Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆણંદની કોલેજમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓનાં જૂથો વચ્ચે અથડામણ, અલ્લાહુ અકબરના નારા લાગ્યા: હિંદુ...

    આણંદની કોલેજમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓનાં જૂથો વચ્ચે અથડામણ, અલ્લાહુ અકબરના નારા લાગ્યા: હિંદુ વિદ્યાર્થીનીની મશ્કરીને લઈને આપ્યો હતો ઠપકો

    હિંદુ વિદ્યાર્થીનીની મશ્કરી કરતા મુસ્લિમ યુવકને હિંદુ વિદ્યાર્થીઓએ ઠપકો આપતાં ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રોને બોલાવી લાવ્યો હતો.

    - Advertisement -

    શનિવારે (15 એપ્રિલ, 2023) આણંદની એક કોલેજમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હોવાના અહેવાલો મળ્યા છે. એક વિદ્યાર્થીનીની મશ્કરી અને ટીખળને લઈને હિંદુ વિદ્યાર્થીઓએ મુસ્લિમ યુવકને ઠપકો આપતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રોને તેડી લાવ્યો હતો અને કોલેજમાં ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કેમ્પસમાં મઝહબી નારા પણ લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

    આ ઘટના આણંદની કોમર્સ કોલેજની છે. કોલેજમાં હિંદુ-મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણમાં બંને પક્ષોએ મારામારી થતાં કેટલાકને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. 

    સ્થાનિક અખબાર ‘નયા પડકાર’ના રિપોર્ટ અનુસાર, શનિવારે સવારે કોલેજમાં હિંદુ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બેઠું હતું ત્યારે એક મુસ્લિમ વિદ્યાર્થી હિંદુ વિદ્યાર્થીનીની ટીખળ અને મશ્કરી કરી રહ્યો હતો. તે છેલ્લા ઘણા સમયથી આમ કરતો હોવાનું જાણવા મળ્યું છે. વારંવારની હેરાનગતિને લઈને હિંદુ યુવકોએ મુસ્લિમ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને આ પ્રકારની હરકતો ન કરવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    ઠપકો મળતાં મુસ્લિમ વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો તેના અન્ય મિત્રોને પણ બોલાવી લાવ્યો હતો અને કોલેજ કેમ્પસમાં ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા, જેના કારણે માહોલ વધુ બગડ્યો હતો. બીજી તરફ, મુસ્લિમ યુવકે હિંદુ જૂથ પર આરોપ લગાવીને તેની ઉપર ‘જય શ્રીરામ’ના નારા બોલાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા અને દાવો કર્યો કે તેણે તેમ ન કરતાં તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. 

    જાણવા મળ્યા અનુસાર, પહેલાં સવારે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ કોલેજ કેન્ટીન ખાતે બંને જૂથો વચ્ચે સમાધાન થઇ ગયું હતું. પરંતુ ત્યારબાદ મોડી બપોરે ફરીથી બંને જૂથો બાખડ્યાં હતાં અને મારામારી થઇ હતી, જેમાં એક વિદ્યાર્થીને ઇજા પહોંચી હોવાનું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

    ઘટનાને પગલે આણંદના ડીવાયએસપી જે. એન પંચાલ અને તેમની ટીમ કોલેજ ખાતે પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને વિખેરી નાંખીને મામલો શાંત પાડ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં