Saturday, October 5, 2024
More
    હોમપેજદેશનામ- જામા મસ્જિદ, સરનામું- અખાડા બજાર, શ્રીરામ ગલી: શિમલા-મંડી બાદ હિમાચલના કુલ્લુમાં...

    નામ- જામા મસ્જિદ, સરનામું- અખાડા બજાર, શ્રીરામ ગલી: શિમલા-મંડી બાદ હિમાચલના કુલ્લુમાં ગેરકાયદેસર મસ્જિદનો વિરોધ, શરૂ થયા હનુમાન ચાલીસાના પાઠ

    હિમાચલ પ્રદેશના કુલ્લુમાં જે ગેરકાયદે મસ્જિદને લઈને હિંદુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તે મસ્જિદ અખાડા બજારની શ્રીરામ ગલીમાં સ્થિત છે એન તેનું નામ જામા મસ્જિદ હોવાનું સામે આવ્યું છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે, જામા મસ્જિદ ખાદી ગ્રામોદ્યોગની જમીન પર બનાવી દેવામાં આવી છે.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશમાં ગેરકાયદેસર મસ્જિદોને લઈને હિંદુઓમાં આક્રોશ વધી રહ્યો છે. શિમલાના સંજૌલી અને મંડીના જેલ રોડ પર બનેલી ગેરકાયદે મસ્જિદો બાદ હવે કુલ્લુમાં પણ ગેરકાયદેસર મસ્જિદને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. સેંકડો લોકો ગેરકાયદેસર મસ્જિદને લઈને વિરોધમાં ઉતરી આવ્યા છે. હજારો હિંદુઓએ આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ મંડીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મંડીમાં ગેરકાયદેસર મસ્જિદને જ્યાં સુધી તોડી પાડવામાં નહીં આવે ત્યાં સુધી અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરવાનો નિર્ણય હિંદુ સમાજે લીધો છે.

    હિમાચલ પ્રદેશના કુલ્લુમાં જે ગેરકાયદે મસ્જિદને લઈને હિંદુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તે મસ્જિદ અખાડા બજારની શ્રીરામ ગલીમાં સ્થિત છે એન તેનું નામ જામા મસ્જિદ હોવાનું સામે આવ્યું છે. હિંદુ સંગઠનોનું કહેવું છે કે, જામા મસ્જિદ ખાદી ગ્રામોદ્યોગની જમીન પર બનાવી દેવામાં આવી છે. આ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને લોકોએ હનુમાન મંદિર રામશિલાથી ઢાલપુર ચોક સુધી પ્રદર્શન કર્યું હતું અને ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

    હિંદુ જાગરણ મંચ અને અન્ય હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકોએ અખાડા બજાર પહોંચીને મસ્જિદથી 10 મીટરનું દૂરી પર હનુમાન ચાલીસાના પાઠ કરવાના શરૂ કર્યા હતા. અહીં પાઠ પૂર્ણ થયા બાદ પ્રદર્શનકારીઓ ઢાલપુર ચોક પહોંચ્યા હતા અને ત્યાં SDM મારફત રાજ્યપાલને આવેદનપત્ર આપીને ગેરકાયદે મસ્જિદને તોડી પાડવાની માંગણી કરી હતી. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદોની તપાસ માટેની માંગણી પણ કરી હતી. જિલ્લામાં કુલ 11 મસ્જિદોને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહી છે.

    - Advertisement -

    ‘મ્યુનિસિપલ કાઉન્સિલે પણ સ્વીકાર્યું કે આ મસ્જિદ ગેરકાયદે છે’- હિંદુ સંગઠનો

    હિંદુ સંગઠનોનું કહેવું છે કે, 2017થી ચાલી રહેલા પત્રવ્યવહારમાં કુલ્લુ મ્યુનિસિપલ કાઉન્સિલે સ્વીકાર્યું છે કે, આ મસ્જિદ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. તેનું નિર્માણ ખાદી ગ્રામોદ્યોગની જમીન પર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી સેંકડો લોકો દરરોજ નોંધણી વગર હિમાચલ પ્રદેશમાં આવી રહ્યા છે અને તેમની અનૈતિક પ્રવૃત્તિઓથી અહીંની સંસ્કૃતિ અને સુરક્ષા માટે જોખમરૂપ બની રહ્યા છે.

    હિંદુ સંગઠનોએ કહ્યું કે, થોડા દિવસ પહેલાં જ ગડસા ઘાટીમાં ગૌહત્યાનો મામલો સામે આવ્યો હતો. લોકોને જાણ થતાં તેમણે આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. રોષે ભરાયેલા લોકોનું કહેવું છે કે, આ બહારી અરાજકતાવાદીઓ બિલ વગર માલ વેચી રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોની રોજગારી પર અસર પડી રહી છે અને કરદાતા વેપારીઓનો ધંધો બરબાદ થઈ રહ્યો છે.

    એક માળની મસ્જિદ હવે બની ગઇ છે 4 માળની

    વાસ્તવમાં, અખાડા બજારમાં બનેલી જામા મસ્જિદ વર્ષ 1990-91માં બની હોવાનું કહેવાય છે. તે સમયે તેની ઇમારત એક માળની હતી, પરંતુ વર્ષ 2017 સુધી તેનું નિર્માણ ચાલતું રહ્યું અને હવે મસ્જિદ ચાર માળની બની ગઈ છે. હિંદુ સંગઠનોના પ્રયાસોને કારણે 2017માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે, આ જગ્યા પર મંજૂર કરાયેલા નકશા પ્રમાણે આ ઈમારત બનાવવામાં આવી નથી.

    સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા પછી કુલ્લુ મ્યુનિસિપલ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ઓફિસર હરિ સિંઘ યાદવે કહ્યું, “મ્યુનિસિપલ કાઉન્સિલને આ વિશે કોઈ માહિતી નથી. આ જમીનનો રેકોર્ડ એન્ડોમેન્ટ પાસે છે. હિંદુ સંગઠનોના આરોપ બાદ તેની તપાસ કરવામાં આવશે.” જ્યારે કુલ્લુના SDMએ કહ્યું કે, જામા મસ્જિદની તપાસ કરવામાં આવી રહી છે. ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

    દરમિયાન, મસ્જિદના ઈમામ નવાબ હાશ્મીએ બાંધકામની કાયદેસરતા અને જમીનના માલિકી હકોનો બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, વક્ફ બોર્ડ કાયદેસર રીતે 1 બીઘા અને 2 બિસ્વા જમીન ધરાવે છે અને તેના માટે ભાડું વસૂલ કરી રહ્યું છે. હાશ્મીએ કહ્યું, “વિવાદિત જમીન કોંગ્રેસ નેતાઓની મદદથી 1999માં ખાદી બોર્ડમાંથી મસ્જિદને ટ્રાન્સફર કરવામાં આવી હતી. આમાં બાંધકામ પણ કાયદાકીય રીતે કરવામાં આવ્યું છે.”

    મંડીમાં ગેરકાયદે મસ્જિદ પર કાર્યવાહી સુધી થશે હનુમાન ચાલીસા

    હિંદુ જાગરણ મંચે કહ્યું છે કે, તે મંડીના જેલ રોડ સ્થિત મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી ન પાડવામાં આવે, ત્યાં સુધી દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ સાથે શહેરના વિવિધ મંદિરોમાં ત્રીસ દિવસ સુધી પાઠની સાથે કીર્તન પણ થશે. હિંદુ સંગઠનોએ એમ પણ કહ્યું હતું કે, જો મુસ્લિમ પક્ષ કમિશનર કોર્ટે આપેલા સમયગાળામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરે તો હિંદુઓ જ તેને તોડી પાડશે.

    નોંધવા જેવું છે કે, શનિવારે (14 સપ્ટેમ્બર, 2024) હિંદુ જાગરણ મંચના કાર્યકરોએ મંડી શહેરના ઇન્દિરા માર્કેટમાં સ્થિત માતા સિદ્ધ કાલીના પ્રાંગણમાં હનુમાન ચાલીસાના પાઠ અને માતાના કીર્તનનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં વૃદ્ધો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. હિંદુ સંગઠનોનું કહેવું છે કે પ્રશાસને હિંદુઓને આશ્વાસન આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં