Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વિદ્યાર્થીઓની માંગ: છાત્ર હુંકાર સંમેલનમાં ABVPને મળેલા પ્રસ્તાવો...

  અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વિદ્યાર્થીઓની માંગ: છાત્ર હુંકાર સંમેલનમાં ABVPને મળેલા પ્રસ્તાવો પર અભાવિપના ગુજરાત પ્રદેશ મંત્રી યુતિ ગજરે સાથેની ખાસ વાતચીત

  1411માં કર્ણદેવ સોલંકી દ્વારા આ શહેરને વસાવવામાં આવ્યું હતું પણ મુસ્લિમ શાસક અહેમદ શાહે અહીં કબજો કર્યો ત્યારે તેણે નગરનું નામ ફેરવીને અમદાવાદ રાખ્યું હોવાનું માનવામાં આવે છે.

  - Advertisement -

  ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ABVP દ્વારા માંગ ઉઠી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ને 60 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટેના પ્રસ્તાવો મળ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિષદના છાત્ર હુંકાર સંમેલનમાં હજારો વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

  અહેવાલો અનુસાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ABVP દ્વારા માંગ કરતા પ્રસ્તાવો પરિષદની છાત્ર હુંકાર સંમેલન અંતર્ગત બેઠક દરમિયાન મળ્યા હતા. જેમાં જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો રહ્યો હતો. આ બેઠકમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ અંદાજીત 2000 વિદ્યાર્થીઓ દ્વારા મૂકાયો હતો. જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

  પરિષદને 75 વર્ષ થશે, જે અંતર્ગત યોજાયો હતો કાર્યક્રમ: યુતિ ગજરે

  આ બાબતે વધુ માહિતી મેળવવા ઑપઈન્ડિયાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી યુતિ ગજરેનો સંપર્ક કર્યો હતો, દરમિયાન ટેલીફોનીક વાતચીતમાં યુતિએ આ વિશે વિસ્તારમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આજે 75 વર્ષ થવા જઈ રહ્યાં છે, જે અંતર્ગત આખા ગુજરાતમાં આ પ્રકારના કાર્યક્રમ થયાં હતા, જેને છાત્ર હુંકાર નામ આપવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં ચાર કલાકનું એક સત્ર યુજાયું હતું, જેમાં અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, આ ઉપરાંત શોભા યાત્રાનું પણ આયોજન કરાયું હતું. જે દરમીયાન એક જગૃક્ગતા વાળો મહોલ બન્યો હતો.”

  - Advertisement -

  આ તમામ પ્રસ્તાવો વિધાર્થીઓ વચ્ચેથી આવ્યાં

  ઑપઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં યુતિ આગળ જણાવે છે કે, “આ કાર્યક્રમો દરમિયાન તમામ જીલ્લાઓના વિદ્યાર્થીઓ વચ્ચેથી આવેલા વિષયોને પ્રસ્તાવ રૂપે લેવામાં આવ્યા, જેમાં અનેક પ્રકારના પ્રસ્તાવો હતા, જેવા કે બનાસકાંઠામાં યુનીવર્સીટીની માંગ ઉઠી જેને અમે પ્રસ્તાવ રૂપે લીધી, સુરતમાં નશા મુક્ત કેમ્પસનો પ્રસ્તાવ મળ્યો, ડાંગથી લોકલ ટ્રાન્સપોટેશન, સારું કેમ્પસની માંગ હતી. કુલ 39 જિલ્લાઓમાં આ પ્રકારનો માહોલ બન્યો હતો.”

  અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાર્થીઓએ આપ્યો ‘કર્ણાવતી’નો પ્રસ્તાવ

  અમદાવાદને કર્ણાવતી નામ આપવાના પ્રસ્તાવ વિષે વિદ્યાર્થીનેતા યુતિ જણાવે છે કે, “39 જિલ્લાઓમાં અમદાવાદનો પણ સમાવેશ થયો, જેમાં અંદાજે 60 જેટલી કોલેજોના 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને અમદાવાદને કર્ણાવતી નામ આપવાનો વિષય પણ આ 2000 વિદ્યાર્થીઓ વચ્ચેથી જ આવ્યો છે. પ્રસ્તાવ મળ્યા બાદ અભાવિપ તેના પર ચર્ચા-વિચારણા કરશે, અને અગામી સમયમાં દિશા નક્કી કરી આ પ્રસ્તાવને આગળ લઇ જવાનાં નિર્ણયો કરવામાં આવશે.”

  નોંધનીય છે કે જે વર્ષ 2018 ના સમયે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતાં તે સમયે પણ આ પેકરની માંગ ઉઠી હતી, તે સમયે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર શહેરનું નામ બદલવાની વિચારણા કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે. તે વિષય પર વાત કરતા યુતિ જણાવે છે કે અત્યારે આ વિષય વિદ્યાર્થીઓ પાસેથી મળેલા પ્રસ્તાવ પરથી આવ્યો છે, અને શહેરની પરિષદ પણ ઈચ્છે છે કે ગુજરાતનું સહુથી મોટું શહેર તેના અસલ નામથી ઓળખાય, જે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લોકજગૃતિઓના કામ કરીને તેમના વચ્ચે પણ આ પ્રકારનો માહોલ ઉભો થાય.

  અહી નોંધનીય છે કે 1411માં કર્ણદેવ સોલંકી દ્વારા આ શહેરને વસાવવામાં આવ્યું હતું પણ મુસ્લિમ શાસક અહેમદ શાહે અહીં કબજો કર્યો ત્યારે તેણે નગરનું નામ ફેરવીને અમદાવાદ રાખ્યું હોવાનું માનવામાં આવે છે. અમદાવાદનું સાચું નામ કર્ણાવતી છે. અને અનેક સંગઠનોની માંગ છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે આશાવલ ભીલ નામના રાજાને હરાવીને વર્તમાન પ્રદેશ પર વિજય મેળવ્યો અને તેના નામ પરથી આ સ્થળનું નામ કર્ણાવતી રાખ્યું. તેથી શહેરનું નામ કર્ણાવતી હોવું જોઈએ.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં