ઉત્તર પ્રદેશના બિજનૌરમાં શાહિદ નામના ઈસમે પોતાના જ પુત્ર ગુલફામની હત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે શાહિદની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે, સાથે જ હત્યામાં વપરાયેલી છરી પણ મળી આવી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શાહિદની પત્નીએ તેના પુત્રની હત્યા કરવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે 29 એપ્રિલ 2023ના રોજ 45 વર્ષીય શાહિદની ધરપકડ કરી હતી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેને તેની પત્ની અને પુત્ર ગુલફામ વચ્ચેના અવૈધ સંબંધો હોવાની શંકા છે. તેણે ઘણી વખત તેમને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ આ લોકો તેમની સાથે ઝઘડો કરતા હતા અને તેને માર મારતા. શાહિદ તેની પત્નીને તેની સાથે રહેવાનું કહેતો હતો, પરંતુ તે તેના બદલે તેના બાળકો સાથે રહેવાનું પસંદ કરતી હતી. તેને આ વાતે ખૂબ ગુસ્સો આવતો હતો.
આરોપીએ જણાવ્યું કે, 5 માર્ચ 2023ના રોજ તેણે પોતાના પુત્ર ગુલફામને ગામ હાજીપુર બોલાવીને ફરીથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેના પર ગુસ્સે થઈ ગયો હતો અને તેની સાથે દલીલો કરવા લાગ્યો હતો. જેનાથી ગુસ્સે થઇને આરોપીએ ગુલફામ પર ચાકૂથી હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. ગુનો કર્યા બાદ શાહિદે છરીને આંબાની વાડીમાં ઝાડીઓમાં સંતાડી દીધી હતી.
#BijnorPolice
— Bijnor Police (@bijnorpolice) April 29, 2023
थाना कोतवाली देहात पुलिस द्वारा थाने के मु0अ0सं0 55/23 धारा 302 भादवि0 से संबंधित वाँछित अभियुक्त शाहिद आलाकत्ल छुरे सहित गिरफ्तार।#UPPolice pic.twitter.com/4AHw8Qo4AN
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિનો તેના પુત્ર ગુલફામ સાથે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. ગુસ્સામાં આવીને આરોપીએ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસે શાહિદ વિરુદ્ધ આઈપીસી કલમ 302 (હત્યા) અને ગેરકાયદેસર હથિયાર અધિનિયમની કલમ 4/25 હેઠળ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાના બે દિવસ પહેલાં જ 3 માર્ચ 2023ના રોજ બિજનોરના કિરતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અમન ખાન (19) નામના વ્યક્તિએ બાળકી પર બળાત્કાર કરવામાં નિષ્ફળ જતા તેની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી કેસ ઉકેલ્યો હતો.