અને મેસેજીસથી રાહત મળશે.

    શું છે TRAIનો નવો નિયમ?

    TRAIના નવા નિયમ અનુસાર નવી ટેકનોલોજીમાં પ્રમોશન માટે વપરાતા 10 અંકોના ફોન નંબરો ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ ઉપરાંત TRAI કોલર આઈડી ફીચર લાવવા માટે પણ વિચારી રહ્યું છે. આ ફીચર ફોન યુઝરને ફોન કરનારનું નામ અને ફોટો પણ દર્શાવશે. આ સુવિધા માટે Airtel અને Jio ઓપરેટર્સ Truecaller સાથે વાતચીત કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે 10 અંકોના પ્રમોશનલ નંબર જોવામાં વાસ્તવિક લાગે છે પરંતુ તેનો ઉપયોગ મુખ્યત્વે સ્પામર્સ અને છેતરપિંડી કરનારાઓ દ્વારા કરવામાં આવે છે. AI સ્પામ ફિલ્ટર વિવિધ સ્રોતોમાંથી બનાવટી કોલ્સ અને સંદેશાઓને ઓળખીને અને બ્લોક કરીને યુઝરને સ્કેમર્સથી સુરક્ષિત રાખશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં