Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'આદિત્ય ઠાકરે જશે જેલ': BJP નેતા નારાયણ રાણેનો દાવો, કહ્યું- સુશાંત સિંઘ...

    ‘આદિત્ય ઠાકરે જશે જેલ’: BJP નેતા નારાયણ રાણેનો દાવો, કહ્યું- સુશાંત સિંઘ રાજપૂત અને દિશા સાલિયાનની કરાઈ હતી હત્યા, સત્ય સામે આવશે

    શનિવારે (16 ડિસેમ્બર) મહરારાષ્ટ્રના ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એક મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુશાંત સિંઘ રાજપૂત અને તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    બોલીવુડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત અને તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનાં મોતને લઈને હવે ફરી ચર્ચાઓએ જોર પકડયું છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, જો આ કેસની વાસ્તવિકતા બહાર આવી ગઈ તો ઉદ્વવ ઠાકરેના પુત્ર અને શિવસેના (ઉદ્ધવ જૂથ) ધારાસભ્ય આદિત્ય ઠાકરે જેલ યાત્રા કરી શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં રચેલી SIT આ અંગે તપાસ કરી રહી છે.

    શનિવારે (16 ડિસેમ્બર) મહરારાષ્ટ્રના ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એક મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુશાંત સિંઘ રાજપૂત અને તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની હત્યા કરવામાં આવી હતી. જ્યારે તેમની હત્યા કરવામાં આવી ત્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (શિવસેના, કોંગ્રેસ અને NCP ગઠબંધન)ની સરકાર હતી. આ હત્યામાં રાજ્યના એક મંત્રી પણ સામેલ હતા. તેમણે કહ્યું કે, હવે આ તપાસ આગળ વધી રહી છે તો નિશ્ચિતપણે આદિત્ય ઠાકરે જેલ જશે.

    ‘આદિત્ય ઠાકરે જશે જેલ’- નારાયણ રાણે

    નારાયણ રાણેએ કહ્યું કે, “હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે અભિનેતા સુશાંત સિંઘ અને દિશા સાલિયાન બંનેની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં રાજ્યનો એક મંત્રી પણ સામેલ હતા. અગાઉ કોઈ તપાસ થઈ નહોતી, પરંતુ હવે તપાસ થઈ રહી છે. હવે સત્ય સામે આવી જશે. આ મામલે આદિત્ય ઠાકરે નિશ્ચિતરૂપે જેલ જશે.” નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ દિશા સાલિયાનના મૃત્યુની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે એક SITની રચના કરી છે.

    - Advertisement -

    આ કેસની તપાસ કરી રહેલી SITમાં મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અજય બંસલ અને ઈન્સ્પેક્ટર ચિમાજી આધવનો સમાવેશ થશે. આધવ કેસની તપાસ કરશે જ્યારે બંસલ તપાસની દેખરેખ રાખશે. આ તપાસ પૂર્ણ કરવા માટે હજુ સુધી કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ SITના ગઠન સમયે નારાયણ રાણેના પુત્ર અને ધારાસભ્ય નીતિશ રાણેએ કહ્યું હતું, “હું પહેલાં દિવસથી જ કહું છું કે તેનું (દિશા સાલિયાન) મૃત્યુ દુર્ઘટનાના કારણે નથી થયું. રાજનીતિના કેટલાક મોટા નામ તેની મોતની પાછળ છે. તેના તમામ આરોપી વિશે જલ્દીથી ઘટસ્ફોટ થશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મને વ્યક્તિગત રીતે આ SIT વિશે જણાવ્યું છે.”

    દિશા સાલિયાન અને સુશાંત સિંઘ રાજપૂતનું શું હતું કનેક્શન?

    દિશા સાલિયાન સેલિબ્રિટી મેનેજરનું કામ કરતી હતી. સુશાંત સિંઘ રાજપૂતની તે મેનેજર પણ રહી ચૂકી હતી. કથિત રીતે મલાડના ગેલેક્સી રિજેન્ટ બિલ્ડિંગના 14મા માળેથી પડીને તેણે જીવ ગુમાવ્યો હતો. આ કેસને શરૂઆતથી જ શંકાસ્પદ માનવામાં આવે છે. દિશા સાલિયાન સાથે ગેંગરેપ અને હત્યાના દાવા પણ કરવામાં આવ્યા હતા. પોસ્ટપોર્ટમમાં બે દિવસના વિલંબ પર પણ પ્રશ્નો ઉઠયા હતા.

    ઉલ્લેખનીય છે કે સુશાંત સિંઘ રાજપૂતે 14 જૂન 2020ના રોજ મુંબઈમાં તેમના ફ્લેટમાં કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના એક અઠવાડિયા પહેલાં જ તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું મલાડમાં એક બિલ્ડિંગ પરથી પડી જવાથી મોત થયું હતું. આ મામલે આદિત્ય ઠાકરેનું નામ પણ ખૂબ ચગ્યુ હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં