Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'શ્રધ્ધાના હાડકા ગ્રાઈન્ડરમાં પીસીને પાવડર બનાવ્યો અને…': દિલ્હી પોલીસની ચાર્જશીટમાં આફતાબે કર્યા...

    ‘શ્રધ્ધાના હાડકા ગ્રાઈન્ડરમાં પીસીને પાવડર બનાવ્યો અને…’: દિલ્હી પોલીસની ચાર્જશીટમાં આફતાબે કર્યા કંપારી છૂટે તેવા ખુલાસા

    શ્રદ્ધા અને આફતાબ બંને એકલાં જ રહેતાં હતાં. ઘણા સમયથી યુવતીએ સંપર્ક ન કરતાં તેના પિતા તપાસ કરતા દિલ્હી આવી પહોંચ્યા હતા. જ્યાં પણ ફ્લેટ પર તાળું લાગેલું જોતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પુનાવાલાએ એવો ખુલાસો કર્યો છે કે ભલભલા માણસને બે ઘડી કંપારી છુટી જાય. ગયા વર્ષે શ્રદ્ધા મર્ડર કેસએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આરોપી આફતાબે પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરના શરીરના 35 ટુકડા કરી રાજધાની દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આરોપીએ આ કામ એટલા પ્લાનિંગથી કર્યું હતું કે કોઈને તેની જાણ પણ ન થઈ, ત્યારે હવે આફતાબે શ્રધ્ધાના હાડકા ગ્રાઈન્ડરમાં પીસીને પાવડર બનાવ્યો અને દિલ્હીના રસ્તાપર ફેંકી દીધા હોવા સહિતના ખુલાસાઓ પોલીસે જમા કરાવેલ ચાર્જશીટમાં કર્યા છે.

    અહેવાલો અનુસાર પોલીસ ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે આફતાબે શ્રધ્ધાના હાડકા ગ્રાઈન્ડરમાં પીસીને પાવડર બનાવ્યો હતો. આ માટે આફતાબે માર્બલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો હતો. આરોપીએ શ્રદ્ધાના હાડકાંને પાઉડર બનાવીને રસ્તા પર ફેંકી દીધો હતો. આરોપીએ કબૂલાત પણ કરી હતી કે તેણે તેના માટે દિલ્હીની એક દુકાન માંથી ગ્રાઇન્ડર ખરીદ્યું હતું. ચાર્જશીટ મુજબ આફતાબે પોલીસને જણાવ્યું હતું કે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે તેણે દુકાનમાંથી એક કચરાપેટી, એક છરી અને એક ચોપર પણ ખરીદ્યું હતું, શ્રદ્ધાના શરીરને કાપતી વખતે તેના હાથમાં પણ ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તે નજીકના ડોક્ટર પાસે પણ સારવાર માટે પણ ગયો હતો.

    નોંધનીય છે કે પોલીસે તપાસ દરમિયાન તે ડોક્ટરની પણ પૂછપરછ કરી હતી, જેની પાસેથી આફતાબે પોતાની સારવાર કરાવવાનું કબુલ્યું હતું. આ સમગ્ર કેસનો ઉલ્લેખ પણ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ એક એક કડી જોડીને તપાસ કરી રહી છે.

    - Advertisement -

    શ્રદ્ધા હત્યા કેસ

    આફતાબ આમીન પૂનાવાલા નામના ઈસમે હિંદુ યુવતી શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને પાણી વડે ધોઈને સાફ કરીને ભરવા માટે એક ફ્રિજ પણ લાવ્યો હતો. ત્યારબાદ તે દરરોજ રાત્રે 2 વાગ્યે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો.

    શ્રદ્ધા અને આફતાબ બંને એકલાં જ રહેતાં હતાં. ઘણા સમયથી યુવતીએ સંપર્ક ન કરતાં તેના પિતા તપાસ કરતા દિલ્હી આવી પહોંચ્યા હતા. જ્યાં પણ ફ્લેટ પર તાળું લાગેલું જોતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આખરે છ મહિના બાદ પોલીસ આફતાબ સુધી પહોંચી શકી હતી અને સમગ્ર કેસની વિગતો બહાર આવી હતી. હાલ આફતાબ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

    જેમ-જેમ આ કેસની તપાસ આગળ ચાલી રહી છે તેમ નવા અને ચોંકાવનારા ખુલાસા પણ થઇ રહ્યા છે. જેમાં આફતાબ શ્રદ્ધાની હત્યા બાદ પણ અનેક યુવતીઓને તેના ફ્લેટ પર લાવ્યો હોવાનું અને શ્રદ્ધા સાથે અગાઉ પણ મારપીટ કરી ચૂક્યો હોવા સહિત હવે હાડકા ગ્રાઈન્ડરમાં પીસીને પાવડર બનાવ્યો હોવા સહિતના અનેક મોટા ખુલાસા થયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં