Monday, September 9, 2024
More
    હોમપેજરાજકારણ'આમંત્રણ ફક્ત રામભક્તો માટે’: ઉદ્ધવ ઠાકરેને આડેહાથ લેતા રામ મંદિરના મુખ્ય પુજારીનું...

    ‘આમંત્રણ ફક્ત રામભક્તો માટે’: ઉદ્ધવ ઠાકરેને આડેહાથ લેતા રામ મંદિરના મુખ્ય પુજારીનું નિવેદન, શિવસેના પ્રમુખે નિમંત્રણ ન મળ્યાની કરી હતી ફરિયાદ

    સંજય રાઉતે કહ્યું હતું, ”પ્રધાનમંત્રી કાર્યાલય અયોધ્યાથી ચાલશે, સરકાર અયોધ્યાથી ચાલશે. કારણ કે કામ ક્યા છે? ક્યારેક પુલવામાના નામ પર, તો ક્યારેક રામના નામ પર, અમે પણ રામ મંદિર માટે પરસેવો પાડ્યો છે. અમારી કરતા મોટુ રામભક્ત બીજું કોઈ નથી."

    - Advertisement -

    અયોધ્યામાં થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ-વિદેશના વસતા હજારો મહેમાનોને આમંત્રણ અપાયું છે ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના(ઉદ્ધવ ગ્રુપ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા એક ટીપ્પણી કરવામાં આવી હતી કે તેમને પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી. આ મુદે હવે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેંદ્ર દાસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ ફક્ત રામભક્તોને જ આપવામાં આવ્યું છે.

    ANI સાથે વાતચીત દરમિયાન આચાર્ય સત્યેંદ્ર દાસે કહ્યું, “આમંત્રણ ફક્ત એજ લોકોને આપવામાં આવે છે જે રામ ભક્ત છે. એ કહેવું તદ્દન ખોટું છે કે ભારતીય જનતા પાર્ટી ભગવાન રામના નામનો ઉપયોગ કરી રહી છે. આપણા વડાપ્રધાનનું બધી જગ્યાએ સન્માન છે. એમના કાર્યકાળ દરમિયાન તેઓએ ખુબ કામ કર્યું છે. આ રાજનીતિ નથી, આ તેમની ભક્તિ છે”

    આ ઉપરાંત આચાર્ય સત્યેંદ્ર દાસે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને પણ આડેહાથ લીધા હતા. આચાર્યે કહ્યું, “સંજય રાઉતને એટલી પીડા થઇ રહી છે કે તેઓ જણાવી પણ નથી શકતા. આજ જ લોકો પ્રભુ રામના નામે વોટ માંગતા હતા. પરંતુ જે લોકોની પ્રભુ રામમાં શ્રદ્ધા હતી તેઓ આજે સત્તામાં છે અને આ લોકો શું બકવાસ કરી રહ્યા છે? આવું કરી તેઓ ફક્ત ભગવાન રામનું અપમાન કરી રહ્યા છે.”

    - Advertisement -

    આ પહેલાં સંજય રાઉતે કહ્યું હતું, ”પ્રધાનમંત્રી કાર્યાલય અયોધ્યાથી ચાલશે, સરકાર અયોધ્યાથી ચાલશે. કારણ કે કામ ક્યા છે? ક્યારેક પુલવામાના નામ પર, તો ક્યારેક રામના નામ પર, અમે પણ રામ મંદિર માટે પરસેવો પાડ્યો છે. અમારી કરતા મોટુ રામભક્ત બીજું કોઈ નથી. એટલે આ બધું તો થશે, PMO અને મંત્રાલય પણ ત્યા જ બનશે. ખરેખર તો આપણે દેશને પાંચ હજાર વર્ષ પાછળ લઈ જઈ રહ્યા છે.”

    નોંધનીય છે કે આ પહેલાં પણ સંજય રાઉત રામ મંદિર અને BJP વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. જેમાં તેમને નિમંત્રણ બાબતે કહ્યું હતું, કે “હવે 22 જાન્યુઆરી ૨૦૨4માં BJP તરફથી ફક્ત એટલું જ જાહેર થવાનું બાકી છે કે આપણા અયોધ્યામાંથી ઉમેદવાર પ્રભુશ્રી રામથવા જી છે.” આ સાથે જ સજંય રાઉતે 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ નથી, ફક્ત એક રાજનીતિ છે.”

    ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રભુ શ્રીરામનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 7000થી વધુ વિશેષ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં મોટા રાજનીતિક વ્યક્તિઓને બોલવવામાં આવ્યા છે. જોકે, INDIA ગઠબંધનમાં જોડાયેલા હોય તેવા પક્ષો હજી આ કાર્યક્રમમાં જવા લઈને મૂંઝવણમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં