Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના ગંભીરરૂપે બીમાર વ્યક્તિઓ હવે દવા માટે ઝૂરશે?; આર્થિક સંકટ લાવી રહ્યું...

    પાકિસ્તાનના ગંભીરરૂપે બીમાર વ્યક્તિઓ હવે દવા માટે ઝૂરશે?; આર્થિક સંકટ લાવી રહ્યું છે જીવનજરૂરી દવાઓની તંગી

    પાકિસ્તાનની હાલત બદતર થવાને લાંબો સમય નથી થયો. શરૂઆતમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ એવો તો ભરડો લીધો હતો કે હવે પાકિસ્તાનીઓ એક કિલો લોટ માટે તકલીફ અનુભવી રહ્યાં છે. પાકિસ્તાનમાં લોટના કાળાબજાર થઇ રહ્યાં છે. તો આ સાથે ચીકન અને મટન પણ એટલા જ મોંઘા થઇ ગયા છે.

    - Advertisement -

    પાકિસ્તાનની આર્થિક હાલત રોજબરોજ પાતળી થતી જાય છે. દેશ અગાઉથી જ મોટાં આંતરરાષ્ટ્રીય દેવાં તેમજ મોંઘવારીથી ગ્રસ્ત છે. આ સંજોગોમાં ડોલર સામે પાકિસ્તાની રૂપિયો (PKR) વધુને વધુ નબળો પડી રહ્યો છે. આ કારણોસર હવે પાકિસ્તાનના લોકો જીવનજરૂરી દવાઓ પણ નહીં મેળવી શકે તેવા સંજોગો ઉભા થઇ રહ્યાં છે.

    પાકિસ્તાનની ધ ન્યુઝ ઇન્ટરનેશનલ નામની સંસ્થાના અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં આયાતી ઇન્જેકશનો, કેન્સરના ઈલાજને લગતી દવાઓ, ગર્ભાધાન માટેની દવાઓ તેમજ એનેસ્થેસિયા માટે ઉપયોગમાં લેવાતો ગેસ આ તમામની સપ્લાય સ્થાનિક સપ્લાયરો દ્વારા બંધ કરી દેવામાં આવી છે.

    આ ન્યુઝ સંસ્થાએ અબ્દુલ મન્નાન નામના ફાર્માસિસ્ટને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરીટી (DRAP) દ્વારા 2018માં જીવનજરૂરી દવાઓ માટે કિંમત નક્કી કરવા માટેની નીતિને કારણે આ તંગી ઉભી થઇ છે. જો કે આ તંગી માટે પાકિસ્તાની રૂપિયાનું અમેરિકન ડોલર સામે થઇ રહેલું સતત ધોવાણ પણ એટલું જ જવાબદાર છે.

    - Advertisement -

    DRAP એ છેલ્લે જીવનજરૂરી દવાઓ કઈ કિંમતે મળશે તેની નીતિ ત્યારે નક્કી કરી હતી જ્યારે 1 અમેરિકી ડોલર 190 પાકિસ્તાની રૂપિયાનો હતો. પરંતુ હવે ડોલર 285 PKR થઇ ગયો છે જ્યારે સ્થાનિક બજારમાં તો 1 અમેરિકન ડોલર 300 PKRનો મળતો થયો છે. આમ સ્ટોકીસ્ટ્સને સતત ધોવાઇ રહેલાં પાકિસ્તાની ડોલરને લીધે પોતાનું ઈમ્પોર્ટ બીલ વધતું હોવાથી તેમણે આ પ્રકારની દવાઓ આગળ વેંચવાનું બંધ કરી દીધું છે.

    પાકિસ્તાનમાં સીરપ સહીત ઘણી ઓરલ મેડીસીન્સ ઉત્પાદિત થાય છે જેમાં ઇન્જેક્શન અને ગોળીઓ પણ સામેલ છે. પરંતુ કેન્સર વિરોધી રસી જેવી ઘણી મહત્વની દવાઓ પાકિસ્તાન ભારત, રશિયા, ચીન અને યુરોપના દેશો તેમજ અમેરિકા અને તુર્કી પાસેથી આયાત કરે છે.

    પાકિસ્તાનની હાલત બદતર થવાને લાંબો સમય નથી થયો. શરૂઆતમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ એવો તો ભરડો લીધો હતો કે હવે પાકિસ્તાનીઓ એક કિલો લોટ માટે તકલીફ અનુભવી રહ્યાં છે. પાકિસ્તાનમાં લોટના કાળાબજાર થઇ રહ્યાં છે. તો આ સાથે ચીકન અને મટન પણ એટલા જ મોંઘા થઇ ગયા છે.

    કરકસરનાં ભાગરૂપે પાકિસ્તાનમાં રાત્રે આઠ વાગ્યા પછી મોટા મોલ્સ પણ બંધ કરવાનો આદેશ અપાઈ ચુક્યો છે, પરંતુ IMF પાકિસ્તાનને નવી લોન આપવા માટે હજી પણ અસમંજસમાં હોવાથી પાકિસ્તાનની આર્થિક હાલત દિવસેને દિવસે પાતળી થતી જાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં