Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં જંગલરાજ બાદ હવે ચોરરાજ: બ્રિજ, ટાવર અને રેલ એન્જીન બાદ હવે...

    બિહારમાં જંગલરાજ બાદ હવે ચોરરાજ: બ્રિજ, ટાવર અને રેલ એન્જીન બાદ હવે 2 કિમીનો રેલ્વે ટ્રેક ચોરાયો, બે અધિકારીઓ સસ્પેન્ડ

    ગત વર્ષે સમસ્તીપુર રેલવે ડિવિઝનના પૂર્ણિયા કોર્ટ સ્ટેશન પર રેલ એન્જિનનો ભંગાર વેચવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં RPF ઈન્સ્પેક્ટર વીરેન્દ્ર દુબે સહિત આઠ લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    બિહારમાં બ્રિજ, મોબાઈલ ટાવર બાદ હવે રેલ ટ્રેક ગાયબ થવા લાગ્યો છે. ટ્રેનના એન્જિન બાદ પાટા પણ ચોરાઈ ગયા છે. વાસ્તવમાં, સમસ્તીપુર રેલ્વે ડિવિઝનમાં વધુ એક મોટું ભંગાર કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં કરોડોનો રેલ્વે ભંગાર ટેન્ડર વગર વેચાઈ રહ્યો છે.

    અહેવાલો અનુસાર આ કૌભાંડ આરપીએફ અધિકારીઓની મિલીભગતથી થઈ રહ્યું છે. મામલો સામે આવ્યા બાદ સમસ્તીપુર રેલ્વે વિભાગના સુરક્ષા કમિશનરે તાત્કાલિક અસરથી બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં રેલવે વિભાગના ઝાંઝરપુર આરપીએફ ચોકીના ઈન્ચાર્જ શ્રીનિવાસ ઉપરાંત મધુબનીના જમાદાર મુકેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે.

    ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરે જણાવ્યું કે લોહત સુગર મિલ સંબંધિત પંડૌલ સ્ટેશનથી રેલ્વે લાઇનનો ભંગાર ખોટી રીતે ગાયબ કરવાનો મામલો 24 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે વિભાગીય સ્તરે તપાસ સમિતિની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં બંને પોલીસ અધિકારીઓની વાત સાચી પડશે તો બંને પર એફઆઈઆર નોંધવામાં આવશે.

    - Advertisement -

    સુગર મિલ બંધ થયા બાદ રેલ લાઇન બંધ કરી દેવામાં આવી હતી

    સમસ્તીપુર રેલ્વે વિભાગના પંડૌલ સ્ટેશનથી લોહત સુગર મિલ સુધી રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યો હતો. સુગર મિલ લાંબા સમયથી બંધ રહેતા આ લાઇન બંધ કરવામાં આવી હતી. રેલવે લાઇનનો ભંગાર હરાજી વગર આરપીએફની મિલીભગતથી ભંગારના વેપારીના હાથમાં વેચવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું. આમાં કેટલાક સામાન પણ પકડાયા હતા, જેના માટે દરભંગા આરપીએફ પોસ્ટમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

    આરપીએફના સૂત્રોનું કહેવું છે કે આ ભંગાર વેચવામાં બંને આરપીએફ પોલીસ અધિકારીઓનો હાથ હતો. બંને પોલીસ અધિકારીઓના કારણે વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ભંગારનું વેચાણ થતું હતું.

    આ પહેલા આંખે આખા એન્જીન અને ટાવર થયા હતા ગાયબ

    અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સમસ્તીપુર રેલવે ડિવિઝનના પૂર્ણિયા કોર્ટ સ્ટેશન પર રેલ એન્જિનનો ભંગાર વેચવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં RPF ઈન્સ્પેક્ટર વીરેન્દ્ર દુબે સહિત આઠ લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. વીરેન્દ્ર દુબેને પણ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે આ કેસમાં સિનિયર સેક્શન એન્જિનિયર આરઆર ઝા સિવાય કામદાર સુશીલ કુમાર પર તલવાર લટકી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં