Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક સમયે સ્ટુડિયોમાં બેસીને કામ કરતા હતા અફઘાની પત્રકાર, તાલિબાનના શાસન હેઠળ...

    એક સમયે સ્ટુડિયોમાં બેસીને કામ કરતા હતા અફઘાની પત્રકાર, તાલિબાનના શાસન હેઠળ ફૂટપાથ પર ધંધો કરવા મજબૂર

    તાલીબાનનું શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનના એક પત્રકાર હવે શેરીઓમાં ફૂડ આઈટમ્સ વેંચતા હોય એ પ્રકારના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થવા લાગ્યા છે.

    - Advertisement -

    અફઘાનિસ્તાન તાલિબાને કબજો મેળવ્યા બાદ પરિસ્થિતિ ઘણી બદલાઈ ચૂકી છે. 10 મહિના પછી પણ લોકો ગરીબી, બેરોજગારી અને ભૂખમરા જેવી સમસ્યા સામે લડી રહ્યા છે. લાખો લોકોને બે ટંકનું ભોજન પણ મળી રહ્યું નથી તો કેટલાય લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સમયે-સમયે અફઘાનિસ્તાનની સ્થિતિ બયાં કરતી તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તાજેતરમાં જ એક અફઘાની પત્રકાર મુસા મોહમ્મદીની કેટલીક તસ્વીર વાયરલ થઇ છે.

    તાજેતરમાં જ અફઘાનિસ્તાનની કેટલીક તસ્વીરો વાયરલ થઇ છે, જેમાં એક પત્રકાર પરિવાના ભરણપોષણ માટે સ્ટ્રીટ ફૂડ વેચતા જોવા મળે છે. વાયરલ તસ્વીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે કઈ રીતે તેઓ પોતાના જ દેશમાં આવું ખરાબ જીવન જીવવા માટે મજબૂર થયા છે.

    મળતી માહિતી મુજબ આ અફઘાની પત્રકાર મુસા મોહમ્મદી છે. તેમણે અફઘાનિસ્તાનમાં વિવિધ ટીવી ચેનલો માટે એન્કર અને રિપોર્ટર તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. પણ હવે તેઓ બેરોજગાર છે. પરિવારને બે ટંકનું ભોજન પૂરું પાડવા માટે તેમની પાસે આવકનું કોઈ સાધન નથી. તેથી હવેપોતાનું અને તેના પરિવારનું પેટ ભરવા માટે સ્ટ્રીટ ફૂડ વેચવું પડી રહ્યું છે.

    - Advertisement -

    અફઘાન પત્રકારની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે. 

    ગયા વર્ષે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાએ પરત બોલાવી લેવાનું એલાન કરી બાદથી જ તાલિબાને અફઘાનિસ્તાનના શહેરોમાં કબજો મેળવવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ 15 ઓગસ્ટ 2021 ના દિવસે તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પણ કબજે કરી લીધી હતી. બીજી તરફ, અફઘાનિસ્તાનની સરકાર પડી ભાંગી અને તાલિબાનીઓએ સત્તા હાંસલ કરી લીધી હતી.

    તાલિબાને સત્તા સંભાળ્યા બાદ દેશના નાગરિકો પર વિવિધ પ્રતિબંધો લાગુ કર્યા છે. જેમાં મહિલાઓને શિક્ષણ આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી તરફ, છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ આ વર્ષે માર્ચમાં અફઘાનિસ્તાનમાં પુરૂષો માટે એક નવો આદેશ જારી કરીને કહ્યું હતું કે દાઢી ન રાખનારા સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. 

    1996 થી 2001 દરમિયાન તેમના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં માનવાધિકારના હનન માટે તાલિબાનની ખૂબ ટીકા થઇ હતી. આ વખતે ફરી સત્તા મેળવ્યા બાદ તેમણે નિયમોમાં છૂટ આપવાનું વચન આપ્યું હતું. જોકે, તેમ છતાં રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા તાલિબાન દ્વારા આવા ફરમાન જારી કરવામાં આવી રહ્યા છે, જેના કારણે અફઘાન નાગરિકો ખરાબમાં ખરાબ જીવન જીવવા માટે મજબૂર બની રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં