Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચૂંટણી પહેલા AAP અને કોંગ્રેસમાં ફરીથી ભૂકંપ; પાટણ, દાહોદ અને સૌરાષ્ટ્રના આગેવાનોએ...

    ચૂંટણી પહેલા AAP અને કોંગ્રેસમાં ફરીથી ભૂકંપ; પાટણ, દાહોદ અને સૌરાષ્ટ્રના આગેવાનોએ કાર્યકર્તાઓ સહીત ખરા ટાણે પાર્ટી છોડી

    આમ આદમી પાર્ટીના લીમખેડા સંગઠનમંત્રી વિપુલ ડામોર, જીલ્લા સચિવ માધુ મકવાણા, બક્ષીપંચ પ્રમુખ અમરસિંહ રાવત, જીલ્લા સચિવ પિનેશ ચારેલે પોતાના સમર્થકો સાથે મળીને આમ આદમી પાર્ટી સાથે છેડો ફળ્યો છે.

    - Advertisement -

    આ વખતની ગુજરાતની વિધાનસભા ચૂંટણીએ અત્યાર સુધીના તમામ રાજકીય સમીકરણો ફેરવી નાંખ્યા છે, જોડ-તોડ તો દર વખતની ચૂંટણીમાં થતા હોય છે, પણ આ વખતે થઇ રહેલા ભંગાણ મોટી ઉથલપાથલ સર્જે તેવા છે, તેવામાં ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ AAP અને કોંગ્રેસમાં ફરીથી ભૂકંપ સર્જાયો છે, કારણકે પાટણ, દાહોદ અને સૌરાષ્ટ્રના આગેવાનોએ ખરા ટાણે કાર્યકર્તાઓ સહીત પાર્ટી છોડી છે,

    મળતા અહેવાલો પ્રમાણે પાટણના રાધનપુરના જિલ્લા કોંગ્રેસના મંત્રી લક્ષ્મણ આહીર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે બળવો પોકાર્યો છે, તો બીજી તરફ અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 500 કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે, વાત કરીએ આમ આદમી પાર્ટીની તો AAPના લીમખેડા સંગઠન મંત્રી વિપુલ ડામોર, જીલ્લા સચિવ માધુ મકવાણા, બક્ષીપંચ પ્રમુખ અમરસિંહ રાવત, જીલ્લા સચિવ પિનેશ ચારેલ સહિત આપના કાર્યકરોએ પાર્ટીને ખરા ટાણે પડતી મૂકી દેતા વિધાનસભા ચૂંટણી પહેલા AAP અને કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

    પાટણમાં 200થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ પાર્ટી છોડી

    - Advertisement -

    અહેવાલો મુજબ પાટણના રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે બળવો કરી પાટણ જિલ્લા કોંગ્રેસના મંત્રી લક્ષ્મણ આહીરે પોતાના 200થી વધારે કાર્યકર્તાઓ સાથે મળીને પાર્ટીને ‘આવજો’ કહી દીધું છે, આ તમામ લોકોએ રાધનપુરમાં યોજાયેલી અલ્પેશ ઠાકોરની સભામાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપની આંગળી પકડી હતી.

    અમરેલીની લાઠી-બાબરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ

    પાટણ રાધનપુર બાદ કોંગ્રેસને બીજો મોટો ફટકો અમરેલીની લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી મળ્યો હતો, જ્યાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મનસુખ પલસાણા, તાલુકા પંચાયતના સદસ્ય જતીન ઠેસિયા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરેશ શિયાણી અને એપીએમસીના પૂર્વ ચેરમેન પુનિત પલસાણા સહિતના કોંગ્રેસી આગેવાનોએ પાર્ટી ત્યજી દીધી હતી, આ તમામને ભાજપ નેતા અને સહકારી નેતા દિલીપ સંઘાણી, પૂર્વ મંત્રી બાવકુ ઊંધાડ સહિતના નેતાઓએ ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.

    દાહોદ AAP આગેવાનોએ ગંભીર આરોપ લગાવી પાર્ટી છોડી

    આ બધી રાજકીય ઉઠાલ્પથલ વચ્ચે આમ આદમી પાર્ટીને પણ દાહોદના કાર્યકરોએ ભૂકંપ જેવો ઝટકો આપ્યો છે, મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના લીમખેડા સંગઠનમંત્રી વિપુલ ડામોર, જીલ્લા સચિવ માધુ મકવાણા, બક્ષીપંચ પ્રમુખ અમરસિંહ રાવત, જીલ્લા સચિવ પિનેશ ચારેલે પોતાના સમર્થકો સાથે મળીને આમ આદમી પાર્ટી સાથે છેડો ફળ્યો છે, આ દરમિયાન લીમખેડાના સંગઠનમંત્રી વિપુલ ડામોરે AAP પર ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. AAPના આ તમામ આગેવાનોને તેમના સમર્થકો સહીત ભાજપના જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં jજોડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં