Saturday, April 27, 2024
More
    હોમપેજદેશભાજપની જીત બાદ બજારે ભરી ઉડાન, અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યા...

    ભાજપની જીત બાદ બજારે ભરી ઉડાન, અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યા નિફ્ટી-સેન્સેક્સ: રોકાણકારોને 6 લાખ કરોડની કમાણી

    ભાજપની જીત બાદ માર્કેટમાં વધુ ઉછાળો આવ્યો. આ તેજી વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિજળી ક્ષેત્ર સાથે જોડાયેલા શેર ખૂબ જ વધ્યા. તેજીના કારણે BSE પર અંકિત કંપનીઓની કૂલ બજાર વેલ્યુ વધીને ₹3.43 કરોડ થઈ ગઈ. ભાજપની જીત બાદ શેર બજારમાં તેજીના કારણે બજારમાં 6 લાખ કરોડનો વધારો થયો છે.

    - Advertisement -

    3 ડિસેમ્બર 2023ના રોજ ત્રણ રાજ્યોમાં ભાજપને પ્રચંડ જીત મળી, જેની અસર આગલા દિવસે શેર બજારમાં પણ જોવા મળી. સોમવાર (4 ડિસેમ્બર 2023)ના રોજ બજાર ખુલતાની સાથે જ બંને સૂચકાંક રેકોર્ડ બ્રેક ઊંચા સ્તરે આવી ગયા. ભાજપની જીત બાદ શેર બજારમાં આવેલી તેજી બાદ રોકાણકારોની પૂંજી 6 લાખ કરોડ વધી ગઈ છે.

    ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણે રાજ્યોમાં ધરખમ બહુમત મેળવ્યો છે. બીજા સપ્તાહમાં 1 ડિસેમ્બરે માર્કેટ 67,447ના સ્તરે બંધ થયું હતું. પરિણામો જાહેર થયા બાદ સોમવારે સવારે 9 વાગ્યે તે 68,435ના સ્તરે ખુલ્યું હતું. ત્યાર બાદ દિવસ દરમિયાન બજાર ટ્રેડીંગ વચ્ચે જ 68,918 પર પહોંચી ગયું. સેન્સેક્સનો આ ઉછાળો અત્યાર સુધીનો સહુથી મોટો ઉછાળો છે.

    આ ઉપરાંત સૂચકાંક નિફ્ટી50 1 ડિસેમ્બરે 20,248ના સ્તરે બંધ થયું હતું અને સોમવારે તે 20,565ના સ્તરે ખુલ્યો. દિવસ દરમિયાન શેર માર્કેટમાં ખૂબ તેજી રહી જેના કારણે નિફ્ટી 20,702 સુધી પહોંચ્યો અને આજે 20,684 પર બંધ થયું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે GDP વૃદ્ધિના મજબૂત આંકડા અને વધી રહેલી કારોબારી ગતિવિધિઓના કારણે બજારમાં પહેલા જ ઉછાળો હતો. ભાજપની જીત બાદ માર્કેટમાં વધુ ઉછાળો આવ્યો. આ તેજી વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિજળી ક્ષેત્ર સાથે જોડાયેલા શેર ખૂબ જ વધ્યા. તેજીના કારણે BSE પર અંકિત કંપનીઓની કૂલ બજાર વેલ્યુ વધીને ₹3.43 કરોડ થઈ ગઈ. ભાજપની જીત બાદ શેર બજારમાં આવેલી તેજી બાદ બજારમાં 6 લાખ કરોડનો વધારો થયો છે.

    ભાજપની જીત બાદ શેર માર્કેટમાં આવેલા આ નોંધવાલાયક ફેરફારોના કારણે બજારમાં એક સંદેશ પણ ગયો છે કે આગામી 2024ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ જીતી શકે છે, જેના કારણે દેશમાં રાજનૈતિક સ્થિરતા બની રહેશે. તેનાથી બજારમાં પણ આ ભાવના આવી રહી છે કે નીતિઓમાં કોઈ મોટો ફેરફાર નહી કરવામાં આવે. આ કારણે જ બજારમાં તેજી દેખાઈ રહી છે.

    ભાજપે મધ્ય પ્રદેશમાં 230માંથી 163, રાજસ્થાનમાં 199માંથી 115 અને છત્તીસગઢમાં 90 માંથી 54 સીટો પોતાના નામે કરી છે. જેમાંથી રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા પરથી બહાર કરી છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં પ્રચંડ બહુમત સાથે પોતાની સત્તા યથાવત રાખી છે. બીજી તરફ ભાજપે તેલંગાણામાં પણ 8 સીટો મેળવી છે અને મિઝોરમમાં પણ 2 સીટ મેળવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં