ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં એક અબ્દુલ ખાલિદ નામના શખ્સે હિંદુ ઓળખ ધારણ કરીને દલિત યુવતીને ફસાવી હતી. તેણે પીડિતાને ઇસ્લામ કબૂલ કરવાની અને તેમ ન કરવા પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
મામલો રાયબરેલીના સલોન પોલીસ મથક વિસ્તારનો છે. પીડિતાએ પોલીસ મથકે આરોપી અબ્દુલ ખાલિદ સામે ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ, પોલીસે પણ FIR દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી અબ્દુલ દૂધ વેચવાનું કામ કરતો હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. તેણે યુવતીને મુન્ના યાદવ નામ જણાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. પરંતુ યુવતીને હકીકતની જાણ થઇ જતાં તેણે સબંધોનો અંત આણ્યો હતો અને પછીથી તેનાં લગ્ન પણ બીજે થઇ ગયાં હતાં.
અહેવાલ અનુસાર, યુવતીનાં લગ્ન થઇ ગયા બાદ પણ અબ્દુલ તેના સાસરે પણ જતો હતો અને તેને પરેશાન કરતો રહેતો હતો. યુવતીએ સબંધોનો અંત લાવતાં ગુસ્સે ભરાયેલા અબ્દુલે તમંચાના જોરે યુવતીને ધમકાવીને તેના ઘરમાં ઘૂસીને બળાત્કાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
અબ્દુલ ખાલિદે પીડિતાને હિંદુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવવા માટે ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તે તેમ નહીં કરે તો પોતે તેને અને તેના આખા પરિવારને જાનથી મારી નાંખશે.
रायबरेली: लव जिहाद का मामला आया सामने, मुन्ना यादव बनकर दलित युवती से करता रहा दुष्कर्म ,युवती को जानकारी होने पर कि वह मुन्ना यादव ना होकर अब्दुल खालिद पुत्र हकीम है इस बात का जब युवती ने विरोध किया तो जान से मारने की दी धमकी #newstrack #newstrackofficial @raebarelipolice pic.twitter.com/0gqdJR2TJs
— Newstrack (@newstrackmedia) February 5, 2023
યુવતીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે દૂધ વેચતો હતો અને દરરોજ આવતો હતો. મને ખબર ન હતી પણ પાંચ મહિનાની વાતચીત પછી ખબર પડી કે તે મુસ્લિમ છે, તેથી મેં ના પાડી દીધી. તેણે કહ્યું હતું કે, જો લગ્ન નહીં કરે તો જાનથી મારી નાંખીશ. મારાં લગ્ન બીજે થઇ ગયાં. હું જ્યાં રહું છું ત્યાં પણ આવીને ધમકી આપે છે, મારા પતિને, સાસુને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યો છે.
આખરે આરોપીના ત્રાસથી બચવા માટે પીડીતાએ પોલીસનું શરણ લીધું હતું અને ફરિયાદ નોંધાવી હતી. મામલાની તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. જલ્દીથી તેની ધરપકડ કરી લઈને કાર્યવાહી કરવામાં આવશે.