Wednesday, November 13, 2024
More
    હોમપેજરાજકારણઇન્ટરવ્યુમાં આદિત્ય ઠાકરેએ કહ્યું- કભી મહારાષ્ટ્ર મેં મૉબ લિન્ચિંગ કે બારે મેં...

    ઇન્ટરવ્યુમાં આદિત્ય ઠાકરેએ કહ્યું- કભી મહારાષ્ટ્ર મેં મૉબ લિન્ચિંગ કે બારે મેં સુના હૈ? લોકોએ યાદ કરાવી પિતાના કાર્યકાળ દરમિયાન પાલઘરમાં થયેલી સાધુઓની હત્યા

    એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન આદિત્યએ કહ્યું, “આ બધી વાતો ચાલી રહી છે…મૉબ લિન્ચિંગની…ક્યારેય મહારાષ્ટ્રમાં મૉબ લિન્ચિંગ વિશે સાંભળ્યું છે? નથી સાંભળ્યું..”

    - Advertisement -

    મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્રમાં કોઈ મૉબ લિન્ચિંગ (Mob Lynching) ન થતું હોવાનો દાવો કર્યો. જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. લોકો તેમને તેમના પિતાના સમયમાં પાલઘરમાં (Palghar) થયેલું સાધુઓનું લિન્ચિંગ યાદ કરાવી રહ્યા છે. 

    વાસ્તવમાં આદિત્ય ઠાકરેએ તાજેતરમાં ‘ધ લલ્લનટોપ’ને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે વાતચીત દરમિયાન કહ્યું, “આ બધી વાતો ચાલી રહી છે…મૉબ લિન્ચિંગની…ક્યારેય મહારાષ્ટ્રમાં મૉબ લિન્ચિંગ વિશે સાંભળ્યું છે? નથી સાંભળ્યું..”

    આટલી સાત સેકન્ડની ક્લિપ વાયરલ થઈ રહી છે અને હવે લોકો આદિત્યને પાલઘરના સાધુઓનું લિન્ચિંગ યાદ કરાવી રહ્યા છે. 

    - Advertisement -

    ‘ફેક્ટ્સ’ નામથી જાણીતા એક યુઝરે આદિત્યને ટેગ કરીને પૂછ્યું કે, તો પછી પાલઘરમાં સાધુઓ સાથે શું બન્યું હતું? 

    પત્રકાર અજિત ભારતી વ્યંગ્ય કરતાં લખે છે કે, “ન્યૂયોર્કના પાલઘરમાં સાધુઓની હત્યા ગવર્નર ઉદ્વવ કુઓમોના કાર્યકાળમાં થઈ હતી.”

    અન્ય એક વ્યક્તિએ આદિત્યને પૂછ્યું કે પાલઘર શું પોલેન્ડમાં આવેલું છે, જેના વિશે તેમને ખબર જ નથી?

    અન્ય એક યુઝરે આદિત્ય ઠાકરેને ટાંકીને કહ્યું કે, “આ પણ ઠીક છે, કારણ કે મૉબ લિન્ચિંગ માત્ર મુસ્લિમોનું જ માનવામાં આવે છે. હિંદુઓનાં મોત મૉબ લિન્ચિંગમાં નથી આવતાં. એટલે તેમને પાલઘર યાદ નથી.”

    આંધ્રપ્રદેશ ભાજપના પ્રવક્તા વિનુષા રેડ્ડીએ લખ્યું કે, “આવું ડાઉનફૉલ? હિંદુ રાષ્ટ્રવાદી બાળાસાહેબ ઠાકરેના પૌત્રને પાલઘરના હિંદુ સાધુઓના જીવનની કોઈ કિંમત પણ નથી અને યાદ પણ કરવા માંગતા નથી અને મહારાષ્ટ્રમાં કોઈ લિન્ચિંગ ન થયું હોવાનો ઇનકાર કરી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં 16 એપ્રિલ, 2020ના રોજ મહારાષ્ટ્રથી સુરત જતા સાધુઓને પાલઘર પાસે રોકીને તેમનું લિન્ચિંગ કરવામાં આવ્યું હતું. વોટ્સએપ ઉપર એવી અફવા ફેલાવવામાં આવી હતી કે વિસ્તારમાં ચોર ફરી રહ્યા છે અને ગામલોકોએ સાધુઓને ચોર માનીને ગાડીમાંથી ઉતરીને માર માર્યો અને આખરે તેમનાં મૃત્યુ થયાં હતાં. 

    ઘટનામાં બે સાધુઓ કલ્પવૃક્ષગિરી મહારાજ અને સુશીલગિરી મહારાજ અને તેમના ડ્રાઇવર નિલેશનાં મોત થયાં હતાં. જેમાંથી કલ્પવૃક્ષગિરિ મહારાજની ઉંમર 70 કરતાં વધુ હતી. 

    આ ઘટનાથી દેશભરના હિંદુઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને ત્યારબાદ તપાસમાં જે ઢીલ રાખવામાં આવી, તેના કારણે ઉદ્ધવ ઠાકરે સરકાર પર પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. પછીથી જ્યારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના અને ભાજપની સરકાર આવી ત્યારે મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં