રાજૌરીમાં બે આતંકી હુમલા બાદ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડવા માટે ગ્રામ સંરક્ષણ સમિતિઓ સુસજ્જ કરવામાં આવી રહી છે. જેને લઈને ગ્રામ સંરક્ષણ સમિતિઓ (વીડીસી)ને ફરીથી સક્રિય કરવાની કવાયત વેગ પકડી રહી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ માટે કેમ્પનું આયોજન શરૂ કરી દીધું છે. આ અંતર્ગત વીડીસી સભ્યોને આપવામાં આવેલા હથિયારોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ સાથે જ જ્યાં જરૂર હશે ત્યાં તેમને બદલવામાં આવશે અથવા અપગ્રેડ કરવામાં આવશે. આ સાથે જ વીડીસીના સભ્યોને શસ્ત્રો ચલાવતાં નથી આવડતું તેમને જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે.
આ વર્ષની શરૂઆતમાં બે આતંકી હુમલામાં સાત લોકોના મોત થયા હતા. આ પછી સીઆરપીએફના 1800 વધારાના જવાનોને રાજૌરી મોકલવામાં આવ્યા હતા. 2022માં તેમણે જમ્મુ-કાશ્મીરમાં 135 આતંકીઓને બેઅસર કરવા અને 209 અન્ય લોકોને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત હવે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડવા માટે ગ્રામ સંરક્ષણ સમિતિઓ સુસજ્જ થયા બાદ તેઓ પણ સેના સાથે મળીને પોતાના વિસ્તાર અને નિવાસસ્થાનોની રક્ષા કરવા સક્ષમ બનશે.
Rajouri, J&K | CRPF provides arms training to Village Defence Guards (VDG) to tackle terrorists in case of attack
— ANI (@ANI) January 10, 2023
In view of recent attacks, we’ve been deployed here. They have weapons and we are providing them training to act in emergceny situations: Varinder Kumar, Insp CRPF pic.twitter.com/k95dz4BpHo
જૂની રાઇફલ્સ બદલવામાં આવી રહી છે
અહેવાલોમાં જણાવ્યાં અનુસાર જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ અધિકારીએ આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે વીડીસીને ફરીથી જીવંત બનાવવાની વાત કરી હતી. આ દરમિયાન વીડીસી કેવી રીતે તૈયાર કરવી તે અંગે લેવાનાર પગલાંની યાદી રજૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે રાજૌરીના વિભાગીય કમિશનર વિકાસ કુંડલના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશનની યોજના છે. જે અંતર્ગત શસ્ત્રોની કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરવા માટે દરેક પંચાયતમાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો પહેલો કેમ્પ થોડા દિવસો પહેલા રાજૌરીના બલજારાલન વિસ્તારમાં યોજાયો હતો.
આ દરમિયાન વીડીસી (VDC) સ્વયંસેવકોના શસ્ત્રોની તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટાભાગની .303 રાઇફલ્સ હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે ઘણી રાઇફલ્સ યોગ્ય રીતે કામ કરી રહી નથી. તેથી તેને સર્વિસ અને જરૂરી ફેરફાર કરીને વર્કિંગ કંડીશનમાં લાવવામાં આવી હતી. આ ઉપરાંત રાઇફલ્સને બદલવાની પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જણાવ્યાં અનુસાર સરકારી સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ‘સારી’ રાઈફલો માટે જરૂરી કારતુસની પણ ફાળવણી કરવામાં આવી હતી.
શસ્ત્રોના ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે
અહેવાલો મુજબ વીડીસી સભ્યોને તાલીમ આપવા માટે સતત શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરોમાં તેઓ ફાળવેલા શસ્ત્રોથી પરિચિત છે કે નહીં અને આ હથિયાર ચલાવવા સક્ષમ છે કે નહિ તેની માહિતી એકથી કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો મુજબ સુત્રોએ જણાવ્યું હતું કે, “જે લોકો શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી તેમને ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અથવા સીઆરપીએફ દ્વારા તાલીમ આપવામાં આવશે.” નૌશેરા તાલુકાના લામ ગામમાં વીડીસી સ્વયંસેવકો માટે ગયા અઠવાડિયે જ સેના દ્વારા એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
303 રાઇફલ્સની જગ્યા ‘ઇન્સાસ રાઇફલ્સ’ લેશે
મીડિયા અહેવાલોમાં જણાવ્યાં અનુસાર એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “આગામી કેટલાક દિવસોમાં રાજૌરી અને પૂંછના અન્ય ગામોમાં વીડીસીના શસ્ત્રોની તપાસ અને તેમને નવેસરથી અપગ્રેડ કરવા માટેની શિબિરો યોજાશે.” જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર પણ વીડીસી માટે વધુ સારા શસ્ત્રો ફાળવવા પર વિચાર કરી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલની .303 રાઇફલ્સને બદલે ઇન્સાસ રાઇફલ્સનો ઉપયોગ કરવામાં આવે. હાલના માપદંડ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના વીડીસી સભ્યોએ તેમના શસ્ત્રો ચાલુ કરવા જરૂરી છે. અમે તેમના પરિવારના યુવા સભ્યોને સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવીને શસ્ત્રોની ફાળવણી કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.