Saturday, November 9, 2024
More
    હોમપેજદેશદિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલને EDનું 9મુ સમન્સ: 21 માર્ચે...

    દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલને EDનું 9મુ સમન્સ: 21 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવા કહેવાયું, તાજેતરમાં જ મળ્યા હતા જામીન

    તેમણે દરેક સમન્સ પર એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે, કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને તેમની ધરપકડ કરવા માટે યોજના બનાવી રહી છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ એવો દાવો કરી રહ્યા છે કે, કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

    - Advertisement -

    દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યાના એક દિવસ બાદ જ કેન્દ્રીય એજન્સી EDએ દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને સમન્સ ફટકાર્યું છે. આ 9મી વખત છે જ્યારે કેન્દ્રીય એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમને 21 માર્ચે ED સમક્ષ હાજર રહેવા માટેનું કહેવાયું છે. આ પહેલાં EDએ તેમને 8 સમન્સ મોકલ્યા હતા. તે સમન્સ પર હાજર ન રહેવાના કેસમાં જ શનિવારે (16 માર્ચ) તેમને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલને EDએ ફરી એકવાર સમન્સ મોકલ્યું છે. તેમને EDનું આ નવમું સમન્સ છે. કેન્દ્રીય એજન્સીએ તેમને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલાં EDએ તેમને 8 સમન્સ મોકલ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર, 2023ના રોજ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે સમન્સ મોકલ્યા હતા. અરવિંદ કેજરીવાલ આમાના એકપણ સમન્સ પર એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.

    તેમણે દરેક સમન્સ પર એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે, કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને તેમની ધરપકડ કરવા માટે યોજના બનાવી રહી છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ એવો દાવો કરી રહ્યા છે કે, કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે અને આજે નહીં તો કાલે તે ધરપકડ કરવાનો પ્રયાસ કરી શકે છે.

    - Advertisement -

    દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મળ્યા હતા જામીન

    હજુ શનિવારે જ (16 માર્ચ 2024) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને EDના કેસ પર જામીન આપ્યા હતા. જે બાદ એજન્સીએ તેમને સમન્સ પણ મોક્લી દીધું છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં અરવિંદ કેજરીવાલ હાજર ન થતાં એજન્સી ED બીજી વખત કોર્ટ પહોંચી હતી. જે અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર થવાનો આદેશ કર્યો હતો. પરંતુ કેજરીવાલ આ આદેશ વિરૂદ્ધ સેશન્સ કોર્ટ પહોંચી ગયા હતા. પણ ત્યાંથી પણ તેમને રાહત ન મળી અને શુક્રવારે (15 માર્ચ) કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ કેજરીવાલે શનિવારે કોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું. જોકે, કોર્ટે તેમને જામીન આપી દીધા હતા.

    અરવિંદ કેજરીવાલ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ દિવ્ય મલ્હોત્રાની કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં કોર્ટે કેજરીવાલને ₹15,000ના બૉન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટ હવે આગામી 1 એપ્રિલે મામલાની વધુ સુનાવણી કરશે અને કેજરીવાલે CrPCની કલમ 207 (પોલીસ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોની નકલ આરોપીને પહોંચાડવી) હેઠળ દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં