Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ગુજરાતીઓ માટે કંઈ પણ બોલવાનું પરિણામ જોઈ લીધું?': ગોપાલ ઇટાલિયાને જનતાનો સણસણતો...

    ‘ગુજરાતીઓ માટે કંઈ પણ બોલવાનું પરિણામ જોઈ લીધું?’: ગોપાલ ઇટાલિયાને જનતાનો સણસણતો જવાબ, ગાયબ થયેલા AAP પ્રદેશ અધ્યક્ષ થઈ રહ્યા છે ટ્રોલ

    આમ તો ગોપાલ કાયમ સોશિયલ મીડિયા પર દેખાતા હોય છે, પરંતુ પરિણામો બાદ તેઓ ગેરહાજર છે. માત્ર એક પોસ્ટ કરી હતી, જેમાં હાર સ્વીકારી લીધી હતી. 

    - Advertisement -

    ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું સેવતા અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી માંડ 4 બેઠકો જીતી શકી છે અને 1 પર આગળ ચાલી રહી છે.  પાર્ટીના ત્રણ મોટા નેતાઓએ પછડાટ ખાવી પડી છે. દરમિયાન, AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ટ્વિટર પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે. 

    આમ તો ગોપાલ કાયમ સોશિયલ મીડિયા પર દેખાતા હોય છે, પરંતુ પરિણામો બાદ તેઓ ગેરહાજર છે. માત્ર એક પોસ્ટ કરી હતી, જેમાં હાર સ્વીકારી લીધી હતી. 

    સહુથી પહેલા તો એ ટ્વીટ પર નજર કરીએ જે AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં તેમનો પોતાનો એક ફોટો મુકયો છે, (લગભગ જૂનો ફોટો છે)જેમાં ગોપાલ કોઈ દેશી ફિલ્મના હીરો હોય તે માફક મોઢામાં ગુલાબનું ફૂલ પકડીને સાઈડ પોઝ આપી રહ્યા છે, આ સાથે જ તેના કેપ્શનમાં એક શાયરી લખી છે, જેના શબ્દો છે, “જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે; તમારી આંખે ખુશીઓ છલકે, અમારી આંખે ખુમાર આવે.-શયદા”, બસ પછી શું? પરિણામો બાદ ગાયબ થયેલા AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ જ આ પોસ્ટ છે. લોકોએ ગોપાલને આપેલા જવાબોમાંથી કેટલાક રિપ્લાય અમે અહી ટાંકી રહ્યા છીએ.

    - Advertisement -

    AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ગુજરાતની જનતાને દંભી, નાટકબાજ અને ઢોંગી કહેલા નિવેદનને કારણે ગુજરાતની જનતાનો રોષનો ભોગ બન્યા છે તે યાદ કરાવીને નિર્મલ પટેલ નામના યુઝર લખે છે કે, “યાદ છે? કોઈક આવું કશુંક બોલ્યું હતું, જોઈ લીધું ગુજરાતીઓ માટે કઈ પણ બોલવાનું પરિણામ?”

    ગોપાલ ઇટાલીયાની આ પોસ્ટ પર કુલદીપ નામના યુઝરે પણ તેમની ઠેકડી ઉડાવી હતી. ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટીની હાર ઉપર કુલદીપ લહેરુ લખે છે કે, “ગુજરાતમાં ગોપાલે કહ્યું; હવે અહી નથી રહેવું, મારે ઇટલી જવું છે.”

    ગોપાલ ઇટાલિયા પોતે અને તેમની પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન ન બનાવી શકી, અને તેવામાં ગોપાલ આ પ્રકારની શાયરી ટ્વીટ કરતા એક યુઝરે ગોપાલને “ધોપાલ” કહીને તેમના પર ટીખળ કરતા લખ્યું કે, “ધોપાલ ભાઈ, અત્યારથી જ શાયરીએ ચઢી ગયા? ચાલો દમણ જઈએ, દુખડા ભૂલવા(લાલ કલરના દ્રવ્ય ભરેલા ગ્લાસની ઈમોજી)”

    ગુજરાત વિધાનસભાના અકલ્પનીય પરિણામો બાદ લોકો આમ આદમી પાર્ટીને તેમણે કરેલા દાવાઓ બદલ સવાલો કરી રહ્યા છે, મીતા મહેતા નામના એક યુઝર ગોપાલના આ ફોટા અને શાયરીવાળી પોસ્ટ પર લખે છે કે, “ચમનું લ્યા(ઉત્તર ગુજરાતના લહેકા મુજબ કેમ છે લ્યા), બસ ફોટા પડાવે રાખો,” આ સિવાય મીતાએ કેજરીવાલ ને ટાંકતા લખ્યું કે, “દિલ્હીના માલિકને કહો લઈ જાય ત્યાં અને મેયર બનાવી દે.”

    ગોપાલ ઈટાલીયાની આ અદામાં પડેલા ફોટા પર ‘મોટાભાઈ કાઠીયાવાડી’ નામના યુઝર લખે છે કે, “ભણેલો-ગણેલો ટપોરી જેવો લાગે છે.”

    ભૂતકાળમાં ગોપાલે કરેલા બફાટ અને વિવાદિત નિવેદનો અને આજના પરિણામોને લઈને હિતેશ નામના યુઝર લખે છે કે, “પહેલા લવારીઓ (મનફાવે તેવો બફાટ કરવો) કરતો હતો અને હવે પરિણામો પછી આનું (ગોપાલ ઇટાલિયાનું) મગજ ઠેકાણે રહે તોય ઘણું છે.”

    આ સિવાય ગોપાલ ઇટાલિયાની આ સૂચક પોસ્ટ જોઈને એક ‘વનલાઈનર રિપ્લાય’ નામના હેન્ડલ ધરાવતા યુઝર લખે છે કે ‘દેશી માર્યું છે કે શું?’ જોકે, અહીં ‘દેશી’ ચોક્કસ કયા સંદર્ભમાં લખાયું છે એ જાણી શકાયું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં