Sunday, April 28, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઆચાર્ય વિદ્યાસાગર બ્રહ્મલીન, જૈન સમાજ શોકાતુર: વડાપ્રધાન મોદીએ શોક પ્રકટ કર્યો, કહ્યું-...

    આચાર્ય વિદ્યાસાગર બ્રહ્મલીન, જૈન સમાજ શોકાતુર: વડાપ્રધાન મોદીએ શોક પ્રકટ કર્યો, કહ્યું- દેશને પૂરી ન શકાય તેવી ખોટ પડી

    આચાર્ય તેમના અંતિમ શ્વાસ સુધી ચેતન અવસ્થામાં હતા. તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની સાથે મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતાસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ ઉપસ્થિત હતા.

    - Advertisement -

    જૈન સંપ્રદાયના દિગંબર મુની આચાર્ય વિદ્યાસાગર સમાધી ગ્રહણ કરીને બ્રહ્મલીન થયા છે. આચાર્યશ્રીના દેહત્યાગથી દેશ -વિદેશના જૈન સમુદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આચાર્ય છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ પર હતા અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. આચાર્યના બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમના આધિકારિક X હેન્ડલ પરથી શ્રદ્ધાંજલિ આપી હતી.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર આચાર્ય તેમના અંતિમ શ્વાસ સુધી ચેતન અવસ્થામાં હતા. તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની સાથે મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતાસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ ઉપસ્થિત હતા. આચાર્યજીએ થોડા સમય પહેલા જ પોતાના પદનો ત્યાગ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી તેઓ ઉપવાસ પર જ હતા. જીવનના અંતિમ સમયમાં તેમણે ત્રણ દિવસ અખંડ મૌન વ્રત પાળ્યું હતું અને સંપૂર્ણ ચેતન અવસ્થામાં દેહત્યાગ કર્યો હતો.

    વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ

    આચાર્ય વિદ્યાસાગર બ્રહ્મલીન થયા હોવાના સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે X પર લખ્યું કે, “આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજનું બ્રહ્મલીન થવું દેશ માટે પૂરી ન કરી શકાય તેવી ખોટ છે. લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ માટે તેમના બહુમુલ્ય પ્રયત્ન કાયમ યાદ કરવામાં આવશે. તેઓ આજીવન ગરીબી ઉન્મૂલન સાથે-સાથે સમાજમાં સ્વાસ્થ્ય અને શિક્ષણને વધારવા માટે લાગ્યા રહ્યા. આ મારું સૌભાગ્ય છે કે મને નિરંતર તેમના આશીર્વાદ મળતા રહ્યા. ગયા વર્ષે છત્તીસગઢમાં જૈન મંદિરમાં તેમની સાથે થયેલી મુલાકાત મારા માટે અવિસ્મરણીય રહેશે. તે સમયે આચાર્ય જી [અસેથી મને ભરપુર સ્નેહ અને આશીર્વાદ મળેલા. સમાજ માટે તેમનું અપ્રતિમ યોગદાન દેશની દરેક પેઢીને પ્રેરિત કરતી રહેશે.”

    - Advertisement -

    વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આચાર્યજીને શ્રધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, “મહાન સંત પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજ જેવા મહાપુરુષનું નિધન દેશ અને સમાજ માટે એક ન પૂરી શકાય તેવી ખોટ છે. તેમણે માત્ર છેલ્લા શ્વાસ સુધી માનવતાના કલ્યાણને પ્રાધાન્ય આપ્યું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું આવા યુગમણિશીની હાજરી, સ્નેહ અને આશીર્વાદમાં રહ્યો છું.માનવતાના સાચા ઉપાસક એવા આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનું નિધન મારા માટે વ્યક્તિગત ક્ષતિ સમાન છે. તેઓ નિઃસ્વાર્થપણે સર્જનના હિત અને દરેક વ્યક્તિના કલ્યાણ માટેના તેમના સંકલ્પને સમર્પિત રહ્યા.”

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આપી શ્રદ્ધાંજલિ

    બીજી તરફ આચાર્યશ્રીના બ્રહ્મલીન થવા પર ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ X પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે, “એવું કહેવામાં આવે છે કે આ વિશ્વમાં બે સૂર્ય છે. એક સૂર્ય તે છે જે આકાશમાં છે – જેના પર દ્રષ્ટિ ટકી નથી શક્તિ. અને એક એવો પણ સૂર્ય છે જેના પરથી દ્રષ્ટિ હટતી નથી. સંત શિરોમણી આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજની સમાધિ એક ન પૂરી શકાય તેવી ખોટ છે. હું ઈચ્છું છું કે સમાજ તમારા શબ્દો અને તમારા જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધે. આપ હંમેશા જયવંત રહેશો.”

    છત્તીસગઢમાં રાજકીય શોક પાળવામાં આવશે

    આચાર્ય વિદ્યાસાગર બ્રહ્મલીન થવા પર છત્તીસગઢમાં અડધા દિવસનો રાજકીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાજ્યના તમામ સરકારી બિલ્ડીંગમાં ફરકાવેલા ધ્વજ અડધી કઠિએ ઉતારવામાં આવશે. રાજ્યમાં કોઈ રાજકીય મનોરંજન કે સંસ્કૃતિક કાર્યક્રમો નહીં કરવામાં આવે.”

    આચાર્ય વિદ્યાસાગર મહારાજનો જન્મ કર્ણાટકના બેલગામ જિલ્લાના સદલગામાં શરદ પૂર્ણિમાએ 10 ઓક્ટોબર 1946ના રોજ થયો હતો. બાળપણમાં તેમનું નામ વિદ્યાધર હતું, તેમણે 30 જૂન 1968ના રોજ અજમેરમાં મુનિ દીક્ષા લીધી હતી. 22 નવેમ્બર 1972ના રોજ તેમને આચાર્યનું પદ મળ્યું હતું, આચાર્ય જ્ઞાન સાગરજીએ તેમને દીક્ષા આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં