Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAP મંત્રી સત્યેન્દ્ર જૈને સૂકા મેવા માટે કરી હતી અરજી, દિલ્હીની કોર્ટે...

    AAP મંત્રી સત્યેન્દ્ર જૈને સૂકા મેવા માટે કરી હતી અરજી, દિલ્હીની કોર્ટે ફગાવી: કહ્યું- કોઈ કેદીને વિશેષ સુવિધા ન આપી શકે સરકાર

    કોર્ટે સત્યેન્દ્ર જૈનની એ દલીલ પણ ફગાવી દીધી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ નિયમિત ખોરાક મેળવતા ન હોવાના કારણે તેમનું વજન ઘટી ગયું હતું.

    - Advertisement -

    દિલ્હીની તિહાડ જેલમાં બંધ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને કોર્ટમાં અરજી કરીને ફળો અને સૂકા મેવાની માંગ કરી હતી. જોકે, કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. બીજી તરફ, કોર્ટે કહ્યું કે, જેલમાં સત્યેન્દ્ર જૈનને ફળો અને શાકભાજી આપવામાં આવે છે, જે બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન છે. 

    દિલ્હીની સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ વિકાસ ધુલે કહ્યું કે, સરકાર કોઈ પણ વ્યક્તિને વિશેષ અધિકારો આપી શકે નહીં. કોર્ટે ઉમેર્યું કે, તિહાડ જેલ પ્રશાસન તરફથી પૂરા પાડવામાં આવેલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે સત્યેન્દ્ર જૈને 20 ઓગસ્ટથી 10 ઓક્ટોબર સુધીમાં જેલ કેન્ટીનથી કોઈ ફળ કે શાકભાજીની ખરીદી કરી ન હતી. 

    કોર્ટે અવલોકન કર્યું કે, પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે ફળો અને શાકભાજી કોઈ પણ અધિકારી કે જેલ પ્રશાસનના આદેશ વિના પૂરા પાડવામાં આવી રહ્યા હતા, જે નિયમોનું ઉલ્લંઘન છે. કોર્ટે એમ પણ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 14 અનુસાર, કોઈ પણ સરકાર જેલના કોઈ પણ કેદી સાથે જાતિ, ધર્મ, લિંગ વગેરેના આધારે ભેદભાવ કરી શકે નહીં અને સૌ કેદીઓને સમાન રીતે ગણવા જોઈએ. 

    - Advertisement -

    આ ઉપરાંત, કોર્ટે સત્યેન્દ્ર જૈનની ફળો, શાકભાજી અને સૂકા મેવા પૂરા પાડવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. ઉપરાંત કોર્ટે સત્યેન્દ્ર જૈનની એ દલીલ પણ ફગાવી દીધી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ નિયમિત ખોરાક મેળવતા ન હોવાના કારણે તેમનું વજન ઘટી ગયું હતું. કોર્ટે કહ્યું કે, તેમને ફળો, શાકભાજી અને સૂકામેવા પૂરા પાડવાનું કોઈ કારણ જણાતું નથી. 

    સત્યેન્દ્ર જૈને જેલમાં યોગ્ય ભોજન ઉપલબ્ધ ન કરાવવામાં આવતું ન હોવાનું જણાવીને કોર્ટમાં અરજી દાખલ કરી તેમને ફળો, શાકભાજી અને સૂકામેવા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. જોકે, જેલ પ્રશાસને કહ્યું કે, સત્યેન્દ્ર જૈને તેમને પોતે વ્રત પર હોવાનું કશું જણાવ્યું ન હતું. જૈનનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ જેલમાં સૂકા મેવા ખાતા જોવા મળ્યા હતા. 

    બીજી તરફ, સત્યેન્દ્ર જૈનનો તિહાડ જેલની અંદરનો વધુ એક વિડીયો આજે વાયરલ થયો હતો. જેમાં તેઓ તિહાડ જેલના સુપ્રિટેન્ડેન્ટ સાથે જોવા મળ્યા હતા. અગાઉ AAP મંત્રીને VIP સગવડો મળતી હોવાનું સામે આવ્યા બાદ આ સુપ્રિટેન્ડેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં