ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે. અનેક નવા પ્રોજેકટો પણ લોન્ચ થઈ રહ્યા છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદથી ભારતના વૈજ્ઞાનિકોમાં એક નવો જ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં ISROએ સૂર્યના પરીક્ષણ માટે આદિત્ય-L1 મિશન લોન્ચ કર્યું હતું. હવે તેના વિશે ISRO ચીફ એસ. સોમનાથે ખુશીના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ભારતનું પ્રથમ સૂર્ય મિશન હવે ટૂંક સમયમાં લક્ષ્યાંક હાંસલ કરશે. તેમણે કહ્યું કે, આદિત્ય-L1 તેના નિશ્ચિત સ્થાને એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ-1 પર પહોંચવા જઈ રહ્યું છે. 6 જાન્યુઆરીના રોજ તે લક્ષ્ય પ્રાપ્ત કરશે.
𝐀𝐝𝐢𝐭𝐲𝐚-𝐋𝟏 𝐌𝐢𝐬𝐬𝐢𝐨𝐧:
— ISRO InSight (@ISROSight) December 25, 2023
Did you hear? I'm close to the destination!
Aditya-L1 will reach its destination, Lagrange point 1 (L1) of the Sun-Earth system, which is about 1.5 million km from the Earth, on January 6, 2024.#AdityaL1 #ISRO pic.twitter.com/xcwtEka5IG
1 જાન્યુઆરી 2024ના રોજ એટલે કે વર્ષના પ્રથમ દિવસે જ ISROએ એક્સ-રે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat)ને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. ત્યારે તે જ દિવસે હવે આદિત્ય-L1 મિશનને લઈને નવી જાણકારી સામે આવી છે. ISRO ચીફ એસ. સોમનાથે તેના વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભારતનું પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી મિશન આદિત્ય-L1, 6 જાન્યુઆરીના રોજ લેગ્રેન્જ પોઈન્ટ-1 પર પહોંચી જશે. તેને 2 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલે કે, તે 125 દિવસની યાત્રા પૂર્ણ કરીને નક્કી કરાયેલા સ્થાને પહોંચી જશે.
L-1 પોઈન્ટ એટલે શું?
L1 પોઈન્ટ એટલે લેન્ગ્રેજ પોઈન્ટ. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા કુલ 5 પોઈન્ટ છે, જ્યાં પૃથ્વી અને સૂર્ય બંનેનાં ગુરૂત્વાકર્ષણ બળ આકર્ષણ-પ્રતિઆકર્ષણ બળ સર્જે છે, જેના કારણે ત્યાં જે સેટેલાઈટ મૂકવામાં આવ્યું હોય તે બંનેમાંથી કોઈ તરફ આકર્ષાતું નથી અને એક જગ્યાએ રહીને કામ કરી શકે છે. આદિત્ય જ્યાં તરતુ મૂકવામાં આવશે તે L1 પોઇન્ટ છે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી અને સૂર્યનું અંતર 15 કરોડ કિલોમીટર છે, એટલે આમ તો આ અંતર માત્ર 1 ટકા જેટલું કહેવાય, પરંતુ આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યનો અભ્યાસ કરવાનો છે, જેથી આટલું અંતર પણ પૂરતું છે.
નવા વર્ષના પ્રથમ દિવસે જ ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું સેટેલાઈટ
વર્ષ 2024ના પ્રથમ દિવસે જ ISROએ ઇતિહાસ રચ્યો છે. 1 જાન્યુઆરીના દિવસે જ ISROએ વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ એવો ઉપગ્રહ લોન્ચ કર્યો છે કે, જે પલ્સર, બ્લેક હોલ, આકાશગંગા અને રેડિયેશન જેવા તત્વોનો અભ્યાસ કરશે. તે ઉપગ્રહનું નામ એક્સ-રે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) છે. તેની સાથે 10 અન્ય પેલોડ્સ પણ સામેલ હશે. સોમવારે (1 જાન્યુઆરી) સવારે 9:10 વાગ્યે આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને PSLV-C58 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ કર્યા પહેલાં વૈજ્ઞાનિકોએ તિરૂપતિમાં ભગવાન વેંકટેશ્વરની પૂજા પણ કરી હતી.
#WATCH PSLV-C58 XPoSat मिशन का प्रक्षेपण | एक्स-रे पोलारिमीटर सैटेलाइट (XPoSat) का श्रीहरिकोटा से सफल प्रक्षेपण किया गया। pic.twitter.com/0jarwYYamF
— ANI_HindiNews (@AHindinews) January 1, 2024
આ સેટેલાઈટ અંતરીક્ષમાં થતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. આ ઉપરાંત તે બ્લેક હોલ, આકશગંગાનો પણ અભ્યાસ કરશે. તે તમામ તત્વોની તસવીરો પણ ISROને મોકલી શકશે. તેમાં લગાવવામાં આવેલું ટેલિસ્કોપ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ, એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટિવ ન્યુકલી, નોન-થર્મલ સુપરનોવા, આકાશગંગા. આ સેટેલાઈટ 650 કિલોમીટરની ઊંચાઈ પરથી અભ્યાસ કરશે.