Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે કામ સરકારો દાયકાઓ સુધી ન કરી શકી, તેમણે માત્ર 3 દિવસમાં...

    જે કામ સરકારો દાયકાઓ સુધી ન કરી શકી, તેમણે માત્ર 3 દિવસમાં કરી બતાવ્યું; વાંચો આંધ્રપ્રદેશની આદિવાસી વસ્તીના સંઘર્ષની વાત

    તાજેતરમાં, ગામ ચર્ચાનો વિષય બન્યો હતો જ્યારે ગામલોકો ડીએમને મળ્યા હતા અને તેમના બાળકોને શાળાઓમાં પ્રવેશ માટે આધારકાર્ડની માંગ કરી હતી અને તેઓ તેમાં પણ સફળ થયા હતા.

    - Advertisement -

    માત્ર 12 પરિવાર, આધુનિક જમાનામાં પણ અંતરિયાળ જંગલોમાં વસવાટ. રાજ્યની સરકારોએ દાયકાઓ સુધી જેમની ભાળ ન લીધી અને જેઓ માત્ર અને માત્ર સંઘર્ષમાં જીવન વિતાવ્યું તેવા આંધ્રપ્રદેશના આદિવાસી વસ્તીના સંઘર્ષની આ વાત અલુરી સીતારામ રાજુ જિલ્લાના એક નાનકડા અંતરિયાળ ગામ, નિરેદુ બાંદાની છે, જ્યાં વસતા આદિવાસી સમુદાયના લોકોના બાળકો માટે શાળાએ જવું ખૂબ જ મુશ્કેલ હતું. સ્કૂલની 5 કિલોમીટરની સફરમાં તેમને રોજ કાંટા અને ઝાડી-ઝાંખરાથી ભરેલા રસ્તા પર 4 કિલોમીટર ચાલવું પડતું હતું.

    ધ ન્યુઝ મીનીટે આપેલા રીપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના આદિવાસી વસ્તીના સંઘર્ષની સીમાઓ સતત વધી રહી હતી. આ દરમિયાન બાળકોને તેમની શાળાએ પહોંચવા માટે રસ્તામાં પડતી મુશ્કેલી જોઈને ગામના વડીલો તેમને ઘોડા પર બેસાડીને સ્કૂલે લઈ જવા લાગ્યા હતા. પણ આ થોડું કોઈ સમાધાન હતું? આખરે રોજની સમસ્યાઓ જોઈને ગ્રામજનોએ રસ્તાનું સમારકામ કરવાનું નક્કી કર્યું. તેમણે માત્ર ત્રણ દિવસમાં કાંટાળી ઝાડીઓથી ભરેલા 4 કિમી લાંબા રસ્તાને એકદમ સાફ કરી નાંખ્યો. આ ગામના 15 માંથી 12 બાળકો ગામથી લગભગ 5 કિમી દૂર આવેલી ઝેડ જોગમપેટાની એમપી (મંડલ પરિષદ) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.

    આ ગામમાં કોંડુ જાતિના માત્ર 12 પરિવારો જ રહે છે, જેમને આદિમ આદિજાતિ જૂથો (પીટીજી) અથવા ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથો (પીવીટીજી) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ ગામ ચિમલપાડુ પંચાયતથી લગભગ 16 કિમી અને આંધ્રપ્રદેશના અલુરી સીતા રામ રાજુ જિલ્લાના રવિકામથમ મંડળથી 25 કિમી દૂર છે. આ પર્વતીય ગામમાં એક જ રસ્તો છે અને ત્યાંથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ છે. ગ્રામજનોએ વારંવાર મંડલ પરિષદ વિકાસ અધિકારી (એમડીપીઓ)ને રસ્તો બનાવવા વિનંતી કરી હતી, પણ તે ખાલી સાંત્વના જ આપતા રહ્યા. આખરે ગ્રામીણોએ કોઈ અન્ય પર નિર્ભર રહેવાનું માંડી વાળીને જાતે જ રસ્તો સાફ કરવાનું શરૂ કર્યું. અને જોત જોતામાં કાંટાળો માર્ગ એકદમ સુગમ બની ગયો. તેમને કામ પૂરું કરવામાં માત્ર ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.

    - Advertisement -

    છેલ્લે બ્રિટિશ કાળમાં બન્યો હતો આ રસ્તો

    રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર અનુસૂચિત સાધના સમિતિના જિલ્લા પ્રમુખ કે.ગોવિંદા રાવે જણાવ્યું હતું કે, હાલ જે રસ્તો છે તે બ્રિટિશ કાળમાં બનાવવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ કાગળના ઉત્પાદન ઉદ્યોગો સુધી વાંસ સુધી પહોંચવા માટે કરવામાં આવતો હતો. સમય જતાં ધીમે ધીમે રસ્તો બગડતો ગયો અને કોઈ સરકારે ધ્યાન ન આપ્યું. સાથે જ ઈન્ટીગ્રેટેડ ટ્રાઈબલ ડેવલપમેન્ટ એજન્સી (આઈટીડીએ)ના અધિકારીઓએ પણ વારંવાર કોન્ક્રીટ રોડ બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ તે વચન ક્યારેય પૂરું કરી શક્યા ન હતા, તેથી ગ્રામજનોએ જાતે જ રસ્તો રિપેર કરવા માટેનો નિશ્ચય કર્યો હતો અને આખરે તેમણે તે કરી બતાવ્યું હતું.

    ઉલ્લખનીય છે કે આદિવાસી જનજાતિનું આ નિરેદુ બાંદા ગામ તેના હક અને અધિકારો માટે લડવા માટે જાણીતું છે. અહીંના રહેવાસીઓ તેમના બાળકોને વધુ સારું ભવિષ્ય અને તકો પ્રદાન કરવા માટે પોતાને શિક્ષિત કરી રહ્યા છે. તાજેતરમાં, ગામ ચર્ચાનો વિષય બન્યો હતો જ્યારે ગામલોકો ડીએમને મળ્યા હતા અને તેમના બાળકોને શાળાઓમાં પ્રવેશ માટે આધારકાર્ડની માંગ કરી હતી અને તેઓ તેમાં પણ સફળ થયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં