Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણAAP નેતાઓનું અંદર-બહાર: સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કૌભાંડમાં સાંસદ સંજય સિંઘને આપ્યા...

    AAP નેતાઓનું અંદર-બહાર: સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કૌભાંડમાં સાંસદ સંજય સિંઘને આપ્યા જામીન, તો પાર્ટી કન્વીનર કેજરીવાલને હમણાં જ કરાયા છે જેલભેગા

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેમના પૂર્વ નાયબ મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

    - Advertisement -

    AAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંઘને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. મંગળવાર (2 એપ્રિલ) ના રોજ ત્રણ ન્યાયધીશોની બેન્ચે તેમને જામીન આપ્યા છે. આ મહત્વના અપડેટ દિલ્હી દારૂનિતિ કૌભાંડમાં છે. નોંધનીય છે કે આપ નેતા છેલ્લા 6 મહિનાઓથી જેલમાં બંધ હતા. જામીનની શરત અનુસાર તેઓ બહાર આવીને રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઇ શકશે.

    જસ્ટિસ સંજીવ ખન્ના, દીપાંકર દત્તા અને પીબી વરાલેની ત્રણ જજોની બેન્ચે આદેશ આપતાં કહ્યું હતું કે તપાસ એજન્સી વતી આપવામાં આવેલી છૂટને ઉદાહરણ તરીકે ટાંકવામાં આવશે નહીં. અગાઉ, સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂછ્યું હતું કે શું તેમને સંજય સિંહની વધુ કસ્ટડીની જરૂર છે.

    આ સાથે, સંજય સિંહ AAPના પ્રથમ એવા વરિષ્ઠ નેતા બન્યા છે જેમને હવે રદ કરાયેલી દારૂ નીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન આપવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેમના પૂર્વ નાયબ મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલનું નવું ઠેકાણું- તિહાડ જેલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આખરે જેલભેગા થયા છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં ધરપકડ થયા બાદ EDએ તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂર્ણ થયા બાદ 28 માર્ચે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે 1 એપ્રિલના રોજ પૂર્ણ થતા હોઈ EDએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, પણ રિમાન્ડની માંગણી કરી ન હતી. જેથી કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં (જેલ) મોકલી દીધા હતા.

    કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતાં હવે કેજરીવાલ તિહાડ જેલમાં પહોંચ્યા હતા. અત્યાર સુધી તેઓ EDની કસ્ટડીમાં હતા, પરંતુ હવે મૅજિસ્ટ્રેટની કસ્ટડીમાં હશે. કોર્ટ જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે એટલે તેનો સરળ અર્થ એ થાય કે વ્યક્તિ જેલમાં રહેશે. 15 એપ્રિલના રોજ તેમને ફરીથી રજૂ કરવામાં આવશે. પ્રબળ સંભાવનાઓ છે કે ત્યારે ફરી ક્સ્ટડી લંબાવી દેવાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં