Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ102 સંતાનો અને 568 પૌત્રો થયા બાદ યુગાન્ડાના મૂસાએ અટકવાનું નક્કી કર્યું:...

    102 સંતાનો અને 568 પૌત્રો થયા બાદ યુગાન્ડાના મૂસાએ અટકવાનું નક્કી કર્યું: 12 પત્નીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાની સૂચના આપી

    પરિવારની નબળી આર્થિક સ્થિતિનું એક કારણ એ પણ છે કે ખરાબ સ્વાસ્થ્યના કારણે મુસા પહેલાની જેમ મહેનત નથી કરી શકતો.

    - Advertisement -

    12 પત્નીઓથી 102 પુત્રો અને પુત્રીઓ અને 568 પૌત્રો થયા બાદ યુગાન્ડાના ખેડૂત મૂસા હસાહયાએ તેમના પરિવારને હવે વધુ મોટો ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ મૂસાએ તેની પત્નીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાની સૂચના પણ આપી છે. મુસા વ્યવસાયે એક ખેડૂત છે અને તેમના માટે આટલા મોટા પરિવારનો રોજીરોટીનો ખર્ચ ઉઠાવવો હવે મુસીબત બની ગયો છે. વધતા જતા પરિવાર સામે તેની આવક સતત ઘટી રહી છે જેને લઈને યુગાન્ડાના મૂસાએ અટકવાનું નક્કી કર્યું છે.

    અહેવાલો મુજબ યુગાન્ડાના લુસાકા શહેરમાં જ્યાં મૂસા રહે છે ત્યાં બહુપત્નીત્વની મંજૂરી છે. મૂસા એક પછી એક નિકાહ કરતા ગયા. હવે તેની 12 પત્નીઓ છે. જેમ જેમ પરિવાર વધતો ગયો તેમ તેમ પરિવારનો ખર્ચ પણ વધતો ગયો. જે બાદ હવે યુગાન્ડાના મૂસાએ અટકવાનું નક્કી કરીને પત્નીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું કહ્યું છે. મુસા માટે પરિવારના દરેક સભ્ય માટે પૂરતા ભોજનની વ્યવસ્થા કરવી પણ હવે મુશ્કેલ બની રહી છે. મુસાની કથળતી આર્થિક સ્થિતિ જોઈને તેની 2 પત્નીઓએ તેને છોડી દીધો હોવાનું પણ અહેવાલો જણાવી રહ્યા છે.

    16 વર્ષની ઉંમરે કર્યા હતા પ્રથમ નિકાહ

    મુસાએ 1971માં 16 વર્ષની ઉંમરે શાળા છોડ્યા બાદ તેની પ્રથમ પત્ની હનીફા સાથે નિકાહ કર્યા હતા. આ પછી તે એક પછી એક લગ્ન કરતો ગયો. મુસાની સૌથી નાની પત્ની જુલાઈકાને 11 બાળકો છે. નાની પત્ની કહે છે કે તેણે ઘરની નબળી આર્થિક સ્થિતિ જોઈ છે, તેથી હવે તેને બાળકો જોઈતા નથી અને તે ગર્ભ નિયંત્રણની ગોળીઓ લઈ રહી છે.

    - Advertisement -

    પત્નીઓ બીજા પુરુષો સાથે ન જતી રહે તે માટે તમામને એક જ ઘરમાં રાખે છે

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર જ્યારે તેને એકથી વધુ નિકાહ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે એક જ પત્નીથી પુરુષ કેવી રીતે સંતુષ્ટ થઈ શકે? મૂસાએ કહ્યું કે તેની બધી પત્નીઓ એક જ ઘરમાં રહે છે, જેથી તે તેમની દેખરેખ રાખી શકે અને તેની પત્નીઓ અન્ય પુરૂષો સાથે સંબંધ બાંધી ન શકે. જુલિકા મૂસાની સૌથી નાની પત્ની છે. જુલેકાએ 11 બાળકોને જન્મ આપ્યો છે અને હવે તે ગર્ભવતી થવા માંગતી નથી. આથી જુલિકાએ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ શરૂ કર્યો છે.

    મુસાનો સૌથી મોટો પુત્ર તેની સૌથી નાની માતા કરતાં 21 વર્ષ મોટો છે. મુસાનો સૌથી નાનો પુત્ર 6 વર્ષનો છે. પરિવારની નબળી આર્થિક સ્થિતિનું એક કારણ એ પણ છે કે ખરાબ સ્વાસ્થ્યના કારણે મુસા પહેલાની જેમ મહેનત નથી કરી શકતો. નબળી આર્થિક સ્થિતિને કારણે મુસા હવે 700 થી વધુ સભ્યોના આ પરિવારને વધારવા માંગતો નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં