Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મુસ્લિમ ફંડ’ ચલાવતો હતો અબ્દુલ, કરોડો રૂપિયા લઈને રફુચક્કર થઇ ગયો: હજારો...

    ‘મુસ્લિમ ફંડ’ ચલાવતો હતો અબ્દુલ, કરોડો રૂપિયા લઈને રફુચક્કર થઇ ગયો: હજારો લોકોના પૈસા ડૂબ્યા, ફરિયાદ દાખલ

    ઇસ્લામમાં વ્યાજના પૈસા હરામ માનવામાં આવે છે, જેના કારણે હરિદ્વારના જ્વાલાપુરના ઘણા મુસ્લિમો બેન્કમાં પૈસા જમા કરવાની જગ્યાએ અબ્દુલ રજ્જાકને આપતા હતા.

    - Advertisement -

    ઉત્તરાખંડના હરિદ્વારમાં મુસ્લિમ સમુદાયના હજારો લોકો સાથે છેતરપિંડી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક અબ્દુલ રજ્જાક નામનો મુસ્લિમ ફંડ સંચાલક કરોડો રૂપિયા લઈને ફરાર થઇ ગયો છે. જેને લઈને જેમના પૈસા ડૂબ્યા તેમણે હોબાળો મચાવ્યો હતો અને પોલીસને ફરિયાદ કરી હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. 

    રિપોર્ટ અનુસાર, શરિયા અનુસાર વ્યાજના પૈસા હરામ માનવામાં આવે છે, જેના કારણે હરિદ્વારના જ્વાલાપુરના ઘણા મુસ્લિમો બેન્કમાં પૈસા જમા કરવાની જગ્યાએ અબ્દુલ રજ્જાકને આપતા હતા. તે મુસ્લિમ ફંડના નામે મુસ્લિમ સમુદાયના નાના-મોટા અનેક વ્યક્તિઓ પાસેથી દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે પૈસા ઉઘરાવતો હતો. જેનું રોકાણ તે અન્ય જગ્યાએ કરતો હતો. 

    અબ્દુલે જ્વાલાપુરમાં કબીર મ્યુચ્યુઅલ બેનિફિટ નિધિ લિમિટેડ નામથી પોતાની એક ઓફિસ પણ ખોલી હતી. જ્યાં આવીને લોકો પૈસા જમા કરાવતા હતા. છેલ્લા થોડા સમયથી તેના અનેક ગ્રાહકો બની ગયા હતા. તે પોતાના ગ્રાહકોને રીતસરની પાસબુક પણ ઈસ્યૂ કરતો, જેમાં નાણાકીય વ્યવહારોની એન્ટ્રી પાડવામાં આવતી. 

    - Advertisement -

    મીડિયા અહેવાલો અનુસાર, તેણે જ્વાલાપુર અને આસપાસના ગામમાં રહેતા 22 હજાર લોકોનાં ખાતાં ખોલ્યાં હતાં અને કોઈ 10 હજાર તો કોઈ 20 તો કોઈ 50 હજાર સુધીની રકમ જમા કરાવતું હતું.

    છેક બે દિવસ પહેલાં સુધી તેણે ગ્રાહકોને અણસાર આવવા દીધો ન હતો પરંતુ બે દિવસથી તેના કોઈ માણસો પૈસા એકત્ર કરવા માટે જતા ન હતા કે તેનો કોઈ પત્તો મળતો ન હતો. જેના કારણે રવિવારે સવારે લોકો તેની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો તાળું લાગ્યું હતું, પછીથી ઘરે તપાસ કરતાં ત્યાં પણ તાળું જોવા મળ્યું હતું. પછીથી અન્ય લોકો પણ આવ્યા અને હોબાળો મચાવ્યો હતો. 

    એક વકીલે મીડિયાને જણાવ્યું કે, છેલ્લાં 8 વર્ષથી તેમનું ખાતું અબ્દુલના મુસ્લિમ ફંડમાં ચાલતું હતું અને સાથે પરિવારના અન્ય લોકોનાં ખાતાં પણ હતાં. જેમાં અવારનવાર પૈસા જમા કરાવવામાં આવતા. તેમણે કહ્યું કે, સંચાલક ફરાર થઇ જવાના કારણે તેઓ સવા લાખ રૂપિયા ગુમાવી ચૂક્યા છે. તેમણે આરોપીને પકડવાની માંગ કરી હતી. 

    મુસ્લિમ ફંડ સંચાલક સામે ફરિયાદ કરવામાં આવતાં પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી છે. એસપી સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે આરોપી સામે ગુનો તો દાખલ કરવામાં આવ્યો જ છે પરંતુ તેની ધરપકડ માટે SOGને કામે લગાવવામાં આવી છે. જલ્દીથી તે જેલના સળિયા પાછળ હશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં