Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બીમાર પિતા પાસેથી સીએમની ખુરશી આંચકી લેવાની ફિરાકમાં હતા આદિત્ય ઠાકરે’: મહારાષ્ટ્રના...

    ‘બીમાર પિતા પાસેથી સીએમની ખુરશી આંચકી લેવાની ફિરાકમાં હતા આદિત્ય ઠાકરે’: મહારાષ્ટ્રના ધારાસભ્યનો દાવો, કહ્યું- હોસ્પિટલમાં થઇ હતી મિટિંગ

    રાણેએ દાવો પણ કર્યો હતો કે, જે દવાખાનામાં આ માટે બેઠક કરવામાં આવી હતી, તેના CCTV ફૂટેજ તેમની પાસે છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ દાવો કર્યો છે કે કોરોનાના સમયમાં જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બીમાર હતા ત્યારે તેમના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રીની ખુરશી પચાવી પાડવા માટે કારસો ઘડી રહ્યા હતા. તેમણે આ દાવાને બળ આપવા માટે સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતા.

    ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, જે સમયે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ગંભીર બીમારીથી પીડિત હતા અને દવાખાનામાં દાખલ હતા ત્યારે તેમના જ ઘરમાં તેમની પાસેથી સત્તા આંચકી CMની ખુરશી પર કબજો જમાવવાનો કારસો ઘડાઈ રહ્યો હતો. શનિવારે (29 એપ્રિલ, 2023) એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે તેમણે આ ઘટસ્ફોટ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, ઠાકરે પરિવાર અને સંજય રાઉત પર ગંભીર આરોપ લગાવતા ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ જણાવ્યું હતું કે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની ગરદન અને પીઠની સર્જરી કરવામાં આવી હતી અને તેઓ દવાખાનામાં દાખલ હતા તે સમયે આદિત્ય ઠાકરે અને તેમના મિત્ર વરૂણ સરદેસાઈની આખી ટોળકી બિઝનેસ ટ્રીપના નામે વિદેશમાં મજા માણી રહી હતી.

    - Advertisement -

    તેમના દાવા અનુસાર, આદિત્ય પોતે જ પોતાના પિતા વિરુદ્ધ સત્તા પચાવી પડવાનું કાવતરું ઘડી રહ્યાં હતા પરંતુ NCP અને કોંગ્રેસના વિરોધને કારણે તેઓ મુખ્યમંત્રી બનતાં-બનતાં રહી ગયા હતા. આ ઉપરાંત રાણેએ દાવો પણ કર્યો હતો કે, જે દવાખાનામાં આ માટે બેઠક કરવામાં આવી હતી, તેના CCTV ફૂટેજ તેમની પાસે છે.

    સંજય રાઉત પર પણ નિશાન સાધ્યું

    તાજેતરમાં સંજય રાઉતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકાને શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સમર્થન આપ્યું હતું અને એક તંત્રી લેખ લખ્યો હતો. જેને લઈને નિતેશ રાણેએ કહ્યું કે, રાઉતે બીજાઓ દ્વારા કરવામાં આવેલી ટીકાઓ પર સંપાદકીય લખવાની જગ્યાએ હવે આદિત્ય ઠાકરેનાં લગ્ન વિશે લખવું જોઈએ.

    નિતેશ રાણેએ તેવો પણ દાવો કર્યો હતો કે, આગામી 1મેના રોજ થનારી વ્રજમૂઠ સભાની તૈયારીઓ ભલે શરૂ થઈ ગઈ હોય, પરંતુ આ મહાવિકાસ આઘાડીની અંતિમ રેલી હશે. આ ત્રણેય પાર્ટીમાં કોઈ જ મનમેળ નથી અને અનેક મામલાઓને લઈને તેમની વચ્ચે મોટા મતભેદ ચાલી રહ્યા છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.

    બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ નિતેશ રાણેએ લગાવેલા આરોપો નકારી કાઢ્યા હતા. દુબેએ કહ્યું હતું કે, પાર્ટી રાણેને ગંભીરતાથી નથી લેતી, માટે તેમની વાતો પર પ્રતિક્રિયા આપવાનો કોઈ અર્થ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં